આ વર્ષે આમ જુઓ તો સળંગ છેલ્લા બે માસથી સ્કુલ અને કોલેજો બંધ છે. ઓનલાઈન શિક્ષણ અને વેબીનારથી કંઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. પરંતુ બાળકને સમાજમાં એક આદર્શ નાગરિક તરીકેની ઓળખ અપાવવા ભણતરની સાથોસાથ ગણતર પણ એટલું જ જરૂરી છે. ઘરના દરેક વડીલોએ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી પ્રેકયીકલ જ્ઞાન આપવું જોઈએ જેથી બાળકોનો સમય પણ અલગ રીતે પસાર થાય અને બાળક મોબાઈલ, ટીવી ગેઈમથી થોડુ દૂર રહી શકે બાળકોને કરાવવા જેવી વિવિધ પ્રેકટીકલ પ્રવૃત્તિઓ જેમકે બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો, બાળકોને છાપામાંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો, દીવાલ, ચપ્પલ, ફર્નીચરમાં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે શીખવાડો, ઈસ્ત્રી, કુકર,ગીઝર,મિક્સર, ઓવન, સૂર્ય કુકર, ઘરઘંટી વોશિંગ મશીનનો ઉપયોગ કરતા શીખવાડો, વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય, પ્રાયોગિક જાણકારી આપો, ગેસનું સીલીન્ડર કેમ ફીટ કરાય, કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો, રેલ્વે, બસોનું સમયપત્રક કેમ જોવાય તેમજ ઓનલાઈન બુકિંગ કેમ કરાય શીખવાડો, કચરો વાળતા આવડે, ક્યાં કેવી સાવરણી વપરાય, કયા સાવરણો વપરાય, તે સમજાવો.
શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય, શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો, ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો, ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો, નકશાનો અભ્યાસ કરી શહેર ,જીલ્લા રાજ્ય દેશ દુનિયાની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા સમજાવો. કઈ ઋતુમાં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો, શેતરંજી, પથારી કેમ પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો, પોતાનો તેમજ પોતાના પરિવારનો યોગ્ય તેમજ સન્માનપૂર્ણ રીતે પરિચય કેમ અપાય, સમજાવો, બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા, સંકેલતા આવડે એ જરૂરી છે, કુંડામાં કે જમીનમાં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો, ઇંચ, ફૂટ, મીટર ,ઉચાઈ લંબાઈ કેમ મપાય, જુદા જુદા વજનની સમજુતી તેમજ સંબંધ જાણે. તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી આપો. ઘરના જરૂરી કાગળો, સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો, કઈ ઓફીસમાં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમની તાલીમ આપો, તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો. વિશેષતા બતાવો. સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન કરવું, તેનો નિયમિત અભ્યાસ સતત કરાવવો, જેથી માનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ, મુલ્યો આવશે. આ નાની નાની વાતોથી બાળક તેમજ મોટાને પણ પરિવાર લક્ષી, સમાજ લક્ષી જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે, અહી આપેલ મુદ્દાને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે.