મેષ :- આરોગ્ય જળવાઈ રહે. નોકરી-વ્યવસાયમાં મહેનત વધારવાની સલાહ છે. નાના ફેરફાર આવી શકે. કૌટુંબિક કાર્યોમાં વિલંબથી સફળતા મળે. સામાજિક બાબતે અનુકૂળતા વધે. આર્થિક બાબતે ધનખર્ચ વધુ રહે. તેથી બચત કરવામાં અવરોધ જણાય. જીવનસાથી કે સંતાન અંગેના કાર્યમાં સારાં પરિણામની આશા રહે.
વૃષભ :- આરોગ્ય નરમગરમ રહે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે નાનાં પરિવર્તનની શક્યતા રહે. ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત વધારવી પડે. પરદેશથી શુભ સમાચાર મળે. આર્થિક આયોજનમાં નાનાં અવરોધ રહે. ધનખર્ચ વધે છતાં બચત જાળવી રાખવી. વાદ-વિવાદથી દૂર રહેવું. સામાજિક બાબતે અનુકૂળતા રહે.
મિથુન :- આરોગ્ય સાચવવું. સાંધા-અસ્થિતંત્રની કાળજી રાખવી. નોકરી-વ્યવસાયમાં નાનાં અવરોધની શક્યતા. અગત્યની મહેનતની લાભ મળી શકે. પરદેશથી શુભ સમાચાર મળે. કૌટુંબિક બાબતે હળવાશ જણાય. આર્થિક આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે. ધખર્ચ વધે છતાં બચત જાળવી રાખવી. નવીન આયોજન માટે ઉતાવળ કરવાની સલાહ નથી.
કર્ક :- આરોગ્ય સારું રહે. કૌટુંબિક બાબતે ઉદાર વલણ રાખવું. નોકરી-કારકિર્દી ક્ષેત્રે અનુકૂળતા જણાય. ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળી રહે. નાણાકીય બાબતે એકંદરે સારો સમય ગણાય છતાં ધનખર્ચમાં સંયમ રાખવાની સલાહ છે. મોટી ખરીદીની સલાહ નથી. વાદ-વિવાદ- પત્રવ્યવહારમાં કાળજી રાખવી.
સિંહ :- આરોગ્ય નરમ રહે. પાણીના ઉપયોગમાં કાળજી રાખવી. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં ધીરજથી સફળતા મળે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે અનુકૂળતા જણાય. આવકમાં અનુકૂળતા વધે. બચત વધતી જણાય. નવીન આયોજન માટે વિચારી શકાય. હરીફોથી સાચવવું. સંતાન કે જીવનસાથીની પ્રગતિ અંગેના પ્રયત્નોમાં સફળતા મળે. પ્રવાસમાં સાચવવું. શુભ રંગ : ગોલ્ડન
કન્યા:- આરોગ્ય જળવાઈ રહે. કૌટુંબિક બાબતોમાં અનુકૂળતા રહે. સામાજિક કાર્યોમાં સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં વધુ મહેનતની જરૂર છે. નવીન આયોજનમાં પ્રગતિ જણાય. જીવનસાથીના પ્રશ્ને સફળતા મળે. પરદેશ જવાના પ્રયત્નો હશે તો ધીરજથી સફળતા મળે. આર્થિક આયોજનમાં બચત વધારવી જરૂરી છે.
તુલા :- આરોગ્ય સાચવવું. નોકરી-વ્યવસાયમાં વધુ મહેનત જરૂરી છે. અગાઉના અવરોધ હળવા બને. ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ જોવા મળે. કૌટુંબિક બાબતે અનુકૂળતા રહે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન સારું મળે. આર્થિક આયોજનમાં કાળજી રાખવી. ધનખર્ચ વધે. બચત જળવાઈ રહે તે જરૂરી છે.
વૃશ્ચિક :- આરોગ્ય જળવાઈ. નોકરી-આજીવિકા- કારકિર્દી ક્ષેત્રે અનુકૂળતા જણાય. ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળી રહે. જીવનસાથી કે સંતાન અંગેના પ્રશ્નોમાં ધીરજપૂર્વક પ્રયત્નો કરવાથી સારી સફળતા મળે. નાણાકીય બાબતે અનુકૂળ સંજોગો રહે. બચત વધારવાથી આગામી નવીન આયોજનમાં રાહત રહે.
ધન :- આરોગ્ય સાચવવું. આંખોની કાળજી રાખવી. નોકરી-વ્યવસાયમાં નાનાં ફેરફારની શક્યતા રહે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે. કૌટુંબિક પ્રશ્નોમાં ઉદાર વલણ રાખવું.પરીક્ષામાં મહેનતનું સારું ફળ મળે. પરદેશ જવાના પ્રયત્ન હશે તો અનુકૂળતા વધે. આર્થિક આયોજનમાં અનુકૂળતા વધે. મોટી ખરીદીમાં વિશેષ કાળજી રાખવી.
મકર :- આરોગ્ય નરમગરમ રહે. ચામડી-વાળની કાળજી રાખવી. નોકરી-કારકિર્દી ક્ષેત્રે નાનાં અવરોધ જણાય. વિલંબથી સફળતા મળે. કૌટુંબિક બાબતે ધીરજ રાખવી. નાણાકીય બાબતે સમય સારો રહે. બચત વધારી શકાય. નવીન આયોજનમાં સફળતા મળે. વાદ-વિવાદથી સાચવવું. જીવનસાથી કે સંતાન અઆંગેના પ્રશ્નમાં પ્રગતિ જણાય.
કુંભ:- આરોગ્ય સારું રહે. કૌટુંબિક તથા સામાજિક બાબતે વિશેષ ધ્યાન આપવું. નોકરી-વ્યવસાયમાં અનુકૂળતા રહે. જૂના પ્રશ્નોમાં રાહત રહે. પરદેશ જવાના પ્રયત્નો હશે તો વિલંબથી સફળતા મળે. આર્થિક આયોજનમાં વિલંબ-અવરોધની શક્યતા રહે. ધનખર્ચમાં સંયમ રાખીને બચત જાળવી રાખવી. મોસાળ પક્ષથી શુભ સમાચાર મળે.
મીન :- આરોગ્ય જળવાઈ રહે. સાત્ત્વિક વાંચન વધારવાની સલાહ છે. કૌટુંબિક બાબતે અનુકૂળતા રહે. સામાજિક કાર્યોમાં સફળતા જોવા મળે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવીન આયોજનમાં પ્રગતિ જણાય. પરદેશથી શુભ સમાચાર મળે. નાણાકીય કાર્યોમાં અનુકૂળતા રહે. ધનખર્ચમાં કાળજી રાખવી. નવીન આયોજન માટે બચત ખાસ જરૂરી છે.