આમ તો અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે તેમ કહેવાય, પરંતુ સાથે-સાથે શિયાળાની ઋતુનો પ્રભાવ પણ દેખાય છે. જેમ કે દિવસના સમયે ખૂબ જ અસહ્ય ગરમી લાગે છે અને રાત્રે ઠંડીનું વાતાવરણ સર્જાય છે. પરંતુ મિત્રો મોટા લોકો તો પોતાના શરીરની માવજત જાતે જ કરી લે છે અને પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવે છે. તો પછી નાના બાળકોનું શું ? તેને કંઇ જ ખબર નથી પડતી કે આવી મિશ્ર ઋતુમાં શું કરવું ? શું ખાવુ ? શું પહેરવુ? ક્યાં રમવુ ? વગેરે તો ચાલો જાણીએ નાના બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન આપણે કઇ રીતે રાખવું જોઇએ ?
– સૌ પ્રથમ આપણે જાણીશું
૧- મિશ્ર ઋતુમાં બાળકોને દિવસનાં આછા, પતલા, કોટનના સોફ્ટ કપડા અને ખૂલતા પણ હોવા જોઇએ. જેથી તેને ગરમી ન થાય અને પરસેવાને કારણે તેને અન્ય કોઇ આડઅસર ન થાય. તેમજ બાળકોને રાત્રે ઠંડીના ગરમ કપડાં પહેરાવવા અને ખાસ કરીને તેના કાન ઢંકાઇ જાય તેવાં કપડા પહેરાવવા જેથી તેને પવન ન લાગે અને તેનું સ્વાસ્થ્ય ન બગડે. તેમજ બાળકને ડાઇપર પહેરાવ્યું હોય તો તેને રાત્રે ઠંડીમાં વધારે વખત બદલાવવું જેથી તે બિમાર ન પડે અને તેને કો ઇન્ફેક્શન પણ થવાની શક્યતા ન રહે.
૨- ખોરાક :હવે ખોરાકની વાત કરીએ તો મોટી ઉંમરના લોકોથી પણ ક્યારેક કંઇક એવું ખવાઇ જાય છે, જેનાથ તેને બિમાર થવાની શક્યતાં રહે છે. તો નાના બાળકોને ખોરાકંની માવજત માટે તેને હળવો ખોરાક, રાત્રે ઠંડુ પણ ન ખવડાવવુ, જેથી તેનું સ્વાસ્થ્ય જળવાઇ રહે. ખાસ કરીને બાળકને મિશ્ર ઋતુમાં ઓછું ખવડાવવુંજેથી તેને અપચાને કારણે કઇ તકલીફ ન થાય.
૩- રમત-ગમ્મત :ખાસ કરીને એ ધ્યાન રાખવું કે બાળક ગમે ત્યાં રમતું હોય, દિવસના તડકામાં બાળક રમતું હોય તો તેને તડકો લાગવાથી થઇ શકે છે. તેથી તેને સ્વાસ્થ્યની જાળવણી માટે ગમે ત્યાં રમવા ન દેવું જોઇએ.
૪- સ્વચ્છતા :બાળક ગમે ત્યાં રમતું હોય તો તેને રમી લીધાં બાદ તેને શક્ય હોય તો નવડાવી દેવું જોઇએ. તેની સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઇએ. સ્વચ્છ રાખવાથી બાળકને બિમાર પડવાની શક્યતાં રહેતી નથી અને બાળકને રાત્રે પણ નરમ અને સ્વચ્છ જગ્યાએ સુવડાવું જોઇએ. જેથી ગંદકીથી દૂર રહે છે, મચ્છરથી દૂર રહે છે, તેમજ સ્વાસ્થ્ય જળવાઇ રહે છે.
તો મિત્રો આ હતી બાળકોને મિઋ ઋતુમાં કઇ રીતે જાળવવું તેની રીતો…. તો આ રીતે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તેની સાથે બાળક બનીને આનંદ માણવો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,