કોવિડ-૧૯ના સાજા થયેલાના પ્લાઝમા તેના ગંભીર દર્દીઓને આપવામાં આવે તો પ્લાઝમામાં રહેલ એન્ટીબોડી તેને કોરોના સામે લડવામાં મદદરૂપ થાય અને રીકવરી ઝડપી આવે છે
આપણાં શરીરનો સૌથી અગત્યનો પાર્ટ છે. આપણી રોગો સામે લડવાની શકિત અર્થાત ‘રોગ પ્રતિકારક શકિત’ જે દરેક માનવીમાં અલગ અલગ જોવા મળે છે. કોવિડ-૧૯ ને નાથવા હર્ડ ઇમ્યુનીટી વાત પણ વિશ્ર્વમાં ચાલી રહી છે તે સાથે હમણાં પ્લાઝમાં થેરાપી મેડિકલ સાયન્સે શરુ કરેલ છે. પ્લાઝમાં આપણા લોહીનો પીળા રંગનું અને તો પપ ટકા ભાગ હોય છે. તેનું કાર્ય શરીરને પ્રોટીન અને સેલ્સ આખા શરીરમાં પહોચાડવાનું છે.
આખી દુનિયાને કોરોના વાઇરસ સામે જીતવાનો કોઇ રસ્તો મળ્યો નથી. લગભગ બધા દેશો તેમની રસી શોધવામાં લાગી ગયા છે. દરેક દેશ ઝડપણી રસી શોધી વિશ્ર્વમાં પ્રથમ મૂકીને નામ મેળવવા માંગે છે. ત્યારે તેને કંટ્રોલ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા કે આપણ ભારતનાં આરોગ્ય મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ ફીટમેન્ટ ચાલી રહી છે.
ICMR દ્વારા પ્લાઝામાં થેરાપી દ્વારા કોવિડ ૧૯ ને નાથવા છેલ્લા છોડા દિવસોથી પ્રયાસ શરુ કરાયો છે. આપણા રાજકોટમાં તો ચારથી પાંચ ડોનરે તેનું પ્લાઝમાં ડોનેટ કરી પણ દીધું છે. વાસ્તવમાં આપણું લોહી ચાર ચીજોથી બનેલું હોય છે. જેમાં રેડ બ્લડ સેલ, પ્લેટલેટસ,
વ્હાઇટ બ્લડ સેલ અને પ્લાઝમા જેમાંથી પ્લાઝમાં લોહીનો તરલ હિસ્સો છે. જેની મદદથી જરૂર પડે તે એન્ટીબોડી બનાવે છે. કોરોના વાયરસ પોઝિટીવ આવ્યા બાદ શરીરવાઇરસ સામે લડવાનું શરુ કરે છે અને તેની સામે એન્ટીબોડી બનાવે છે. જો શરુમાં જ પર્યાપ્ત એન્ટી બોડી બનાવી લે તો કોરોના હારી જાય છે. દર્દી સ્વસ્થ થયા બાદ પણ પણ તેના પ્લાઝમા માં એન્ટ્રી બોડી હોય છે. જો તે ડોનેટ કરે તો બીજા દર્દીને પણ ઝડપથી સાજો કરી શકાય છે. એક પ્લાઝમા માંથી બે લોકોની સારવાર સંભવ થઇ શકે છે.
જયારે કોઇ વ્યકિતને કોવિડ-૧૯ નું ઇન્ફેકશન લાગે ત્યારે આ વાઇરસ પ્રતિકારરુપે શરીરની ઇમ્પુન સીસ્ટમ બિ-લિમ્ફોસાઇટ પ્લાઝમા સેલ મારફત એન્ટી બોડી બનાવે છે. અને આજ એન્ટી બોડી કોવિડ ૧૯ ના વાઇરસને નાશ કરવામાં મદદરૂપ થાય છે.
કોરોના મહામારીને નાથવા ચિન, અમેરીકા, દક્ષિણ કોરીયા જેવા વિવિધ દેશોએ પ્લાઝમા થેરાણીનો ઉપયોગ કરતા તેના પરિણામો સારા મળ્યા હતા. આજે દરેક બ્લડ બેંકમાં ‘કોમ્પોનેટ’ પઘ્ધતિથી લોહીના દરેક ઘટકને છુટુ પાડીને દર્દીને આપવામાં આવે છે. દર્દીના શરીરમાં જ બ્લડ ઘટકોની ઉણપ હોય તે જ ચડાવવાથી ઝડપથી રીકવરી આવે છે.
