ઑફિસમાં કામ કરતા લોકો બોસને તો સારી રીતે ઓળખતા જ હોય છે. જો કે પરણેલા પુરુષોને પણ ઘરમાં બોસ કોણ છે એ જણાવવાની જરૂર ની હોતી. અહીં આપણે ઑફિસના બોસ વિશે જ વાત કરીશું અને એમને ઓળખવાની કેટલીક સહેલી ટીપ્સ અહીં બતાવવામાં આવી છે. આમાની કેટલીક ટીપ્સ તમે તમારા ઘરના બોસ પર અજમાવી જોજો કદાચ કામ આવી જાય.
મોટાભાગના કર્મચારીઓ ઑફિસમાં બોસી ડરતા હોય છે અને બોસ જ્યારે એમને બોલાવે ત્યારે ઘણાને તો ઠંડા પસીના છૂટવા માંડે છે. જો કે દરેક ઑફિસમાં અમુક ખાસ લોકો એવા હોય છે કે જેમને બોસનો બિલકુલ ડર ની લાગતો અને બોસના વરદ હસ્ત હંમેશ એમના મો મુકાયેલ જોવા મળે છે.
તમારા બોસ તમારે માટે કેવી લાગણી ધરાવે છે એ જાણવા માટે નિષ્ણાતોએ નીચેના ઉપાયો સુચવ્યા છે. એમાંી તમને કયો ઉપાય લાગુ પડે છે એ જોઈને એ પ્રમાણે વર્તવાી તમે તમારા બોસને ખુશ રાખી શકશો.
આ લેખ વાંચ્યા બાદ તમારા બોસની બોડિલેંગ્વેજ જોઈને તમે નક્કી કરી શકશો કે બોસ તમારા વિશે કેવા વિચાર ધરાવે છે.
જો એ તમારા વિશે સકારાત્મક ભાવ રાખતો હશે તો એ તમારી સો નમ્રતાી વાત કરશે, એની કેબિનમાં જાઓ ત્યારે તમને બેસવાનું કહેશે. તમારી સો નજર મેળવીને વાત કરશે. એનો અવાજ શાંત અને ચહેરા પર મિત્રભાવવાળું હાસ્ય જોવા મળશે.
હવે જો એ નકારાત્મક વિચાર ધરાવતો હશે તો તમારી સો નજર મેળવ્યા વગર વાત કરશે. એ તમને બેસવાનું નહીં કહે, અનેક કર્મચારીઓ સો હોય ત્યારે તમે જાણે ત્યાં છો જ નહીં એ રીતે વર્તશે. એ ચારે તરફ નજર ફેરવતો રહેશે, ફોન પર કે કામમાં વ્યસ્ત હોવાનો દેખાવ કરશે પણ તમારી સામે નહીં જુએ. તેઓ પોતાની પાંપણ વારંવાર બંધઉઘાડ કરશે, ભમ્મર એ રીતે સંકોચશે જાણે તમારા પર એને શંકા હોય અને એ જ્યારે હસસે ત્યારે જબરજસ્તીી હસતો હોય એવું જણાશે.
સકારાત્મક બોસના હા હંમેશ ખૂલ્લા અને તમને દેખાય એ રીતે સામાન્ય અવસમાં હોય છે. જ્યારે નકારાત્મક બોસના હા ક્યાં તો ખિસ્સામાં, ટેબલની પાછળ અવા તો અદબ ભીડેલા જોવા મળશે.
જો તમારો બોસ તમને નાપસંદ કરતો હોય તો એના હા શરીરની બંને તરફ એકદમ ચોંટાડેલા હશે. એ પોતાની આંગળીઓી ટેબલ પર તબલા વગાડતો પણ જોવા મળશે.
આ લેખ વાંચ્યા બાદ હવે તમે તમારા બોસને વાંચવાનું શરૂ કરો એ અગાઉ એક વાત જણાવી દઉ કે ઉપર જણાવેલ વર્તન એકી વધુ વખત ાય તો સમજવું કે બોસ તમારા પર ખુશ છે કે નાખુશ અન્યા એવું પણ બની શકે કે એ પોતાની બોસ એટલે કે હોમ મિનિસ્ટર સો બાઝીને આવ્યો હોય અને ગુસ્સો તમારા પર કાઢતો હોય. એ પરિસ્તિીમાં તમારે જ તમારી મદદ કરવી રહી.