એન્ટિગુઆ અને બાર્બુડાથી ગાયબ થયા બાદ PNB કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી ડોમિનિકાથી ઝડપાયો હતો. સમાચાર એજન્સી એએનઆઈએ 26 મેના રોજ જણાવ્યું હતું કે, ચોક્સી હાલમાં ડોમિનિકાની તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે. 25 મેના રોજ, એન્ટિગુઆ અને બાર્બુડાના રોયલ પોલીસ ફોર્સે કહ્યું કે, ચોક્સી ગુમ થઈ ગયો છે. મેહુલ ચોક્સી 13,000 કરોડના PNB કૌભાંડમાં વોન્ટેડ છે.
મેહુલ ચોક્સી કેવી રીતે પકડ્યો?
63 વર્ષીય મેહુલ ચોક્સી 2018થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહે છે. 25 મેના રોજ તે ગાયબ થયા બાદ પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યું હતું કે, તેમની પાસે આ સમાચાર પર “વિશ્વસનીય માહિતી નથી.” ચોક્સીના ગાયબ થયા બાદ એન્ટિગુઆ અને બાર્બુડાએ ઇન્ટરપોલ યલો નોટિસ જારી કરી હતી. ગુમ થયેલ વ્યક્તિ માટે ગ્લોબલ પોલીસે અલર્ટ છે.
નોટિસને કારણે ડોમિનિકાની પોલીસને ચોક્સી વિશે માહિતી મળી હતી. તે ક્યુબા ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો અને ત્યારબાદ તે પકડાઈ ગયો હતો. સ્થાનિક મીડિયા કહે છે કે ચોક્સીને એન્ટીગુઆ અને બાર્બુડાના રોયલ પોલીસ ફોર્સને સોંપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ચોક્સીને ભારત મોકલવામાં આવશે?
મેહુલ ચોક્સીની ઘરપકડ બાદ એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યું કે, અમે ડોમિનિકા સરકારને ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની અપીલ કરી છે. આ મામલે ભારતનું હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
PNB કૌભાંડ શું છે ?
મેહુલ ચોક્સી જાન્યુઆરી 2018માં ભારત છોડીને ભાગી ગયો હતો. તેના થોડા અઠવાડિયા બાદ 13,000 કરોડથી વધુનું PNB બેંક કૌભાંડ બહાર આવ્યું હતું. PNBએ ફેબ્રુઆરી 2018માં બોમ્બે સ્ટોક એક્સચેંજને કહ્યું હતું કે, તેને દક્ષિણ મુંબઈની તેની એક શાખામાંથી 11,380 કરોડ રૂપિયાના ‘ફર્જી અને અનધિકૃત વ્યવહારો’ મળી આવ્યા છે. કેટલાક બેંક અધિકારીઓએ મેહુલ ચોક્સીના ભત્રીજા નીરવ મોદીને ફર્જી લેટર ઓફ એન્ડરટેકિંગ આપ્યા હતા. બાદમાં, બેંકે આ કૌભાંડની કિંમત 13,000 કરોડ સુધી વધી ગઈ હતી. જોકો યુકેના ગૃહમંત્રીએ નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.