કોરોના સામે જીત મેળવીને આવેલ કોઇપણ વ્યકિત ર૮ દિવસ પછી તેના બ્લડની તપાસ કરાવીને જો તેના પેરામિટરમાં ફિટ બેસે તો તે પ્લાઝમા ડોનેટ કરી શકે છે. તેના પ્લાઝમાં હજી પણ એન્ટી બોડી હોય છે જે બીજાને આપવાથી તે જલ્દી સાજો થાય છે આજ છે પ્લાઝમા થેરાણી તેને લોહીમાંથી એફેરેસીસ ટેકનોલોજીથી અલગ કરાય છે.
બને તેટલું વધુ પ્લાઝ્મા ડોનેટ કરી મદદરૂપ થઈએ ડો.ગૌરવીબેન ધ્રુવની ’અબતક’ના માધ્યમથી લોકોને અપીલ
પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવીબેન ધ્રુવે પ્લાઝમની પરિભાષા આપતા કહ્યું હતું કે પ્લાઝ્માએ લોહીનું જ એક ભાગ છે. લોહીના સેલ્સ નીચે બેસી જાય અને તેની ઉપર જે આછા પીળા રંગનું પ્રવાહી જોવા મળે તેને સામાન્યત: પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોરોના જેવા વાયરસ માનવશરીરમાં પ્રવેશે તો તેને એન્ટી જર્મ્સ કહેવામાં આવે છે અને તેવા સમયમાં એન્ટી જર્મસથી લડવા કુદરતી રીતે માનવશરીરમાં એક શક્તિ ઉત્પન્ન થાય તેને એન્ટીબોડી કહેવામાં આવે છે. આ પ્રકારના એન્ટીબોડી પ્લાઝ્મામાં રહેલા હોય છે જેના કારણે આપણે અગાઉ પોઝિટિવ નોંધાયેલા દર્દીના શરીરમાંથી પ્લાઝ્મા લઈએ છીએ. પ્લાઝ્મા કોણ આપી શકે તે અંગે તેમણે કહ્યું હતું કે જે દર્દી પોઝિટિવ નોંધાય તેના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય એટલે જ્યારે એન્ટીબોડી એન્ટીજર્મસ સામે લડીને વિજયી બને ત્યાર બાદ ૨૮ બાદ
એ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. તે ઉપરાંત જે વ્યક્તિની વય ૧૮ વર્ષ થી માંડીને ૬૫ વર્ષ સુધીની હોય તે પણ પ્લાઝ્મા ડોનેટ કરી શકે અને તેમાં પણ ખાસ જે વ્યક્તિને અગાઉ શરદી, ઉધરસ કે તાવ હોય તેમના શરીરમાં એન્ટીબોડી હોય છે જેથી તેઓ પણ ડોનેટ કરી શકે છે. આ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ એન્ડ રિસર્ચ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જે મુજબ તમામ ધારા ધોરણો ધ્યાને લઈને પ્લાઝ્મા લેવાતું હોય છે. તેમજ લોહી લેતા સમયે જે બધા ટેસ્ટ કરવામાં આવે છે તે બધા જ ટેસ્ટ પ્લાઝ્મા લેતી વેળાએ કરવામાં આવે છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જે વ્યક્તિ અગાઉ કોરોના પોઝિટિવ નોંધાઇ હોય તે જ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરી શકે કારણ કે તેના શરીરમાં જ કોરોના સામે લડવા માટેના એન્ટીબોડી ઉપલબ્ધ હોય છે. તેમણે કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરવા ઇચ્છતા હોય તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે ડોનેટ કરી શકે છે તે ઉપરાંત રાજકોટ શહેરની કુલ ૩ ખાનગી બ્લડ બેંકને આ અંગે મંજૂરી આપવામાં આવે છે તો ત્યાં પણ ડોનેટ કરી શકાશે. તેમણે લોકોમાં રહેલી ગેરમાન્યતાઓ અંગે કહ્યું હતું કે પ્લાઝ્મા આપવાથી શરીરમાં કોઈ અશક્તિ કે નબળાઈ આવતી નથી. વિપરીત બાબત એ છે કે વ્યક્તિ દર ૧૫ દિવસે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. જરૂરી ટેસ્ટ કરીને ચકાસણી કરવામાં આવે છે કે હજુ શરીરમાં એન્ટીબોડી છે કે કેમ અને જો રિપોર્ટ હકારાત્મક આવે તો ચોક્કસ પ્લાઝ્મા ૧૫ દિવસના સમયાંતરે આપી શકાય છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે દર્દીને સાજા કરવા માટે તબીબ બનવાની જરૂર નથી પરંતુ આ પ્રકારે પણ મદદરૂપ થઈને મહત્વપૂર્ણ ભાગ ભજવી શકાય છે જેથી હું સૌને ’અબતક’ના માધ્યમથી અપીલ કરું છું કે બને તેટલું વધુ પ્લાઝ્મા ડોનેટ કરીને આપણે આ પરિસ્થિતિમાં મદદરૂપ બનીએ.
