પરસેવાની સમસ્યા સામાન્ય છે, જેની ત્વચા પર નુકશાન થાય છે. અને દુર્ગધભર્યુ શરીર અનેક બીમારીયોને નોંતરી લાવે છે. કારણ કે ત્વચા પર ધૂળ, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ, પરસેવા સાથે ભળવાથી બેક્ટેરિયા એકઠા થઇ શરીરમાં ગંધ ઉત્પન્ન કરે છે. અને તેના કારણે શરીરમાં થાક અને સુસ્તીનો અનુભવ થાય છે. માટે તમે એન્ટી પ્રેસીફન્ટસ જેમ કે ડિયોડરન્ટ, અવા ટેલકમ પાઉડરનો ઉપયોગ કરી શકો છો તેનાથી તમને થોડા સમય સુધી રાહત મળશે. આજકાલ તો રોલઓન ડીઓ પણ ઉપલબ્ધ છે. જે તમે એપ્લાય કરી શકો છો. પરંતુ ત્વચાના પ્રકાર મુજબ જ ડિયોની પસંદગી કરવી.
સ્નાન બાદ તમે સુગંધી ટેકલકમ જેમ કે સુખડ, ચંદન, ગુલાબનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ડિઓને પણ સાથે રાખી શકો છો. વર્તમાન સમયમાં તો પોકેટ ડિયોનો વિકલ્પ પણ ઉપયોગી છે.
આ ઉપરાંત વોટરમેલન, ટેટી, કાકડી, જેવા શાકભાજી તેમજ ફળોનું સેવન કરી શકો છો. તેથી તમારી ત્વચા તરોતાજા રહેશે. જો કે રોલઓન એક યોગ્ય વિકલ્પ છે. છતા, અન્ય કોઇના રોલઓનનો ઉ૫યોગ સ્વસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. માટે પોતાની જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ.