નારંગી ગુણોનો કૂવો છે. આમાં વિટામિન સી અને ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે જે તમારા શરીરને ખુબ ફાયદાકાર છે. પરંતુ આની છાલમાં પણ ઓછા ગુણ નથી. છાલમાં પણ સેંકડો ગુણ છુપાયેલા છે.આવો જાણીએ નારંગીના છાલના કેટલાક અદભુત ફાયદા.
વિટામિન અને ખનીજ થી ભરપૂર
નારંગીની છાલમાં વિટામિન્સ અને ખનીજ પુષ્કળ માત્રામાં હોય છે. આમાં રહેલા વિટામિન મસ્તિષ્ક સંબધિત અનેક વિકારોને દૂર કરે છે જેમ કે ડિપ્રેશન, તનાવ, ચિંતા, માઈગ્રેન વગેરે. વિટામિન બી તમારા નર્વસ સિસ્ટમ ને પણ સ્વસ્થ રાખે છે.
નારંગીની છોલમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં રહેલો છે, જે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને જેના કારણે રોગો તમારાથી દૂર જ રહે છે. વિટામીન સી રહેવાથી કોઈ પણ રોગ તમને સરળતાથી શિકાર નહિ બનાવી શકે છે. વિટામિન સી તમારી ત્વચાને જવાન અને ચમકદાર બનાવી રાખે છે. આ વિટામિન તમારા વાળને પણ મજબૂતી આપે છે, વાળને ખરતા રોકે છે અને વાળ ભરાવદાર અને કાળા બનાવે છે.
નારંગી છાલમાં વિટામિન એ પણ ઘણી માત્રામાં જોવા મળે છે જે તમારી આંખને તંદુરસ્તી પ્રદાન કરે છે. આ તમારી આખીની રોશની વધારે છે અને અને આખની આસપાસ કરચલી પડતા પણ રોકે છે. આ વિટામિન તમારા શરીરને રક્ત પરિભ્રમને પણ સારું કરે છે જેનાથી તમે હમેશા સ્વસ્થ રહો છો. આ વિટામિન તમારા વાળને પણ મજબૂતાઈ આપે છે જેનાથી તમારા વાળ ભરાવદાર થઇ જાય છે અને જલ્દી ખરતા નથી.
કેલ્શિયમ થી ભરપૂર
નારંગીનાં છોતરામાં કેલ્શિયમ પુષ્કળ માત્રામાં હોય છે જે તમારા હાડકાની તંદુરસ્તી માટે અતિ આવશ્યક છે. આનાથી તમારા હાડકા મજબૂત રહે છે તથા તમને ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો પણ નહિ થાય.
નારંગી છાલમાં ઘણા એવા ગુણ મળી આવે છે કે જે હદય ની બીમારીઓ દૂર રાખે છે અને આ રીતે આનું સેવન કરવા વાળો વ્યક્તિ હાર્ટ અટેક, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોથી બચી શકો છો. આ બધાનું એક પ્રમુખ કારણ એ છે કે નારંગી છાલ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે જેના કારણે તમારું લોહી વાહિનીયા પ્લેક થી અવરોધક નહિ થાય અને તમારા શરીરમાં રક્ત સંચાર સુચારુ રૂપ થી થવા લાગે
કબજિયાતમાં ફાયદાકારક
નારંગી છાલમાં પેક્ટિન જોવા મળે છે જેને પ્રાકૃતિક ફાઈબર ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આના કારણે તમારા પેટની બધી બીમારી દૂર રહે છે. આ કબજિયાતને દૂર રાખવા માટે ખુબ ફાયદાકારક છે.
નારંગી છાલના એવા ગુણ હોય છે જે તમારી ભૂખને નિયત્રંણમાં રાખે છે અને વજન વધવા નથી દેતું. જેનું વજન વધી ગયું છે તેમની માટે આ ખુબ ઉપયોગી છે કારણ કે પ્રાકૃતિક રૂપથી આ વજન ઓછું કરે છે. તમારા શરીરને વગર કોઈ નુકશાને.
કેન્સરથી બચાવે છે.
નારંગીછાલ તમને ફેફસાના કેન્સરથી બચાવે છે. આના સિવાય આ સ્તન કેન્સર, કોલોન કેન્સર, પેટનું કેન્સર, ગળાનું કેન્સર વગેરેથી પણ તમને બચાવે છે.
આનો પ્રયોગ કેવી રીતે કરશો?
તમે નારંગી છાલને સુકવીને તેની ચા બનાવીને પી શકો છો જેનાથી તમારું વજન ઓછું થઇ શકે છે અને તમને અન્ય લાભ પણ મળશે. નારંગી છોલને સૂકવીને તેનું પાઉડર તૈયાર કરી દેવામાં આવે છે પછી તેને ચામાં પીવામાં આવે છે કે અન્ય ખાદ્ય પદાર્થની સાથે. મેડિકલ સ્ટોર્સમાં આનો પાઉડર અને ઉપયોગની વિધિની સાથે ઉપલબ્ધ રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com