માનવામાં આવ છે કે બાળકની પહેલી સ્કુલએનું ઘર હોય છે. અને તેના માતાપિતાથી આગળ એના ટીચર હોય છે. જેમા બાળકને જીંદગીના અનેક સારા ખરાબ અનુભવોનું જ્ઞાન આપે છે. માતા-પિતા બાળકને દરેક વસ્તુ શીખવા તેમજ દેખાડવા ઇચ્છતા હોય છે તેના ભવિષ્ય માટે ચિંતીત હોય છે પરંતુ સૌથી મોટી વાત બાળકને પૈસાનું મહત્વ શીખવાનું જરૂરી બની ગયુ છે.
– પોતાના બાળકને પૈસાનું મહત્વ શીખવાડવાની જવાબદારી મુખ્યત્વે માતાપિતાની હોય છે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે પોતાના બાળકને સરળ રીતે પૈસાની બચત અને તેનો ઉપયોગ કરતા ૪ રીતોથી શીખીશું…
(૧) પિગ્ગી બેંક :-
પિગ્ગી બેંક આપવાથી ,બાળક પોતાના પૈસાનું બચત સરળ રીતે કરી શકશે જેથી તેને એના પસંદનું માતાપિતાએ પિગ્ગી બેંક લઇ આપવું જોઇએ.
(૨) હિસાબનું ટોટલ :-
મહિને થતા હિસાબોનું લિસ્ટ અને બજેટ તેની સમક્ષ રજુ કરવુ અને હિસાબનું ટોટલ કરાવું જોઇએ.
(૩) બોર્ડ ગેમ :-
બાળકને એક એવી બોર્ડ ગેમ ખરીદી આપવી જેમા તે પૈસાનું સિદ્ધાંત સમજી શકે.
(૪) મની કપ્સ :-
જેમા ત્રણ કે ચાર કાગળના ટુકડા, માર્કર કે પ્લાસ્ટીક કપ તેમા થોડા સિક્કા ક્રમ અનુસાર રાખીને દરેક મુલ્યની માહિતી પુછો તેમજ સમજાવો.
– આમ બાળક પૈસાનું મહત્વ ,બચત અને તેની ઉપયોગીતા સમજી શકશે.