એડિસ મચ્છરનાં કરડવાથી થતા ડેન્ગ્યુને રોકવા ઘર, ગલીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો
સમગ્ર દેશમાં આજે ડેંગ્યુએ ભરડો લીધો છે. મચ્છરજન્ય આ રોગ ગરમી અને વરસાદના મોસમમાં વધારે ફેલાય છે. ડેંગ્યુએક વાયરસથી ફેલાતી બીમારી છે. જે એડીસ નામના મચ્છરના કરડવાથી થાય છે.
આ મચ્છર કરડતાની સાથે જ જે તે વ્યંકિતના શરીરમાં વિષાણુઓ ઝડપથી ફેલાય છે. આને કડ્ડીતોડ ફીવર કે બ્રેક બોન ફીવર પણ કહે છે.
ડેંગ્યુમાં ખૂબજ ઠંડી લાગે છે. તાવ આવે છે. કમર, માસપેશીયો અને જોઈન્ટસ તેમજ માથામાં દુ:ખાવો થાય છે. સામાન્ય ખાસી, ગળામાં દર્દ અને ખીચખીચ થાય છે. શરીર પર લાલ દાણા રેસીસ જોવા મળે છે. ઉલ્ટી થાય છે. અને આખુ શરીર દુખે છે.
ગરમી અને વરસાદી મોસમાં ડેંગ્યુ ખૂબજ ઝડપથી ફેલાય છે. ડેંગ્યુના મચ્છર હંમેશા સાફ પાણીમાં હોય છે. જેમકે છત ઉપર લગાવેલી પાણીની ટાંકી ઘડો અને ડોલમાં ભરેલુ પાણી, કૂલરનું પાણી, કુંડામાં જમા થતુ પાણી વગેરે જયારે મેલેરીયાના મચ્છરો હંમેશા ગંદા પાણીમાં ઉછરે છે. ડેંગ્યુના મચ્છર મોટે ભાગે દિવસે જ કરડે છે.
એવું નથી કે ડેંગ્યુ થવાથી દર્દીનું મોત થાય છે. પરંતુ ડેંગ્યુના મચ્છર કરડવાથી સામાન્ય તાવ આવે છે કે તાવ ત્રણ પ્રકારના હોય છે.
કલાસીક ડેંગ્યુ ફીવર જેમાં કયારેય કોઈ દર્દીનું મોત થતુ નથી આ સાધારણ ઈલાજથી જ ઠીક થઈ જાય છે. જોકે ડેંગ્યુના અન્ય બે ફીવર મરેજીક ફીવર અને ડેંગ્યુ શોક સિડ્રોમમાં સમયસર યોગ્ય સારવાર ન મળે તો જીવનું જોખમ વધી જાય છે.
જો ઉપર જણાવેલા કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. ડેંગ્યુની તપાસ માટે એનએચ ૧ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જ ડેંગ્યુ થયો છે કે નહી તેની જાણ થાય છે.
સામાન્ય રીતે ડેંગ્યુનો ઈલાજ ચિકિત્સા પધ્ધતિ દ્વારા ડોકટરો દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ સાવધાની રૂપે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેમકે દર્દીએ વધારે પડતા પાણીજન્ય આહાર આપો જેથી તેની શરીરમાં પાણી ઘટે નહી.
દર્દીને પીપળાના પાન પાણીમાં કે પીસીને આપવામાં આવે આ શરીમાં પ્લેટલેટસ વધારવાનું કામ કરે છે. જોકે તેને દર્દીને આપતા પહેલા ડોકટરની સલાહ લો.
દર્દીને ડીસ્પ્રીન કે એસ્પ્રીનની ગોળી ન આપો.
તાવ ઓછો કરવા પેરાસીટામોલની ગોળી આપી શકાય છે. જેટલુ બને તેટલુ નારીયેળ પણી અને જયુસ આપો.
ડેંગ્યુથી કેવી રીતે બચશો
ડેંગ્યુનું ઘર સાફ પાણી છે માટે ઘરમાં કે આસપાસ પાણી ૨-૩ દિવસથી વધારે જમા ન થવા દો. કૂલરમાં કેરોસીનનો છંટકાવ કરો ૧-૨ દિવસમાં ઘડા અને ડોલના પાણીનો નિકાલ કરો.
જેટલુ બને તેટલુ બાળકોને ફૂલસ્લીવના કપડા પહેરાવો.
ઘર અને ગલીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવો.
જેટલુ બને તેટલુ ઘરના બારી દરવાજા બંધ રાખો.
કચરાના ડબ્બામાં કચરો જમા ન થવા દો.
જો તાવ આવે અને ઝડપથી રિકવરી ન આવે તો એકવાર તપાસ જરૂર કરાવો.
આ ઉપાય માત્ર જ્ઞાનવધે તે માટે જ બતાવાયા છે. આ ઉપરાંત ડોકટરી તપાસનો વિકલ્પ નથી ડેંગ્યુ ખૂબજ ઝડપથી ગંભીર બિમારીનું રૂપ ધારણ કરી લે છે. ડેંગ્યુ થતા ડોકટરને જરૂર બતાવે અને ડોકટરની સલાહ પ્રમાણે જ ઉપચાર કરો.