ગરમીમાં વાળ, આંખ અને ત્વચાની કાળજી રાખતી વખતે નખની સંભાળ લેવી પણ એટલી જ જરૂરી
શરીરમાં નખ સૌથી વધુ અવગણાતા હોય છે. ચહેરાના સારા દેખાવ માટે એને ફેશવોશ અને અનેક પ્રોડક્ટ યુઝ કરો છો, પરંતુ એમાં નખનો ભોગ લેવાય છે. ત્વચાની જેમ જ નખને પણ કાળજીની જરૂર પડે છે. નખને હેલ્ધી બનાવવા માટે અજમાવી આ સરળ ઉપાય.
મસાજ
તમારા નખ બટકી ન જાય અથવા તૂટી ન જાય એ માટે એને નરમ રાખવા મસાજ કરો. ઑઇલ અથવા બદામના તેલથી મસાજ કરો. આ મસાજ તમારે દરરોજ કરવાનો રહેશે. આ પ્રક્રિયા દરમ્યાન તમને તરત જ નખમાં ફરક દેખાશે.
એસિટોન ન વાપરવું
એસિટોન (એક પ્રકારનું રસાયણ) બેઝ્ડ નેઇલ-પોલિશ રિમૂવરનો ઉપયોગ ઘટાડો. જેટલી વખત તમે એસિટોન લગાવો એટલી વખત તમારા નખનું એક સ્તર ઓછું થાય છે. એને કારણે નખ પાતળા અને બટકણા બની જાય છે એથી રિમૂવર કે નેઇલ-પોલિશ ખરીદતી વખતે એમાં ઉપયોગ થયેલી વસ્તુઓની નોંધ જરૂર લેવી.
બફિંગ
બફિંગ એટલે કે નખ ચમકાવવા. ઘણા લોકો બફિંગનું મહત્વ સમજતા નથી અને એને અવગણે છે. બફિંગ કરવાથી નખની સખતાઈ દૂર થાય છે અને એ શ્વાસ લઈ શકે છે. આ ઉપરાંત તે નખને ચમક આપે છે.
વેસલિન
ક્યુટિકલ એટલે નખના મૂળ પાસેની ચામડી બહુ જ સંવેદનશીલ હોય છે. રાતે સૂતાં પહેલાં નખ પર વેસલિન લગાવીને ગ્લવ્ઝ પહરીને સૂઈ જાઓ. એક અઠવાડિયા સુધી આવી રીતે કરો અને ફરક જુઓ. ક્યુટિકલ બહુ જ નરમ પડી જશે.
મીઠાનું મેજિક
નખને મજબૂત બનાવવા માટે હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખો અને પાંચ મિનિટ સુધી હથને બોળી રાખો. અઠવાડિયામાં ત્રણેક વખત આમ કરશો એટલે તમારા નખ બટકતા કે તૂટતા બંધ ઈ જશે.
શેમ્પૂથી બચો
તમે માનો કે ન માનો, પણ અમુક શેમ્પૂમાં ડિટર્જન્ટની માત્રા બહુ જ ઉચ્ચ હોય છે, જેને લીધે નખ તરત જ તૂટી જાય છે. જો તમારા નખ વારંવાર તૂટતા હોય તો એનું કારણ તમારું શેમ્પૂ પણ હોઈ શકે છે. નખને બચાવવા શેમ્પૂ બદલવાનો વિકલ્પ પણ ધ્યાનમાં લેવો જોઈએ. શેમ્પૂની સામગ્રીમાં ડિટર્જન્ટનું પ્રમાણ ઓછું હોય એવું પસંદ કરવું.
મેટલ ફાઇલર
નખને આકાર આપવા માટેનું આ સાધન તમારા નખની કિનારીઓને સ્મૂ બનાવવામાં મદદરૂપ થશે. ઘણી વાર નખ કિનારીએી જરાક જ તૂટે એટલે આખો નખ કાપી નાખવો પડે છે. તો ફાઇલર નખની કિનારીને મેનેજ કરવામાં મદદરૂપ બને છે.
મોઈશ્ચર જરૂરી
જો તમે નિયમિત સ્વિમિંગ કરતા હો તો સ્વિમિંગ-પૂલના પાણીમાં રહેલો ક્લોરિન અને તાપ બન્ને નખને એકદમ નબળા બનાવી દેશે. એી તમારા ક્યુટિકલ્સ, નખ અને એની આસપાસની ત્વચાને મોઇસ્ટ રાખવી.
આહાર
શરીરના કોઈ પણ અંગની કાળજીમાં આહાર મુખ્ય ભાગ ભજવે છે એવી જ રીતે નખને સાચવવા માટે વધુ પાણી પીઓ. ગાજર અને સ્ટ્રોબેરીમાં રહેલાં વિટામિન્સ મદદરૂપ થશે. એ સિવાય દૂધ અને અન્ય ડેરી-પ્રોડક્ટ્સ તમારામાં કેલ્શિયમનું પ્રમાણ વધારશે.
નેઇલ પેઇન્ટ
નેઇલ પેઇન્ટ કરો ત્યારે હંમેશાં બે કોટિંગ થાય એનું ધ્યાન રાખવું. આનાી નખ સહેલાઈી તૂટશે નહીં. નેઇલ પેઇન્ટ નખને અન્ય બાહ્ય પરિબળોી પણ બચાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com