નાના વિચાર નહીં પરંતુ ઈચ્છાશકિત વ્યકિતને મહાન બનાવે છે: ઈમરાનને મોદી પાસેથી શિખ લેવા જેવી
પાકિસ્તાને ભારતને રકતરંજીત કરવાનો નિર્ણય કર્યો છે. લોહી ખરડયા હાથે મંત્રણા કેવી રીતે શકય છે? તેવુ ભારતીય સૈન્ય વડા બીપીન રાવતે કહ્યું હતુ. તાજેતરમાં સરહદે પાકિસ્તાની સેનાએ કરેલા અટકચાળા બાદ ભારત સરકારે ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના સમર્થનમાં બીપીન રાવલે આ નિવેદન આપ્યું છે.
બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ‘નાના માણસોના નાના વિચાર’ મુદે કરેલી ટીપ્પણીથી માહોલ ગરમાયો છે. આ નિવેદન તેમણે વડાપ્રધાન મોદીને ટાંકીને કર્યું હોવાનું માનવામાં આવે છે ત્યારે ઈમરાન ખાને નાના વિચાર નહી પરંતુ ઈચ્છાશકિત માણસને મહાન બનાવતી હોવાની શિખ મોદી પાસેથી લેવી જોઈએ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભારત સરકારે પાકિસ્તાન સાથેની ચર્ચા રદ કર્યા બાદ છંછેડાયેલા ઈમરાન ખાને આડકતરી ધમકી આપતા કહ્યું છે કે, પાકિસ્તાને મિત્રતા માટે કરેલી ઓફરને નબળાઈ સમજવામાં આવે નહી, ઈમરાનના આ નિવેદન અને સરહદે પાકિસ્તાન સૈન્યએ કરેલા અટકચાળા બાદ બંને દેશોના સંબંધોમાં શાંતિ સ્થપાઈ શકે નહી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂયોર્કમાં થનારી વિદેશ મંત્રી સ્તરની વાતચીત રદ થાય બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, મારા અભિપ્રાય છે કે આ નિર્ણય બિલકુલ યોગ્ય છે કેમ કે આતંકવાદી ઘટના અને વાતચીત બંને એક સાથે થઈ શકે નહીં.
જનરલ રાવતે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાન કાશ્મીરમાં હિંસાની ગતિવધિ ચાલુ રાખવા ઈચ્છે છે અને એનો ઈરાદો છે કે ભારતના હજારો જખ્મ આપીને એ આપણી જમીન પર લોહી વહેતું રહે તેમ ઈચ્છે છે.
જનરલ રાવતે કહ્યું કે, મારા મતે સરકારનો નિર્ણય યોગ્ય છે. વર્તમાન સરકારની એ નીતિ રહી છે કે આતંકવાદ અને ભારત સાથે શાંતિ અંગેની વાતચીત બંને એક સાથે સંભવ નથી અને આ માટે પાકિસ્તાનને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
જનરલ રાવતે કહ્યું કે, પાકિસ્તાન વારંવાર કહે છે કે અમે અમારી સીમામાં આતંકી ગતિવિધિનો ઉપયોગ થવા દઈશું નહીં. પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે પડોશી દેશની સરહદમાંથી જ આતંકી ભારતમાં ઘુસી રહ્યા છે. એવામાં પાકિસ્તાન પોતાની એક્શનમાં એ દેખાડવું પડશે કે આ સાચા અર્થમાં આતંકવાદ વિરોધી છે.
જમ્મુમાં જૈશ-એ-મહમદનો આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં જૈસ-એ-મહમદના ટોચના આતંકી અદનાનને ઠાર કરવામાં આવ્યો છે. પુલવામાના ડરગાની ગામ નજીક સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદી અને સૈન્યના જવાનો વચ્ચે ફાયરીંગ થયું હતું. જેમાં તેનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.