ફળો અને શાકભાજી વિટામિન્સ અને મિનરલ્સનો કુદરતી સ્રોત છે જ્યારે દવાઓ કૃત્રિમ. હેલ્ધી રહેવા માટે ડાયટની ચિંતા ન કરવી પડે એ માટે આજકાલ લોકો સામાન્ય સંજોગોમાં પણ આ ગોળીઓ ખાવા લાગ્યા છે જે ચિંતાજનક પરિસ્થિતિ છે. બીમારીમાંથી ઊઠ્યા હો કે ખોરાક ન લઈ શકતા હો એ સંજોગોમાં ઉપયોગી એવાં આ સપ્લિમેન્ટ્સ લાંબા ગાળે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે
આજકાલ સમય ઇન્સ્ટન્ટનો છે. દરેક વસ્તુ તાત્કાલિક મળવી જોઈએ. પ્રોસેસમાં કોઈને રસ ની પડતો. થોડીક નબળાઈ લાગી, હા-પગ તૂટવા લાગ્યા, મગજ જલદી થાકવા લાગ્યું, ચહેરા પર ફીકાશ દેખાવા લાગી, સ્નાયુઓ ખેંચાવા લાગ્યા અને તમે ોડા જાણકાર હો અને તમને લાગ્યું કે શરીરમાં પોષણની એટલે કે વિટામિન અને મિનરલ્સની કમી ઈ ગઈ લાગે છે તો તાત્કાલિક ડોક્ટર પાસે ગયા કે ન ગયા તો મેડિકલ સ્ટોર પર જઈ મલ્ટિ-વિટામિનની ગોળીઓ લઈ આવ્યા. બસ, ચિંતા મટી ગઈ. ઘણા એવા લોકો પણ છે જે કહે છે કે અમને હેલ્ની ચિંતા કરવા જેટલો સમય ની માટે દરરોજ વિટામિનનાં સપ્લિમેન્ટ્સ લઈએ છે એટલે બરાબર ખાધું કે ન ખાધું તોય શરીરની ચિંતા નહીં. આજકાલ અમુક ડોક્ટરો પણ એવું કહેવા લાગ્યા છે કે ડાયટ વ્યવસ્તિ કરતાં તો વાર લાગશે અને ધીમે-ધીમે શરીરની જરૂરત પૂરી શે એને બદલે ગોળીઓ લઈ લો, પછી કરતા રહેજો ડાયટ ઠીક.
હકીકત એ છે કે આ પરિસ્થિતિમાં દરદી ગોળીઓ પર નર્ભિર રહીને ડાયટ ઠીક કરવાનું માંડી જ વાળે છે. શું ફળો અને શાકભાજીમાંથી મળતાં વિટામિન્સ અને મિનરલ્સ અને ગોળીઓમાંથી મળતાં વિટામિન્સ અને મિનરલ્સ સરખાં છે? શરીર માટે એ બન્નેનું મહત્વ એક જ છે? એક ફળ જે તમને આપે છે એ પોષણ એક ગોળી તમને આપી શકે? ફળ કુદરતી છે અને દવા, સપ્લિમેન્ટ્સ કે ગોળીઓ કૃત્રિમ. આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે ફળ અને સપ્લિમેન્ટસ બન્નેમાં ફાયદાકારક આપણા માટે શું છે.
૭૦ ટકા પાણી
માનવશરીર ૭૦ ટકા પાણીનું બનેલું છે એ જ રીતે ફળોમાં પણ વિટામિન્સ અને મિનરલ્સની સો-સો ભારી માત્રામાં પાણી છે. આ વાત સમજાવતાં ઘાટકોપરમાં હેલ્ અને ડાયટ ક્લિનિક ધરાવતાં ડાયટિશ્યન કહે છે, તર્કની દૃષ્ટિએ વિચારીએ તો માનવશરીર માટે એવી વસ્તુ જે તેના શરીર જેવી જ બનેલી છે એ વધુ ફાયદાકારક સાબિત ઈ શકે છે. શાકભાજીમાં પણ એટલું જ પાણી છે, પરંતુ ફળ જેટલું બેસ્ટ કંઈ જ ની. આ બાબતે શાકભાજી પણ ફળો પછીનું સન ધરાવે છે. જ્યારે સપ્લિમેન્ટ્સની વાત કરીએ તો એમાં પાણીનું આર્ટિફિશ્યલ અને સિન્થેટીક કમ્પોઝિશન વાપરવામાં આવે છે જેને લીધે શરીરને જેટલું જોઈએ છે એના કરતાં ઘણા વધારે પ્રમાણમાં ન્યુટ્રિશનનો ભરાવો ઈ જાય છે જે અમુક વાર નુકસાનકારક સાબિત ઈ શકે છે.
ફાઇબર્સ
ફળોમાંથી ફક્ત વિટામિન્સ અને મિનરલ્સ જ નહીં, ભરપૂર માત્રામાં ફાઇબર્સ પણ મળે છે. અમેરિકન હાર્ટ અસોસિએશનની સલાહ મુજબ ૨૫-૩૦ ગ્રામ ફાઇબર્સ દરેક વ્યક્તિએ લેવા જોઈએ. જે હિસાબે કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ ર્પોશન ફળો અને શાકભાજીના લેવા જરૂરી છે જેમાંથી ૪૦ી ૬૦ ટકા જેટલું પોષણ આપણને મળે છે અને બાકીનું ધોવાઈ જાય છે, કારણ કે આપણું શરીર એ જ રીતનું બનેલું છે. આ બાબતે ડાયટિશ્યન કહે છે, ઘણા લોકો માને છે કે સપ્લિમેન્ટ્સ લઈએ તો પોષણ તો મળી જ રહે છેને. સમજીએ તો ટીકડીઓમાંથી વિટામિન્સ કે મિનરલ્સ તો મળી જ રહેશે, પરંતુ એની સો જે અત્યંત જરૂરી છે એવાં ફાઇબર્સ નહીં મળે, કારણ કે એ ફક્ત ફળો અને શાકભાજીમાંી જ મળે છે. આ ફાઇબર્સ પાચન માટે અત્યંત ઉપયોગી અને જરૂરી વસ્તુ છે. આમ સંપૂર્ણ પોષણ માટે તો ફળો જ ખાવાં વધુ યોગ્ય છે.
