બેંકમાં રહેલી ખાતેદારોની થાપણોની સુરક્ષા માટે વીમા કવચની જોગવાઈ કરવામાં આવી છે કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રીયકૃત કે સંસ્થાકીય બેંક અને આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જાય કે બેંકમાં ખર્ચાની સ્થિતિ ઉભી થાય ત્યારે થાપણદારોની મૂડીની સુરક્ષા માટે ડીઆઈસીજીસી દ્વારા વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે.
રાષ્ટ્રીયકૃત બેન્કને બાદ અર્ધસરકારી, કોમર્શિયલ, કો-ઓપરેટીવ બેન્ક અને સહકારી ક્ષેત્રની બેંકોમાં દલા તરવાડી જેવી પરિસ્થિતિમાં ક્યારેક-ક્યારેક બેંકો આખેઆખી ફડચામાં ઉતરી જાય છે માધવપુર કોપરેટીવ બેંકની દેવાળું કાઢવાની ઘટના આપણી સામે જ છે બેંક ફડચામાં જાય ત્યારે થાપણદારોની થાપણ ડૂબી ન જાય તે માટે ડીઆઇસીજીસી દ્વારા થાપણનું વીમો આપવામાં આવે છે. ડીઆઇસીજીસી દ્વારા આપવામાં આવતા થાપણના વીમાની યોજના ફેબ્રુઆરી ૪ ૨૦૨૦થી અમલમાં છે અત્યારે રૂપિયા ૧ લાખથી વધારીને રૂપિયા ૫,૦૦,૦૦૦ની થાપણ સુધી વીમો આપવામાં આવે છે.
તમારી થાપણ સુરક્ષીત છે કે કેમ?
થાપણદારોની થાપણોને વીમાનું સુરક્ષિત કવચ આપતી ડીઆઇસીજીસી તમામ કોમર્શિયલ બેંક અને રાષ્ટ્રીયકૃત બેંકો અર્ધસરકારી બેંકો સહકારી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૨૧ માં ૧૩૯ કોમર્શિયલ બેંક જેમાં ૪૩ પ્રાદેશિક સહકારી બેંકો બે સ્થાનિક બેંકો અને પેમેન્ટ બેંક ૧૦ જેટલા લઘુ વિકાસ બેંક અને ૧૯૧૯ બેંકોનું સમાવેશ થાય છે તમારું ડિપોઝિટ ખાતુ વિમાથી સુરક્ષિત છે કે કેમ તે માટે તમારે https://www.dicgc. org.in/FD_ListOfinsured Banks.htmlની વેબસાઈટ પર જઈને તમારી થાપણની સુરક્ષા અંગે જાણકારી મેળવી શકાશે.