આજકાલ ગ્રાફિક પ્રિન્ટ્સ માત્ર ડ્રેસ કે ટોપ્સ સુધી સીમિત ન રહેતાં જેકેટ્સ અને ટ્રાઉઝર્સમાં પણ છૂટી ઉપયોગમાં લેવાઈ રહી છે એી જોવામાં ઘણી બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ લાગતી આ પ્રિન્ટ્સ સો એક્સપરિમેન્ટ કરો એ પહેલાં એને ઉપયોગમાં લેવા માટેના કેટલાક નિયમોને જાણી લેવા વધુ ઇચ્છનીય છે   ક્લાસિક પોલકા ડોટ્સી માંડી બ્લેક ઍન્ડ વાઇટ ઝીબ્રા પ્રિન્ટ, ફ્લોરલ પ્રિન્ટ, સ્ટ્રાઇપ્સ વગેરે જેવી ગ્રાફિક પ્રિન્ટ્સ આજકાલ લેટેસ્ટ ફેશન-ટ્રેન્ડ બની ગઈ છે. છેલ્લા ોડા સમયી આપણે ત્યાં દીપિકા પાદુકોણ, કરીના કપૂર તા વિદ્યા બાલન જેવી ઘણી સેલિબ્રિટી વિવિધ ફંક્શન્સમાં આવી ગ્રાફિક પ્રિન્ટ્સ ધરાવતાં આઉટફિટ્સમાં જોવા મળી હતી. સામાન્ય રીતે બ્લેક ઍન્ડ વાઇટના કોમ્બિનેશની લઈને બ્લુ, ગ્રીન, રેડ અને યલો જેવા બ્રાઇટ કલર્સમાં મળતી આ પ્રિન્ટ્સ તરત જ કોઈનું પણ ધ્યાન ખેંચી લે એવી આકર્ષક હોય છે, પરંતુ એને પહેરવાની યોગ્ય સ્ટાઇલની ખબર ન હોય તો ક્યારેક ફેશન-બ્લન્ડર પણ ઈ શકે છે. માટે જ આ નવો ટ્રેન્ડ ફોલો કરતાં પહેલાં એને ઉપયોગમાં લેવાના કેટલાક રૂલ્સ જાણી લેવા હિતાવહ છે.

રૂલ નંબર ૧ : અત્યંત મોડર્ન, સ્માર્ટ અને ફેશનેબલ લાગતી આ પ્રિન્ટ પહેરતી વખતે પ્રમાણભાન જાળવી રાખવું અત્યંત જરૂરી છે એટલે કે ગાર્મેન્ટની સાઇઝ પ્રમાણે પ્રિન્ટની પસંદગી કરવી આવશ્યક છે. જેમ કે તમે જો આ પ્રિન્ટ માત્ર સ્કર્ટ કે સ્કાર્ફ પર જ ટ્રાય કરવા માગતાં હો તો બને એટલી ઝીણી પ્રિન્ટ પસંદ કરો, પરંતુ જો ઇરાદો આખો ડ્રેસ આવા પ્રિન્ટેડ મટીરિયલનો બનાવવાનો હોય તો ોડી મોટી ડિઝાઇન પણ ઉપયોગમાં લઈ શકાય.

રૂલ નંબર ૨ : પ્રિન્ટ પસંદ કરતી વખતે તમારી બોડીના શેપને ધ્યાનમાં લેવાનું ભૂલવું નહીં. જો તમે હોલીવુડની કેટ વિન્સલેટ કે બોલીવુડની કરીના કપૂર જેવું પ્રમાણસર કર્વી બોડી ધરાવતાં હો તો મોટી પ્રિન્ટ ટ્રાય કરવામાં કશો વાંધો ની, પરંતુ જો તમે વિક્ટોરિયા બેકહેમ કે અમિતા રાવ જેવી સ્લિમ ફ્રેમ ધરાવતાં હો તો બને એટલી ઝીણી પ્રિન્ટ પસંદ કરવામાં જ સાર છે. એ સિવાય જેમનું શરીર ભરાવદાર છે તેઓ નાની પ્રિન્ટ પસંદ કરીને પાતળાં હોવાનો આભાસ પણ ઊભો કરી શકે છે. એવી જ રીતે ઊભી પ્રિન્ટ વ્યક્તિ પાતળી હોવાનો અને આડી પ્રિન્ટ વ્યક્તિ પહોળી હોવાનો ભ્રમ ઊભો કરતી હોવાનું સત્ય પણ ક્યારેય ભૂલવું ન જોઈએ.

