બાળકો હોય કે વડીલ કેમના હોય દરેકને ક્રીમ રોલ્સને જોઇ મોહમાં પાણી આવી જતું હોય છે,પણ બોળકોને બહોરના ક્રિમ રોલ્સ ખવડાવતા ડરતા હોય છે. હવે તમે ઘરે પણ આસાનીથી ક્રીમ રોલ્સ બનાવી શકો છો. તો જાણી
લો ક્રીમ રોલ બનાવાની રીત વિશે.
સામગ્રી
– 260 ગ્રામ લોટ
– 1/4 ચમચી મીઠું
– 1/4 ચમચી વિનેગર
– 60 ગ્રામ માખણ
– 120ml પાણી
– 280 ગ્રામ માખણ
– 150 ગ્રામ ક્રીમ પાઉડર
– 300ml દૂધ
– ચેરી
બનાવાની રીતઃ એક વાટકીમાં લોટ, મીઠું, વિનેગર, 60 ગ્રામ માખણ અને પાણીને મિક્સ કરો અને સારી રીતે ભેળવી દો. પછી તેને 20 મિનિટ સુધી ફ્રિઝ થવા મુકવું.પ્લાસ્ટિકના રેપ પર 280 ગ્રામ બટર મૂકો અને તેને રોલિંગ પટ્ટામાંથી લો અને તેને 20 મિનિટ સુધી ફ્રીઝ કરો. હવે લોટ લઇ તેને વધુ ગાઢો બાંધી લો.પછી બન્ને વચ્ચે માખણ મૂકો અને બન્ને મળીને ટ્વિસ્ટ કરો. આને 20 મિનિટ માટે ફરીથી ફ્રિઝ કરો.આ પ્રક્રિયાને 3 વખત કરો.બાઉલમાં ક્રીમ પાવડર અને પાણી ઉમેરો પેસ્ટનું મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ એક શીટ લો અને કોન બનાવો. હવે આ કોનને એલ્યુમિનિયમ ફોઇલ સાથે ઢાંકી દો. તૈયાર ભાગને સમાન ભાગમાં કાપી રાખો.પછી તૈયાર એલ્યુમિનિયમ
કોનમાં કણકને લપેટી લો. પછી બેકિંગ ટ્રેમાં ટ્રે બ્રશની મદદથી માખણ લગાવો. ઓવનમાં 20 મિનિટ માટે 400F / 200C ના તાપમાન પર બેક કરો. પછી ઠંડુ પડે ફોઇલ કોનને નિકાળી નાખો. ક્રીમ રોલ્સમાં તૈયાર ફ્રોસ્ટિંગ ભરો અને ચેરી સાથે ગાર્નિસ કરો. તો તૈયાર છે ક્રીમ રોલ.