અત્યારે વિશ્વમાં થતાં અકાળ મૃત્યુનાં કારણોમાં એક કારણ છે હાઇપરટેન્શન. તમારું વધેલું બ્લડ-પ્રેશર. વિશ્વમાં લગભગ સવા અબજ લોકો હાઈ બીપીની સમસ્યાથી પીડાય છે. ડાયાબિટીઝની જેમ હાઈ બીપી પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ મનાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનાં પાંચ વર્ષ પહેલાંના આંકડા મુજબ દુનિયામાં દર પાંચમાંથી એક મહિલાને અને દર ચારમાંથી એક પુરુષને હાઈ બીપી છે. શું કામ આ સમસ્યા આટલી વકરી છે અને યોગની દૃષ્ટિએ એનું સમાધાન શું ?
- બ્લડ-પ્રેશર શા માટે કૉમન છે ?
એકવીસમી સદી ટેન્શનની સદી છે અને એ જ કારણ છે આ તમામ સમસ્યાઓનું, ‘ટેન્શન વધ્યું છે એની સામે ટેન્શનને ટૅકલ કરવાની આપણી ક્ષમતા ઘટી છે અને એ જ તમામ સમસ્યાઓનું મૂળ છે. અલગ અલગ વાયક્તિના અલગ અલગ રીઍક્શન તમારી હેલ્થ નક્કી કરતાં હોઇ છે. યોગ તમને બિનજરૂરી રીઍક્શન કેમ ટાળવાં એ શીખવે છે.’
- બ્લડ-પ્રેશર કેમ વધે એનાં બે કારણ છે.
એક તો ‘ઘણી વાર લોકો સતત દોડતા રહે છે, શ્વાસ લેવાનો સમય નથી કાઢી શકતા. બૉડી પાસે ઓવરટાઇમ કરાવો એટલે તમારા શરીરનાં તમામ ઑર્ગન્સે પણ વધારે કામ કરવું પડશે. એટલે તેમને વધારે બ્લડ-સપ્લાયની પણ જરૂર પડશે. વધારે બ્લડ જોઈશે તો તમારા હૃદયે પણ વધારે પમ્પિંગ કરવું પડશે. જેનાથી નૅચરલી તમારા બ્લડનું પ્રેશર હાઈ થશે. બીજું કારણ છે તમારું મન. ડર લાગે, ગુસ્સો આવે, પૅનિક થાઓ આ બધી જ પરિસ્થિતિમાં તમારી સિમ્પથેટિક નામની નર્વસ સિસ્ટમ ઍક્ટિવ થઈ જાય જે તમારા શરીરની એડ્રિનલિન ગ્રંથિનો સ્રાવ વધારે અને એનાથી તમારું બ્લડ-પ્રેશર પણ વધે છે.
પહેલા કારણ માટે તમારે શરીરને હેલ્ધી ખોરાક અને આસનોથી મજબૂત બનાવવું પડે અને બીજા કારણ માટે મનને કેળવવું પડે. યોગ આ બન્નેમાં મદદ રૂપ થાય છે. તમારી ફિઝિકલ સ્ટ્રેંગ્થ પણ વધારે અને મગજને શાંત પણ કરે.
તેમ-તેમ તમારા શરીરની અંદરની શુદ્ધ અને અશુદ્ધ લોહી લઈ જતી રક્તવાહિનીઓની ફ્લેક્સિબિલિટી ઘટે, એ રિજિડ થતી જાય. એમાં જો લવચીકતા હોય તો હાર્ટમાંથી પમ્પ થતું બ્લડ શરીરના છેલ્લામાં છેલ્લા હિસ્સા સુધી પણ બહેતર રીતે પહોંચાડશે, પણ જો એમ ન હોય તો હાર્ટે વધારે પ્રેશર સાથે કામ કરવું પડે જે બ્લડ-પ્રેશર તરફ લઈ જાય. રક્તવાહિનીઓની તંદુરસ્તી માટે પણ આસનો, પ્રાણાયામ ઘણાં ઉપયોગી છે. એ શરીરના કોષોને જોઈતો પૂરતો ઑક્સિજન પૂરો પાડે છે. તમારા સ્નાયુઓની લવચીકતાને અકબંધ રાખે.’
- બ્લડ-પ્રેશર થવાના લક્ષણ
માથું દુખવું, આંખ સામે અંધારાં આવવાં, ચક્કર આવવાં જેવાં લક્ષણો ત્યારે જ દેખાય જ્યારે શરીર પોતાની રીતે સ્વીકારી ન કરી શકતું હોય. એટલે તમારે બ્લડ-પ્રેશરનું ચેકઅપ નિયમિત કરાવો. લક્ષણોની રાહ નહીં જુઓ. તમારી કન્ડિશન મુજબ તમને જે દવા અપાય એ દવાનો ડોઝ લો. યોગ કરવાથી સો ટકા ફાયદો થાય છે, પરંતુ કોઈ યોગશિક્ષકના કહેવાથી દવાઓ છોડી દેવાની ભૂલ નહીં કરતા. એ માટે પણ તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલો. બની શકે કે પહેલાં તમારે બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે જે ડોઝ લેવો પડતો હોય એ એકાદ-બે મહિનાની યોગની પ્રૅક્ટિસ પછી ઓછો થઈ જાય.
- યોગ કેવી રીતે મદદ કરે છે
યોગ તમારા કારણ વગરના રીઍક્શનને ઓછાં કરી નાખે. ‘મગજ શાંત હોય તો અકળામણ ઓછી થાય અને એ વિવેકબુદ્ધિ પણ ખીલે કે જ્યાં પરિસ્થિતિ આપણા હાથમાં નથી ત્યાં અકળાઈને શું પામી લેવાના આપણે?
ધીમે-ધીમે શ્વસનની ક્રિયા પરનું કૉન્સન્ટ્રેશન તમારા એન્ગર, ફિયર, સ્ટ્રેસ રિસ્પૉન્સનું નિયમન કરે, હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારા સ્નાયુઓની સ્ટ્રેંગ્થ વધારે, રક્ત પરિભ્રમણ વધારે. હાઈ બ્લડ-પ્રેશરવાળાએ ઝડપી અને વધુ સ્ટ્રેંગ્થ માગતી કસરતો એકઝાટકે શરૂ ન કરવી જોઈએ. હાર્ટે વધારે કામ કરવું પડે એવી પ્રક્રિયાઓ અવૉઇડ કરવી જોઈએ. લાઇટ આસનો પણ અંદર અને બહારની ફિઝિકલ કૅપેસિટી વધારે એટલે યોગથી ફાયદો થાય છે.’