ડુડલીંગ વ્યકિતના મગજમા રકત પ્રવાહ વધારે છે જે મનને આનંદીત કરે છે: અભ્યાસ

હતાશા દૂર કરવા માટે યોગ અને મેડિટેશન સહિતની પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત હવે માત્ર ડુડલીંગ એટલે કે અણધડ ચીત્રો તમને ફાવે તેવા ચીત્રો દોરીને પણ હતાશામાં ગરક થવાથી બચી શકાય છે.

અમેરિકાની ડ્રેકસીલ યુનિવર્સિટીમાં સંશોધક ગીરીજા કુમારે કરેલા સંશોધન અનુસાર કળાના કારણે વ્યકિત આનંદ અનુભવે છે. ખાસ કરીને મનને ગમે તેવા ચિત્રો વ્યકિતને ખૂશ કરે છે. ડુડલીંગ એટલે કે અણધડ ચીત્રો દોરવાના કારણે મગજમા રકત પ્રવાહ વધે છે અને વ્યકિતને શાંતિનો અનુભવ થાય છે.

ડુડલીંગ કરવાથી વ્યકિતની લાગણી અને મોટીવેશનમાં વધારો થાય છે. વ્યકિતને કંઈક સા‚ કર્યું હોવાની ખુશી મળે છે. જે તેને હતાશાથી બચવામાં મદદ‚પ થાય છે. મોટાભાગે રાઉન્ડ ડુડલીંગ એટલે કે ગોટાળા જેવા ચિત્રો દોરવાથી લોકોને વધુ આનંદ અનુભવાય છે. તેવું તારણ સંશોધનથી થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.