- ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે વય સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું. તેઓ ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને રાષ્ટ્રીય કોચ અંશુમાન ગાયકવાડના પિતા હતા.
ભારત માટે 11 ટેસ્ટ મેચ રમી છે
તે છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલના આઈસીયુ (સઘન સંભાળ એકમ)માં જીવન સામે લડી રહ્યા હતા. મંગળવરની સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓએ ૯૫ વર્ષની ઉમરે અંતિમ સાંસ લીધા. તેણે 1952થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ રમી હતી. તેણે 1959માં ઈંગ્લેન્ડ પ્રવાસમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.
The BCCI expresses its profound grief at the passing away of Dattajirao Gaekwad, former India captain and India’s oldest Test cricketer. He played in 11 Tests and led the team during India’s Tour of England in 1959. Under his captaincy, Baroda also won the Ranji Trophy in the… pic.twitter.com/HSUArGrjDF
— BCCI (@BCCI) February 13, 2024
બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું
જમણા હાથના બેટ્સમેને 1952માં લીડ્સમાં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ચેન્નાઈમાં 1961માં પાકિસ્તાન સામે હતી. દત્તાજીરાવે 1947 થી 1961 દરમિયાન રણજી ટ્રોફીમાં બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 47.56ની ન્એવરેજથી 3139 રન બનાવ્યા જેમાં 14 સદી સામેલ છે.
2016માં સૌથી મોટી ઉંમરના ક્રિકેટર બન્યા હતા
દત્તાજીનો સર્વોચ્ચ સ્કોર 1959-60 સીઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો. તે 2016માં ભારતનો સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. ભૂતપૂર્વ બેટ્સમેન શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે.