ભાજપના આઈટી અને સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય ઇન્ચાર્જ  અમિત માલવયા એક દિવસ ગુજરાતના પ્રવાસે હતા. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે  તેમણે ત્રણ વિવિધ બેઠકો યોજી હતી. જેમાં પ્રદેશ આઇટી સેલના ક્ધવીનર  નીખિલભાઈ પટેલ સહ ક્ધવીનર  મહેશભાઈ મોદી તેમજ સોશિયલ મીડિયાના સહ ક્ધવીનર   મનનભાઈ દાણી ની ખાસ ઉપસ્થિતિ હતી .

પહેલી બેઠક ઝોન ઇન્ચાર્જ- સહ ઇન્ચાર્જ, પ્રદેશના કારોબારી સભ્ય અને દરેક મોરચાના સોશિયલ મીડિયાના આઈટીના ઇન્ચાર્જ સાથે યોજી હતી. બીજી બેઠક જિલ્લાના ઇન્ચાર્જ -સહ ઇન્ચાર્જ અને વિધાનસભાના ઇન્ચાર્જ સાથે બેઠક યોજી હતી. ત્રીજી બેઠક સોશિયલ મીડિયા વોલેન્ટિયર સાથે બેઠક યોજી હતી.આમ કુલ ત્રણ બેઠક યોજવામાં આવી હતી.  આગામી ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું ,કઈ રીતે રણનીતિ બનાવીને કામ કરવું એ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે ચૂંટણી સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે   પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ   અમિતભાઈ માલવયાએ  કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી.

સતત ત્રણ બેઠકો તેમને કરીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આવનારા સમયમાં સોશિયલ મીડીયાના ઉપયોગથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલી કામગીરીને લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. તેમજ સંગઠન મજબૂત કેવી રીતે કરવું તે અંગે પણ કાર્યકરોને માહિતી આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.