અબતક,રાજકોટ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટ શહેરનાં બાળકોનું, કિશોરી, સગર્ભા, ધાત્રીનું પોષણ સ્તર વધે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહે છે. જે અન્વયે રાજકોટ શહેરનાં તમામ વોર્ડના કુલ 364 આંગણવાડી કેન્દ્ર ખાતે સરકાર તરફથી મળતા બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિ ટેક હોમ રાશનમાંથી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ તેમજ વાનગીઓના પોષણ સ્તર વિષે સમજ આપવામાં આવી હતી અને આંગણવાડી સર્વેની કુલ 9752 કિશોરીઓ, 5646 સગર્ભા ધાત્રી માતાઓને અને 15895 ત્રણ વર્ષે સુધીના બાળકો એમ મળીને કુલ 31293 લાભાર્થીઓને આંગણવાડી ખાતે ઉપસ્થિત રાખી અને પોષણ વિષે સમજુતી આપવામાં આવી હતી.

WhatsApp Image 2021 11 11 at 12.58.27 PM 1

આ કામગીરીને પ્રોત્સાહિત કરવા વોર્ડ નંબર-2 એરોડ્રામ પાસેની છોટુનગર ખાતેના આંગણવાડી કેન્દ્ર પર રાજકોટ શહેરના ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ તથા મહિલા સંગઠન સભ્યો માર્ગદર્શન આપવા અર્થે ખાસ ઉપસ્થિત રહેલ. તમામ વોર્ડની આંગણવાડી ખાતે કાર્યક્રમની સફળ બને તે હેતુથી ઘટક 1, 2 અને 3ના સી.ડી.પી.ઓ., મુખ્યસેવિકા અને વર્કર-હેલ્પર બહેનોએ જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમ સફળ બનાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.