શરીરને ભગવાને બનાવેલી એક અદ્ભુત રચના છે. જે દરેક માનવીઓ પાસે રંગ, કદ, ઉંમરથી લઇ સ્વભાવ સુધી વ્યક્તિત્વને જુદુ પાડે છે. ઇશ્ર્વરના આ સુંદર ઉપહારોમાંથી એક છે ‘આંખ’
જે કોઇની નાની તો કોઇની મોટી, કાળી અને નીલી તેમજ ભુરી હોય છે. સુંદર આંખોએ ખુબસુરતીને પણ વધારે સુંદર બનાવે છે. તથા આંખ એ વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવા અલગ ભુમિકા ભજવે છે પરંતુ આજકાલની લાઇફ સ્ટાઇલમાં લોકો પોતાની આંખોને ઘણુ નુકસાન પહોંચાડે છે. જે ખુદને ખબર હોતી નથી.
કમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ જેવી વસ્તુઓ પર થતો પ્રભાવ જે આંખોને ડેમેંજ કરે છે. જેનાથી અમુક સાવધાની રાખવાથી આપણી આ સુંદર આંખોને બચાવી શકીએ છીએ.
જો તમે કમ્પ્યુટર પર કામ કરતા આંખોનું પાણી સુકાય જાય તો ૨૦ મિનિટ માટે બ્રેક લો અથવા બહારની હરિયાલીઓને સતત ૧૦ મિનિટ જોવો જેનાથી આંખો માટે ફાયદામંદ રહેશે.
તેમજ આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવુ અને સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવુ ખુબ અસરકારક નીવડે છે. તેમજ કમ્પ્યુટર પર એન્ટી ગ્લૈયર સ્કીન લગાડીને કામ કરવુ જોઇએ જેથી આંખોને દબાવ ઘટે છે.તેમજ આંખોને ઠંડા પાણીથી વારંવાર છંટકાવ કરવાથી રાહત મળે છે
આમ આંખોએ પ્રકુર્તીએ આપેલી દેન છે જેની કાળજી રાખવી આપણાં હાથમાં છે