જબ પ્યાર કિયા તો ડરના ક્યાં…તમારા પ્રેમ માટે માતા-પિતાની સહમતી મેળવો આ રીતે…
આજકાલ પ્રેમ પણ છાપા જેવો થયી ગયો છે જેમાં આજ માટે તાજો અને આવતી કાલ માટે જૂનો થયી જાય છે. પરંતુ એવા પણ કેટલાક પ્રેમીઓ હોય છે જેને ખરેખર તેના સંબંધો પ્રત્યે સાચી લાગણી હોય છે અને જીવનભર સાથે રહેવું હોય છે. વર્તમાન સમયની યુવાપેઢી પોતાના નિર્ણયો જાતે લેતા શીખી છે અને તેને તે નિર્ણય પર પૂરો વિશ્વાસ પણ છે.
એ નિર્ણય તેના અભ્યાસનો હોય, કારકિર્દીનો હોય કે પછી જીવનસાથીની પસંદગી બાબતેનો હોય તે જાતે જ નક્કી કરવા ઈચ્છે છે કે તેને કોની સાથે લગ્ન કરવા. આ બાબત તેઓ એ પણ ઇચ્છતા હોય છે કે આ નિર્ણયમાં તેના માતા-પિતા પણ સહમત થાય અને તે આવનાર સભ્યને તેઓ દિલથી સ્વીકારે , જેના માટે એકલીક એવી બાબતો છે જે રીતે તેને માતા-પિતા સામે એ વ્યક્તિની ઓળખાણ કરાવવી જોઈએ…???
એકબીજાને સંપૂર્ણરીતે ઓળખો…
પ્રેમ એવી લાગણી છે જે કોઈ પણ પ્રતીભાવ વગર કે પ્રતિક્રિયા વગર બસ થયી જાય છે પરંતુ પ્રેમને જ્યારે કોઈ નામ આપવા જય રહ્યા છો ત્યારે આંધળા પ્રેમી બનવા કરતાં બંને વ્યક્તિ એકબીજાને સારી રીતે ઓળખી અને બંનેની ઈચ્છા હોય તો જ એ સંબંધમાં આગળ વધવાનો નિર્ણય લેવો જોઈએ.
આ ઉપરાંત એ બાબતે પણ તમારે સ્પષ્ટ દ્રષ્ટિકોણ રાખવો જોઈએ કે જે વ્યક્તિને તમે પસંદ કરી છે તે તમારા માટે યોગ્ય પસંદગી છે કે નહી? ત્યાર બાદ જ પરિવાર સાથે તે બાબતે વાત કરવી જોઈએ.
જ્યારે પણ આ રીતે તમારા રિલેશન અને નિર્ણય બાબતે ધર્મ વાત કરવાની હોય ત્યારે સૌ પ્રથા એવી વ્યક્તિની સાથે વાત કરવી જોઈએ જે વ્યતિ સાથે તમે તમારી દરેક વાત શેર કરતાં હો છો. અનેકવાર એવું પણ બનતું હોય છે કે માતા-પિતા એ વાત માટે તૈયાર નથી હોતા અને અચાનક એ બાબતની વાત થાય તો તે જલ્દીથી એ વાતને સ્વીકારી નથી શકતા હોતા.
પ્રેમ જેવી બાબતમાં ધીરજ રાખવી ખુબજ જરૂરી છે.
તમે જે વ્યકિને પ્રેમ કરો છો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છો છો તેવા સમયે માતા-પિતાની મંજૂરી પણ ઇચ્છતા હોવ તો તે માતા-પિતા સમક્ષ પહેલા એ વ્યક્તિના સારા ગુણ વિષે વાત કરવી જરૂરી છે ત્યાર બાદ ધીમે ધીમે કઈ પણ ખામી હોય તો તેને સાવ નિરાતે કહેવાની આવે છે.
આટલું કર્યા બાદ માતા-પિતા એ વ્યક્તિ વિષે શું વિચારે છે એ પણ જાણવાની કોશિશ કરવી. અને હ તે વ્યક્તિને માતા-પિતાને મળવવાની ઉતાવળ તો ક્યારેય ન કરવી. તમારા સાથીની મુલાકાત ત્યારે જ કરવો જ્યારે સામેથી સકારાત્મક રીતે આવકાર મળતો હોય.
પ્રેમને જ્યારે કઈક નામ આપવું હઓય અને તેના માટે પરિવારની મંજૂરી જોતી હોય તેવા સમયે બંને પ્રેમીએ એકબીજાના પરિવારને સમજવા ખુબજ જરૂરી છે તદુપરાંત જ્યારે પણ પરિવારને એબબતે વાત કરો છો ત્યારે પણ સાથીના પરિવારની માહિતી આપવી પણ એટલી જ જરૂરી છે.
પરીવાર અને પ્રેમી બંને સાથે પારદર્શકતા નિભાવવી જોઈએ અને કોઇથી પણ કઈ છુપાવવું ના જોઈએ, જો એવું થાય છે તો ભવિષ્યમાં એ બાબતે તમારે જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.