જી.જી. હોસ્પિટલમાં મહિલા યૌનશોષણ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા બે શખસોને ગઇરાત્રે ઝડપી લેવામાં આવ્યા હતા. હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે. યૌનશોષણ મામલે એચ.આર મેનેજર એલ.બી. પ્રજાપતિ અને અકબર અલી નામના શખસની ધરપકડ કરાઇ છે. ત્યાર બાદ યૌનશોષણમાં વધુ નામ ખૂલવાની શક્યતા છે. આરોપીઓ દ્વારા યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરી ફોટા પાડવામાં આવતા હતા અને એ ફોટાઓના આધારે મહિલાઓને બ્લેકમેઇલ કરી શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરાતી હતી. આ અંગે, જ્યારે આગળની તપાસમાં હજુ પણ બે-ત્રણ લોકોનાં નામ સામે આવી શકે છે.
બિભત્સ ફોટા વાયરલ કરવાનું કહી બ્લેક મેઇલીંગ કરાતું: અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલશે
મહિલાઓ શારીરિક સંબંધો બાંધવા રાજી ન થાય તો તેને નોકરી પરથી બરતરફ કરી ફોટાઓ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી. ત્યાર બાદ આખરે યૌનશોષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપીને અટક કરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટના યૌનશોષણનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે વાત કરી કડક તપાસના આદેશ આપ્યા હતા. કલેકટર દ્વારા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની કમિટી રચવામા આવી હતી. કમિટી દ્વારા મહિલા અટેન્ડન્ટનાં નિવેદનો નોંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સરકારને મોકલી આપ્યો હતો. મહિલા અટેન્ડન્ટને ન્યાય મળે એ માટે જામનગરમાં અગ્રણી મહિલાઓ દ્વારા મહિલા પંચની રચના કરવામાં આવી હતી. મહિલા પંચ દ્વારા જામનગર જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ મંગળવારે લાલ બંગલા સર્કલમાં ધરણાં પણ યોજવામા આવ્યાં હતાં.
આગેવાનો-સંસ્થાઓ અને મીડિયાની જાગૃતિ રંગ લાવી
જી.જી. કોવિડ હોસ્પિટલમાં યુવતિઓના જાતિય સતામણી પ્રકરણમાં એક સપ્તાહ બાદ બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા વોર્ડ નં.1 ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજાએ સામાજિક કાર્યકરો, નારી સંગઠનો અને કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેટર અને મીડિયાને અભિનંદન પાઠવ્યા હતાં. આ ફરિયાદ માટે લડત ચલાવનાર સામાજીક રાજકીય કાર્યકરી નારી સંગઠનો તથા કોંગ્રેસપક્ષના પ્રમુખ કોર્પોરેટરએ કરેલ કાર્યવાહી બદલ તમામને અભિનંદન આમ જણાવ્યું છે કે, મિડીયાએ છેલ્લા એક અઠવાડીયામાંથી કોઇપણ દબાણ વગર લોકશાહીની ચોથી જાગીરને જીવંત રાખવા માટે નીડરતાથી અને તટસ્થાથી રીપોટીંગ કરી આ પ્રકરણમાં નાનામાં નાની માહિતિ એકઠી કરી એ લોકોને પુરી પાડી તેના પરિણામ સ્વરૂપે આ યૌનશોષણ પ્રકરણમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે મીડીયાનો આભારી છે. એડવોકેટ નુરમામદ પલેજાએ અભિનંદન પાઠવ્યા હતાં.