ઉતરાયણના તહેવારની લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. ઉતરાયણના દિવસે લોકો વહેલી સવારથી જ ધાબે ચડી જાય છે અને પતંગ ચડાવે છે. તો સાથે સાથે દરેક તહેવાર સાથે તેની અલગ-અલગ ખાણીપીણીનું પણ મહત્વ હોય છે. તો ઉતરાયણમાં લોકો તલની ચીક્કી, તલના લાડું, જામફળ,બોર, શેરડી ,ઉંધિયું જેવી વસ્તુ ખાય છે. તો આજે આપણે ઉતરાયણમાં ખવાતા તલની ચીક્કી અને સીંગની ચીકી બનાવીશું. તલ શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી શરીરમાં ગરમી અને ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય તલની અને સીંગની ચીકી.
સીંગની ચીકી
સામગ્રી
- 500 ગ્રામ – તલ
- 500 ગ્રામ – ગોળ
- 150 ગ્રામ – ઘી
બનાવવાની રીત
તલની ચીકી બનાવવા માટે સૌ પ્રથમ તલને બરાબર સાફ કરી લો. હવે ગેસ પર એક કડાઇમાં તલને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો. તે બાદ એક પેનમાં કતરેલો ગોળ લો અને તેમા ઘી ઉમેરી ગરમ કરો. મધ્યમ તાપે 3-4 મિનીટ રહેલા જો.. આ દરમિયાન તેને સતત હલાવતા રહો જેથી ગોળ ચોંટી ન જાય. ગોળ પીગળી જાય એટલે ગેસની આંચ ધીમી કરી ગોળના મિશ્રણમાં શેકેલા તલ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે એક થાળી લો અને તેમા ઘી લગાવી તૈયાર મિશ્રણ ફેલાવી દો. હવે તેણે વેલણથી પાતળી વણી લો. ત્યાર બાદ તમે આ ચીકીને ચોરસ કાપી લો. તૈયાર છે તમારી તલની ચીકી..
તલની ચીકી
સામગ્રી
- 250 ગ્રામ સીંગદાણા
- 150 ગ્રામ ગોળ
- 100 ગ્રામ ઘી
બનાવવાની રીત
એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને મધ્યમ આંચ ગરમ કરો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. ગોળ પીગળીજાય એટલે ગેસ બંધ કરી દો અને સીંગદાણા મિક્સ કરી લો. તે બાદ એક થાલી લો અને તેમા ઘી લગાવી આ મિશ્રણને ફેલાવી દો. તે બાદ આ મિશ્રણને વેલણથી પાતલી ચીકી વણી લો. હવે આ ચીકીને ચોરસ કાપી લો. તૈયાર છે સિંગદાણાની ચીકી..