કોરોના સામે લડવા પ્લાઝ્મા આશીર્વાદરૂપ સાબિત થઈ શકે: વી. આર. બોરડ (સૌરાષ્ટ્ર વોલેન્ટીયર્સ બ્લડ બેંક)
સૌરાષ્ટ્ર વોલન્ટિયર બ્લડ બેંકના મેનેજીંગ ટ્રસ્ટી વી આર બોરડે કહ્યું હતું કે લોહીમાં મુખ્યત્વે બે દ્રવ્યો હોય છે. એક સેલ અને બીજું પ્લાઝ્મા. સેલમાં શ્વેતકણ, રક્તકણ અને ત્રાકકણ રહેલા હોય છે જ્યારે પ્લાઝ્મામાં પ્રોટીન, બાયોકેમિકલ સહિતના દ્રવ્યો રહેલા હોય છે. તેમણે કહ્યું હતું કે ૧૮ વર્ષથી માંડી ૬૫ વર્ષ સુધીના લોકો પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. હાલના સંજોગોમાં કોવિડ ઇન્ફેકટેડ પ્લાઝ્મા છે, આ પ્રકારના પ્લાઝ્મા કોરોનાથી પ્રભાવિત થયેલા લોકોમાં જ મળી શકે છે જે કોરોના સામે લડવામાં આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. હાલના સમયમાં કોરોનાની કોઈ ચોક્કસ વેકસીન નથી ત્યારે એકવાર કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીના શરીરમાં એન્ટીબોડી ઉતપન્ન થાય છે જે કોરોના સામે લડવા તૈયાર હોય છે એટલે પ્લાઝ્મા હાલ સર્વોત્તમ ઈલાજ બની શકે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરવા આવે ત્યારે સૌ પ્રથમ તેનું આર.ટી.પી.સી.આર. તપાસવામાં આવે છે જેથી તેના શરીરમાં રહેલા એન્ટીબોડીનો તાગ મેળવી શકાય અને પોઝિટિવ દર્દી જ્યારે નેગેટિવ નોંધાય તેના ૨૮ દિવસ બાદ પ્લાઝ્મા ડોનેટ કરી શકાય. ઉલ્લેખનીય છે કે જો કોઈ વ્યક્તિ ડાયાબીટીસ, બ્લડપ્રેસર કે હૃદયરોગ થી પીડાતો હોય તો તે વ્યક્તિ પ્લાઝ્મા ડોનેટ કરી શકે નહિ. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ ડોનેટ કરે ત્યારે તેમનું આઈ.જી.જી. અને આઈ.જી.એમ. ટેસ્ટ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે જ્યારે બ્લડ બેંકમાં પ્લાઝ્મા આવે ત્યારે બ્લડ બેંક તમામ કોવિડ હોસ્પિટલનો સંપર્ક કરીને જાણ કરવામાં આવશે જેથી હોસ્પિટલને જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સામાજિક ફરજના ભાગરૂપે પ્લાઝ્મા ડોનેટ કર્યું: ડો. જિગરસિંહ જાડેજા
વ્યવસાયે તબીબ ગોકુલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જિગરસિંહ જાડેજા કે જેઓ અગાઉ કોરોના પોઝિટિવ નોંધાયા હતા અને સ્વસ્થ થયાના ૨૮ દિવસ બાદ તેમણે પ્લાઝ્મા ડોનેટ કર્યું છે ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની જરૂરિયાત હોય અને તે વસ્તુ આપણી પાસે ઉપલબ્ધ હોય તો તે આપવી એ આપણી ફરજ છે અને ફરજના ભાગરૂપે જ મેં પ્લાઝ્મા ડોનેટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં હાલ સુધી લોકો આ બાબતથી અજાણ હતા અને જ્યારે ખબર પડી ત્યારે પ્લાઝ્માની ખૂબ જ તંગી છે. પ્લાઝ્મા કોરોના સામે લડવા માટે જે એન્ટીબોડીની જરૂરિયાત હોય છે તે માનવશરીરને પૂરું પાડે છે જેના કારણે પ્લાઝ્મા ડોનેટ કરવું જરૂરી છે કેમકે પ્લાઝ્મા એક વેકસીન તરીકે કામ કરે છે તો જ્યાં સુધી કોઈ વેકસીનની શોધ ન થાય ત્યાં સુધી તો પ્લાઝ્મા જ કોરોના સામે લડવા માટેનો એકમાત્ર વિકલ્પ છે. તેમણે અંતે અપીલ કરતા કહ્યું હતું કે આજે સમાજને નાનાથી માંડી મોટા તમામ વર્ગની મદદની જરૂર છે, આ સમય સાથે મળીને કોરોનાથી લડવાનો સમય છે ત્યારે સામાજિક ફરજના ભાગરૂપે લોકોએ પ્લાઝ્મા ડોનેટ કરવું જોઈએ.
