ઘરમાં ખૂબ બધા ખરાબ કપડા હોય છે જેના પર ખૂબસૂરત બટન લાગેલા હોય છે. આ બટનને તમે ખરાબ સમજીને ફેંકી દો છો,આ યોગ્ય નથી. કારણકે આજે અમે તમને આ બટનનો એક મસ્ત ઉપયોગ કરતા શીખવાડીશું.
જરૂરી સામાન
બટન , કાતર , ફોટોફ્રેમ , ગ્લો ગમ , બ્લૅન્ક કલર પેપર , પેઇન્ટ કલર.
બનાવવાની રીત
1. સૌ પ્રથમ ફોટોફ્રેમની સાઈડ પર ગ્લૂની મદદથી વ્હાઇટ પેપર ચોંટાડી દો.
2. પછી ફ્રેમ પર તમારી ઇચ્છા મુજબ રંગ કરી શકો છો.
3. હવે તેને સૂકાવા માટે મૂકી દો.
4. પછી આલગ અલગ નાની-મોટી સાઈઝનાં થોડા બટ્ટન લઇ લ્યો અને પછી તેના વડે આખી ફ્રેમ ને તમને પસંદ પડે એવી રીતે ગોઠવી શકો છો.
5. ત્યારબાદ ફોટોફ્રેમમાં તમારા પરિવારના ફોટા લગાવો અને ઘરને સજાવો.