ત્વચા, આંખો અને વાળ પર ગરમી અત્યાચાર કરી રહી છે ત્યારે આપણા નાજુક નખ કેવી રીતે બચી શકે. એટલે વાળ, આંખ અને ત્વચાની કાળજી રાખતી વખતે નખની સંભાળ લેવી પણ જરૂરી છે
શરીરમાં નખ સૌી વધુ અવગણાતા હોય છે. ચહેરાના સારા દેખાવ માટે એને ફેશવોશ અને અનેક પ્રોડક્ટી ધુઓ છો, પરંતુ એમાંય નખનો ભોગ લેવાય છે. ત્વચાની જેમ જ નખને પણ કાળજીની જરૂર પડે છે. નખને હેલ્ધી બનાવવા માટે અમુક સરળ ઉપાય અજમાવી જુઓ.
મસાજ
- તમારા નખ બટકી ન જાય અવા તૂટી ન જાય એ માટે એને નરમ રાખવા મસાજ કરો. વિટામિન-ચ્ ઑઇલ અવા બદામના તેલી હળવેકી મસાજ કરો. આ મસાજ દરરોજ કરો. તમને તરત જ નખમાં ફરક દેખાશે.
એસિટોન ન વાપરવું
- એસિટોન (એક પ્રકારનું રસાયણ) બેઝ્ડ નેઇલ-પોલિશ રિમૂવરનો ઉપયોગ ઘટાડો. જેટલી વખત તમે એસિટોન લગાવો એટલી વખત તમારા નખનું એક સ્તર ઓછું ાય છે. એને કારણે નખ પાતળા અને બટકણા બની જાય છે એી રિમૂવર કે નેઇલ-પોલિશ ખરીદતી વખતે એમાં ઉપયોગ યેલી વસ્તુઓની નોંધ જરૂર લેવી.
બફિંગ
- બફિંગ એટલે કે નખ ચમકાવવા. ઘણા લોકો બફિંગનું મહત્વ સમજતા ની અને એને અવગણે છે. બફિંગ કરવાી નખની સખતાઈ દૂર ાય છે અને એ શ્વાસ લઈ શકે છે. એના આ કામ સિવાય એ નખને ચમક આપે છે.
વેસલિન
- ક્યુટિકલ એટલે નખના મૂળ પાસેની ચામડી બહુ જ સંવેદનશીલ હોય છે. રાતે સૂતાં પહેલાં નખ પર વેસલિન લગાવીને ગ્લવ્ઝ પહરીને સૂઈ જાઓ. એક અઠવાડિયા સુધી આવી રીતે કરો અને ફરક જુઓ. ક્યુટિકલ બહુ જ નરમ પડી જશે.
મીઠાનું મેજિક
- નખને મજબૂત બનાવવા માટે હૂંફાળા પાણીમાં ોડું મીઠું નાખો અને પાંચ મિનિટ સુધી હાને બોળી રાખો. અઠવાડિયામાં ત્રણેક વખત આમ કરશો એટલે તમારા નખ બટકતા કે તૂટતા બંધ ઈ જશે.
શેમ્પૂથી બચો
- તમે માનો કે ન માનો, પણ અમુક શેમ્પૂમાં ડિટર્જન્ટની માત્રા બહુ જ ઉચ્ચ હોય છે, જેને લીધે નખ તરત જ તૂટી જાય છે. જો તમારા નખ વારંવાર તૂટતા હોય તો એનું કારણ તમારું શેમ્પૂ પણ હોઈ શકે છે. નખને બચાવવા શેમ્પૂ બદલવાનો વિકલ્પ પણ ધ્યાનમાં લેવો જોઈએ. શેમ્પૂની સામગ્રીમાં ડિટર્જન્ટનું પ્રમાણ ઓછું હોય એવું પસંદ કરવું.
મેટલ ફાઇલર
- નખને આકાર આપવા માટેનું આ સાધન તમારા નખની કિનારીઓને સ્મૂ બનાવવામાં મદદરૂપ શે. ઘણી વાર નખ કિનારીએી જરાક જ તૂટે એટલે આખો નખ કાપી નાખવો પડે છે. તો ફાઇલર નખની કિનારીને મેનેજ કરવામાં મદદરૂપ બને છે.
મોઈશ્ચર જરૂરી
- જો તમે નિયમિત સ્વિમિંગ કરતા હો તો સ્વિમિંગ-પૂલના પાણીમાં રહેલો ક્લોરિન અને તાપ બન્ને નખને એકદમ નબળા બનાવી દેશે. એી તમારા ક્યુટિકલ્સ, નખ અને એની આસપાસની ત્વચાને મોઇસ્ટ રાખવી.
આહાર
- શરીરના કોઈ પણ અંગની કાળજીમાં આહાર મુખ્ય ભાગ ભજવે છે એવી જ રીતે નખને સાચવવા માટે વધુ પાણી પીઓ. ગાજર અને સ્ટ્રોબેરીમાં રહેલાં વિટામિન્સ મદદરૂપ શે. એ સિવાય દૂધ અને અન્ય તમારામાં કેલ્શિયમનું પ્રમાણ વધારશે.
નેઇલ પેઇન્ટ
- નેઇલ પેઇન્ટ કરો ત્યારે હંમેશાં બે કોટિંગ ાય એનું ધ્યાન રાખવું. આનાી નખ સહેલાઈી તૂટશે નહીં. નેઇલ પેઇન્ટ નખને અન્ય બાહ્ય પરિબળોી પણ બચાવે છે.