કોરોનાથી ડરવાની જરૂર નથી,સાવચેતી રાખવી જરૂરી: નદીમભાઇ પ્રથમ પ્લાઝમા ડોનર
રાજકોટમાં પ્રથમ કોરોના પોઝિટવ આવ્યા પછી હું ઝડપથી સાજો થઇ ગયો. મારા પ્લાઝમાં ડોનેટથી કોઇકનું જીવન બચતું હોય તો મારે એ કરવું જ પડે, લોકોએ કોરાનાથીડરવાની જરુર નથી, પણ સાવચેતી રાખવી જરુરી છે. હું તમામ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયેલા તમામને અપીલ કરું છું કે તમે પણ તમારા પ્લાઝમા ડોનેટ કરીને કોઇકનું જીવન બચાવો, આજે ડોનેટ કર્યા બાદ મને ઘણી જ ખુશી છે.
પ્લાઝમા થેરાપી કોવિડ-૧૯ ના ગંભીર દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી ડો.નિશિથ વાછાણી: કવોલીટી મેનેજર લાઇફ બ્લડ સેન્ટર
કોવિડ ૧૯ વાઇરસ ઇન્ફેકટેડ વ્યકિત સાજા થયા બાદ ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. તેમના રકતનાં પ્લાઝમામાં કોરોના વિરુઘ્ધના એન્ટી બોડી હોય છે જે એફેરેસીસ ટેકનોલોજી દ્વારા અલગ કરી શકાય છે. ડોનરની વિવિધ તપાસ કરીને પછી જ તેનું પ્લાઝમાં લેવામાં આવે છે. આ પ્લાઝમાં કોરોનાની અસર થી ખુબ જ વધુ તબિયત કે ગંભીર દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી બને છે. વાયરસના પ્રતિકારરુપે શરીરની ઇમ્યુન સિસ્ટમ (રોગ પ્રતિકારક શકિત) બી. લિમ્ફોસાઇટ પ્લાઝના સેલ મારફત એન્ટી બોડી બનાવે છે.
રાજકોટનાં આંગણે છે આવી અધતન રકત સુવિધા
વૈશ્વિક સ્તરના એવોર્ડ વિનર રાજકોટની ‘લાઈફ બ્લડ સેન્ટર’
સમગ્ર એશિયામાંથી શ્રેષ્ઠ બ્લડ સેન્ટરનો એવોર્ડ ગત એપ્રીલ ૨૦૨૦માં લાઈફ બ્લડ સેન્ટરને મળેલ છે. અહી ‘નેટ’ ટેસ્ટીંગ સુવિધાથી રકતના સુક્ષ્માતિસુક્ષ્મઅંશનું પરિક્ષણ થતું હોવાથી રકત ચડાવતા લાગી શકતા ચેપનું જોખમ ઘટી જાય છે. અને રકત મેળવનારને સલામતી બક્ષે છે. ગુજરાતમાં આ પ્રકારની ટેસ્ટીંગ સુવિધા વસાવનાર લાઈફ બ્લડ સેન્ટર પ્રથમ છે. આ ઉપરાંત એકસ-રે-બ્લડ ઈરિડિએટર જેવા અધતન મશીન ૨૦૧૬થી જ સેન્ટરમાં કાર્યરત છે. આ સુવિધામાં ખૂબ ઓછી પ્રતિકારક શકિત ધરાવતા દર્દી, તાજા જન્મેલા બાળક, કેન્સરના દર્દી, અંગ પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને આ મશીનથી પ્રક્રિયાપામેલુ રકત ચડાવવું સલામત બને છે. એશિયામાં પ્રથમ આ મશિનને કારણે રકતદાતાએ આપેલ રકતમાં ખાસ પ્રકારનાં શ્ર્વેતકણો નિષ્ક્રીય બનાવે છે તેથી ર્કત સૌથી વધુ સલામત બને છે.