સૌપ્રથમ તમે https://retail.onlinesbi.com/retail/login.htm જાવ. ત્યાં જઇને તમારા SBI ઇન્ટરનેટ બેકિંગ પાસર્વડ માટે Forgot Login Password વિકલ્પ પસંદ કરો. અહીં એક નવી વિન્ડો ખુલશે. જેમાં તમારે પાસવર્ડ ભૂલ્યાનો વિકલ્પ પસંદ કરવો પડશે અને Next step પર ક્લિક કરવું પડશે.
તે પછી તમે તમારા યુઝર નેમ, એકાઉન્ટ નંબર, દેશનું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને જન્મતિથિ ટાઇપ કરો. આ પછી એક બોક્સમાં કેટલાક નંબર અને શબ્દો દેખાશે તેને સામે વાળા બોક્સમાં ટાઇપ કરો અને પછી સબમિટ પર ક્લિક કરો.
સબમીટ પર ક્લિક કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે. તે તમારા ઓટીપી બોક્સમાં લખવાનો રહેશે. પછી કન્ફર્મ પર ક્લિક કરો.ધ્યાન રાખજો ઓટીપી નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ આવશે.
હવે પહેલો વિકલ્પ એટલે કે Reset your profile password વિકલ્પ પસંદ કરો અને સબમિટ પર ક્લિક કરો. પછી તમારો પ્રોફાઇલ પાસવર્ડ ટાઇપ કરો અને તે પછી તમારી પાસે નવા પાસવર્ડ બનાવાનો વિકલ્પ આવશે. આ નવા પાસવર્ડમાં કેટલાક અક્ષર કેપિટલમાં રાખો અને કેટલાક સ્પેશ્યલ કરેક્ટર જેમ કે @ નો ઉપયોગ કરી પાસવર્ડ બનાવો. આ પાસવર્ડને તમારે બે વાર ટાઇપ કરવો પડશે પછી સબમીટ બટન દબાવો. જે પછી તમારો પાસવર્ડ સફળતાપૂર્વક બદલાઇ જશે. હવે તમે તમારા નવા પાસવર્ડ સાથે ફરીથી લોગઇન કરી શકો છો. અને જાણકારી માટે SBIનો આ વીડિયો પણ અહીં મૂક્યો છે.