દરેક ગુજરાતી ઘરમાં અવારનવાર બનતી આ ખૂબ જ પ્રખ્યાત તેવી ભાખરી. ક્યારેક નાસ્તામાં લેવાતી તો પછી ક્યારેક જમવામાં દરેક સમયે ગુજરાતીની પ્રિય આ ભાખરી. જે ભળી જાય ચા હોય કે પછી શાક કે પછી અથાણાં સાથે તેવી આ ભાખરી. દરેક માટે હોય છે એક સવાલ કેવી રીતે બનાવી તેને ક્રિસ્પી? તો ઘર આ રીતથી બનશે તમારી ભાખરી એકદમ ક્રિસ્પી.
ભાખરી બનવા માટેની સામગ્રી :
- ૨૫૦ ગ્રામ ઘઉંનો કરકરો (જાડો) લોટ
- તેલ
- સ્વાદ અનુસાર મીઠું
- ઘી
ભાખરી બનાવવાની રીત :
- લોટમાં સ્વાદ અનુસાર મીઠું નાંખો .
- ચાર ચમચી તેલ નાંખો.
- લોટની એકદમ ભેળવી લ્યો.
- થોડું થોડું પાણી લઇ લોટ કઠણ બાંધો .
- હવે ગસ પર તાવડી (માટી ની બનેલી હોય) અથવા તેના હોય તો લોઢી મુકો .
- મોટું લુંવું લઇ હાથમાં એકદમ ગોળ લુંવું બનાવો .
- હવે તેને ગોળ વણો .
- તાવડી પર ધીમા તાપે બંને પડ ને શેકો .
- બંને પડ એક વખત શેકાઈ ગયા બાદ ગેસ પર ભાખરીને ફુલાવો .
- ભાખરી તૈયાર થાય પછી ઘી લગાવી પીરસો .
તો અવશ્ય આ રીતે બનાવી જોજો ભાખરી. પછી અનેક વાર થશે તમારી માટેની સૌ તરફથી ખાસ ફરમાઇશ.