મેજર માઈક ટેન્ગોએ મિશન અંગેના પુસ્તકમાં કર્યો ઉલ્લેખ
સર્જીકલ સ્ટ્રાઈક પૂરી કર્યા પછી કેવો હતો કઠીન માર્ગ ??? તેના વિશે આર્મી મેજરે છણાવટ કરી છે. મેજરે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો હતો કે ઓપરેશન એટલે કે સર્જીકલ સ્ટ્રાઈકનો સૌથી મુશ્કેલ ભાગ હતો. પીઓકેમાં ભારતીય સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈકને વર્ષગાંઠ નિમિત્તે મિશન વિશે મેજરે આ બારામાં વધુ પ્રકાશ પાડયો છે. આ પુસ્તકમાં મેજરનું નામ માઈક ટેન્ગો બતાવાયું છે. તેમનું સાચું નામ જાણી જોઈને છૂપાવાયું છે.
આ પુસ્તકનું ટાઈટલ છે. ઈન્ડિયાસ મોસ્ટ ફીઅરલેસ ટ્રુ સ્ટોરી ઓફ મોર્ડન મિલિટરી હીરો. ઉરી એટેકમાં નામોશીભરી હારનો સામનો કરી રહેલા સૈનિકોનો સર્જીકલ સ્ટ્રાઈકમાં ઉપયોગ કરાયો હતો. કેમ કે, તેમનામાં બદલાની ભાવનાની આગ સળગતી હતી તેથી તેઓ મિશન પૂરું પાડી શકે તેમ હતા. માઈક ટેન્ગો ટીમને લીડ કરતા હતા. લખ્યું છે કે સર્જીકલ સ્ટ્રાઈક તો કામયાબ થઈ ગઈ પણ પરત આવવાનો માર્ગ કઠીન હતો. શિવ થરુર અને રાહુલસિંઘે લખેલા પુસ્તકના અંતમાં લખ્યું છે કે મેજર ટેન્ગોએ ખુદ સૈનિકોની પસંદગી કરી હતી. તેમની જીંદગી જોખમમાં હતી. તેમને સલામત પરત લાવવા આસાન ન હતા કેમ કે ઓપરેશન પૂરું કરીને પરત ફરવું તે સર્જીકલ સ્ટ્રાઈકનો સૌથી મુશ્કેલ ભાગ હતો.