ઇન્સ્ટન્ટ એનર્જી
ફળોમાંથી આપણને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે, કારણ કે એમાંથી ફ્રુક્ટોઝ નામની શુગર મળે છે જે શરીરના કોષોને તાત્કાલિક ઊર્જા પ્રદાન કરે છે, પરંતુ સપ્લિમેન્ટ્સમાં એવું નથી થતું; કારણ કે શરીરમાં એને ઍબ્સોર્બ તાં વાર લાગે છે. એનું પાચન જલદીથી ની ઈ જતું અને એટલે જ એ ઇન્સ્ટન્ટ એનર્જી ની આપી શકતું. આ વાત સો મહત્વનો મુદ્દો ઉમેરતાં ડાયટિશ્યન કહે છે, એટલું જ નહીં, જેટલી સરળતાથી ફળોમાંથી મળતાં વિટામિન્સનું શરીરમાં પાચન થાય છે એટલું વ્યવસ્તિ અને સરળ પાચન ગોળીઓમાંથી મળતાં વિટામિન્સનું નથી થતું. એથી જ ગોળીઓમાં રહેલાં કુલ વિટામિનનો ઘણો મોટો ભાગ શરીરમાં શોષાયા વગરનો વેડફાઈ જાય છે. આવું ફળોમાં ની તું.
શું કરવું?
સપ્લિમેન્ટ્સ અમુક પરિસ્થિતિમાં જરૂરી અને ઉપયોગી છે; ખાસ કરીને ત્યારે જ્યારે વ્યક્તિ જમી ન શકતી હોય, બીમારીમાંથી
ઊભી જ ઈ હોય અવા કોઈ એવી પરિસ્થિતિ જેમાં તેને સામાન્ય કરતાં વધુ પોષણની જરૂર હોય; જેમ કે પ્રેગ્નન્સી; પરંતુ આવી ગંભીર અને જરૂરી સમયે પણ ડોક્ટરની સલાહ મુજબ જ વિટામિન કે મિનરલ્સની ગોળીઓ લેવી. સામાન્ય સંજોગોમાં આ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ ટાળવો અને હેલ્ધી ડાયટ પર વધુ ધ્યાન આપવું. પૂરતું પોષણ શરીરને કુદરતી ખોરાક જ આપી શકે છે એ વાત હંમેશાં યાદ રાખવી.
સપ્લિમેન્ટ્સ લેવાનો ગેરલાભ
ડાયટિશ્યન પાસેી જાણીએ સપ્લિમેન્ટ્સ લેવાના ગેરલાભ નેચરલ વિટામિન્સ અને સિન્થેટીક વિટામિન્સ બન્નેમાં વધુ નહીં ત એ ફરક છે કે શરીરને જે સૌથી માફક આવે છે અને લાભદાયક સાબિત થાય છે એ નેચરલ ર્સોસમાંથી પ્રાપ્ત વિટામિન જ છે.સિન્થેટીક કે કેમિકલી લેબમાં બનાવેલી વિટામિનની ગોળીઓી ટૂંકા સમય માટે ફાયદો ઈ શકે છે, પરંતુ લાંબા ગાળે એ નુકસાન કરે છે.
ફૂડ-સપ્લિમેન્ટ્સ અમુક પ્રકારની સાઇડ-ઇફેક્ટ પણ લાવી શકે છે, જેમ કે વિટામિન-ખ્ વધુ માત્રામાં લેવામાં આવે તો લિવરને ડેમેજ કરી શકે છે, હાડકાંની સ્ટ્રેંગ્ ઘટાડી શકે છે, માાના દુખાવાનું કારણ બની શકે છે અને જો ગર્ભવતી ી એ વધુ લેતી હોય તો તેના બાળકને જન્મજાત ખામી આવી શકે છે. અમુક પ્રકારના મિનરલ્સને વધુ માત્રામાં કે લાંબો સમય લેવામાં આવે તો આવવાં, વજન ઘટી જવું, નસોમાં ડેમેજ થવું, સ્નાયુ નબળા પડવા જેવી કોઈ પણ સમસ્યા આવી શકે છે.
સપ્લિમેન્ટ્સ લેતી વખતે એક ખતરો હંમેશાં રહે છે કે એનાી વ્યક્તિને ઓવરડોઝ ન ઈ જાય. મોટા ભાગે વ્યક્તિઓ ડોક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ લેતી નથી, પરંતુ પોતાની રીતે લેતી હોય છે. એને લીધે આ ખતરો ખૂબ વધી જાય છે. ખોરાકમાં આ જોખમ ક્યારેય ની હોતું. જેમ કે સંતરામાંથી વિટામિન-ઘ્ ભરપૂર માત્રામાં મળે છે. તમે બે ડઝન સંતરાં ખાઈ જાઓ તો પણ વિટામિન-ઈનો અતિરેક શરીરમાં નથી થતો, પરંતુ ગોળીમાં એકને બદલે બે ખવાઈ જાય તો પણ તકલીફ આવી શકે છે.