રૂલ નંબર ૩ : ફેશનનો સૌી મોટો નિયમ જ એ છે કે એક સમયે માત્ર એક જ વસ્તુ હાઇલાઇટ કરવી. એી ગ્રાફિક પ્રિન્ટ ધરાવતું કોઈ પણ ગાર્મેન્ટ પસંદ કર્યું હોય પછી એ સ્કર્ટ હોય, ટોપ હોય, પેન્ટ હોય કે જેકેટ; એની સોનું બીજું ગાર્મેન્ટ વાઇટ, ક્રીમ, બેજ કે પછી ઓછામાં ઓછું સિંગલ કલરનું અને પ્લેન હોય એનું ખાસ ધ્યાન રાખવું. જેમ કે આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડ ગણવામાં આવતાં ગ્રાફિક ડિઝાઇનવાળાં ટ્રાઉઝર્સ પ્લેન વાઇટ શર્ટ સો બેસ્ટ લાગે છે. એવી જ રીતે ઝીબ્રા પ્રિન્ટ, ફ્લોરલ કે પોલકા ડોટ્સ ધરાવતાં ટોપ્સ બ્લુ ડેનિમ સો પહેરવાી સરસ કેઝ્યુઅલ લુક તૈયાર ઈ જાય છે.

રૂલ નંબર ૪ : ગ્રાફિક ડિઝાઇન ધરાવતો ડ્રેસ પહેરતી વખતે ઍક્સેસરી પણ બને એટલી મિનિમમ રાખવી. ગળામાં એકાદ ગોલ્ડ કે સિલ્વર કલરનો બોલ્ડ નેકલેસ; પગમાં બ્લેક, વાઇટ કે બેજ કલરના સિલેટોઝ, સાદી હેરસ્ટાઇલ અને મિનિમમ મેક-અપ લોકોનું ધ્યાન બરાબર ત્યાં જ ખેંચશે જ્યાં એ જવું જોઈએ. તમે ઇચ્છો તો હોઠ પર બોલ્ડ રેડ લિપસ્ટિક લગાડી, હામાં નિયોન કલર્સનું એકાદ ક્લચ રાખી આખા લુકને વધુ સેક્સી બનાવી શકો છો.  એક્સપરિમેન્ટ કરો ત્યારે આટલું ધ્યાન રાખો

અલબત્ત સ્વભાવે જો તમે વધુ એક્સપરિમેન્ટ કરનારી વ્યક્તિઓમાંના હો તો તમે ગ્રાફિક પ્રિન્ટ ધરાવતાં સ્કર્ટ કે પેન્ટની સો એટલું જ પ્રિન્ટેડ શર્ટ, ટોપ કે બ્લાઉઝ પણ પહેરી શકો છો, પરંતુ એમ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું ન ભૂલવું.

(૧) ઉપર-નીચે બન્ને ગાર્મેન્ટનું કલર-કોમ્બિનેશન એક જેવું હોવું જરૂરી છે, જેમ કે ગ્રીન કલરની ફ્લોરલ ડિઝાઇન ધરાવતું બ્લાઉઝ ગ્રીન પોલકા ડોટ્સ અવા ગ્રીન સ્ટ્રાઇપ્સ ધરાવતાં સ્કર્ટ સાે પહેરી શકાય. આમાં તમે ઇચ્છો તો એક જ કલરના વિવિધ શેડ્સનો ઉપયોગ કરી શકો છો.  (૨) એક વધુ પ્રયોગ તરીકે તમે ફ્લોરલ વિ ફ્લોરલ, સ્ટ્રાઇપ્સ વિ સ્ટ્રાઇપ્સ અવા પોલકા ડોટ્સ વિ પોલકા ડોટ્સ પણ અપનાવી શકો છો, પરંતુ એવું કરતી વખતે બન્ને ગાર્મેન્ટની પ્રિન્ટની સાઇઝ નાનીમોટી કરી દેવાનું ચૂકવું નહીં.

(૩) સ્કર્ટ અને ટોપ બન્ને મિક્સ ગ્રાફિક ડિઝાઇનવાળાં હોય ત્યારે ઍક્સેસરીનો ઉપયોગ બને એટલો ઓછો કરવો. વધુમાં વધુ ગળામાં એકાદ બોલ્ડ રંગનો નેકલેસ કે હામાં બોલ્ડ રંગનું ક્લચ રાખી શકાય, પરંતુ આ ઍક્સેસરી પણ વધુ ડીટેલિંગ વગરની બને એટલી પ્લેન હોય તો વધુ સારું.  (૪) જો તમે એકદમ શ્યોર ન હો તો બીજી બધી ગ્રાફિકલ ડિઝાઇન્સમાં પડવા કરતાં માત્ર ફ્લોરલ અને સ્ટ્રાઇપ્સને જ વળગી રહો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.