જયારે શ્રાધ્ધ પર્વની વાત કરવામાં આવે તો ભાદરવા સુદ-૧૫ (પૂનમ)થી વદ ૩૦ (અમાસ) આમ. ૧૬ દિવસ શ્રાધ્ધ પર્વ તરીકે મનાવવામાં આવે છે. તેમાં ખાસ કરીને પિતૃઓના ઋણમાંથી મુકત થવા પિતૃઓના આત્માના કલ્યાણ અને મોક્ષ માટે પિતૃતર્પણ કરવામાં આવે છે. અને તેમાં પણ કાગળાને વાસ નાખવા ઉપરાંત કુતરાને લાડુ ખવડાવવામાં આવે છે.
શ્રાધ્ધપર્વમાં આવી પરંપરાઓ સાથે વિજ્ઞાન કયાંકને કયાંક જોડાયું હોય તેવુ લાગ્યા વિના રહે નહી.. કારણ કે આ પરંપરા જેમ કે કાગળાને વાસ, વડ, પીપળાને પાણી તર્પણ, વગેરે સાથેની એક સાંકળ હોય તેવું પણ લોક મૂખે સાંભળવા મળે છે.
એમ કહેવાય છે કે કાગળા અને કુતરા માટે ગર્ભાધાન કરવા ભાદરવો માસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જયારે શ્રાધ્ધપર્વમાં પિતૃઓને નાખવામાં આવતી વાસ કાગળા આરોગે તો આ સમયે તંદુરસ્તી અનુભવે તે સ્વાભાનિક છે.
ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ આજ પણ આપણા તહેવારો, ધાર્મિક વિધી વિધાનો, સામાજીક અને આધ્યાત્મીક અવસરોની જાળવણી હર્ષોલ્લાસથી ધામધુમ પુર્વક ઉજવતા આવ્યા છીએ. દેશ અને અને દુનિયામાં મોટા ભાગે લોકો આવી બાબતો ને વળગી રહ્યા છે ત્યારે દેશના જુદા જુદા રાજયો જુદી જુદી પરંપરાઓ છે. તેમાં પણ અમુક પરંપરાઓની તો દેશના મોટાભાગના લોકોએ આજ દિવસથી જાળવણી કરી છે અને તેની જાળવણી થતી રહેશે. કારણ કે આપણા તમામ તહેવારો, ધાર્મિક વિધીઓ, માંગલિક પ્રસંગો દરમિયાન થતું પૂજય-અર્ચન દાન-ધર્માદા સાથે રીવાજો ના મિશ્રણથી વાતાવરણ પણ માંગિેલક હોવાનું આપણે અનુભવીએ છીએ.
એજ વાત શ્ર્વાન ને પણ લાગુ પડી શકે છે. વડ અને પીપળાના વક્ષો પર બેસી કાગળા એના ટેટાને આરોગે છે. અને કાગળાના ચરકથી વડ અને પીપળાના વૃક્ષના કોટા ફૂટે છે. અને ધીરે ધીરે એ વટોવૃક્ષ બને છે તેવુ પણ વડીલો પાસેથી સાંભળા મળે છે. અને મકાનોની દિવાલોમાં પણ ઘણી જગ્યાએ વૃડ અથવા પીપળાનુ વૃક્ષ જોવા મળે છે તે કદાચ આ વાત ની પુષ્ટિ કરે છે જયારે પિતૃને પાણી તર્પણ કરવા માટે ખાસ કરીને પીપળાને જ પ્રાધાન્ય આપવામાં આવે છે જયારે વડનું પૂજન કરવામાં આવે છે.
સામાન્ય રીતે જોઇએ તો લાડુ અને દુધની બનાવટની વાની એટલે કે ઈર, દુધપાક વગેરે માંથી મોટો ભાગના તમામ વિટામીટ મળી રહે જેથી આ વાનગીઓને શ્રાધ્ધ પક્ષમાં ખાસ પાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું માની શકયા ખરૂ…
જોકે સાડા પાંચ હજાર વર્ષથી ચાલી આવતી આ પરંપરાને લોકો વિજ્ઞાન તર્ક વગેરે સાથે સરખાવતા હોવા છતાં એક વાત તો સ્વીકારવીજ રહી કે…આપણે કોઇનું સામાન્ય કાર્ય કર્યુ હોય તો પણ તેની પાછળ અપેક્ષાની ભાવના છુપાયેલી હોય છે અને તે સ્વાભાવીક પણ છે.આપણું શરીરએ આપણ પુર્વજોની દેન છે. તો આપણે જગતમાં જલ્સા કરીએ તો વર્ષમાં એક વખત તો આપણા પૂર્વજો આપણી પાસે કમસે કમ જલ તર્પણ નીતો અપેક્ષા રાખે કે નહી…? પિતૃ દેવો ભવ…
૧૬ શ્રાધ્ધની પરંપરા
હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આપણા ઋષિ મુનિઓ દ્વારા ૧૬ શ્રાધ્ધ અંગેની વ્યાખ્યામાં લોકો માટે ઘણી છુટછાટો પણ આપવામાં આવી છે. ઘણા શાસ્ત્રી આચાર્યના મતે પૂર્વજોના સ્વધામની તીથી કદાચ યાદ ન હોય તો શું કરવું? તેના માટેની પણ છણાવટ કરાઇ છે. જેમ નોમનું શ્રાધ્ધ (ડોસીનોમ), બારસનું (બાળા ભોળા-બાળકો માટેનું), આ તીથીઓ દરમ્યાન કદાચ શ્રાધ્ધ કરી શકાય તેમ ન હોય તો શ્રાધ્ધ પક્ષનો છેલ્લો દિવસ એટલે અમાર જેને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે પણ શ્રાધ્ધ કરી શકાય. આમ પિતૃઓના આત્મ કલ્યાણર્થે મોક્ષાર્થે શ્રાધ્ધ પક્ષમાં પિતૃ તર્પણ કરવામાં આવે તો પરિવાર પર પિતૃઓની કાયમ અમિદ્રષ્ટિ બની રહે તેવી પણ એક માન્યતા છે..