આ દુનિયામાં ભાગ્યે જ કોઇ એવું હશે કે જેને પ્લાસ્ટિકની બોટલમાં પાણી નહીં પીધું હોય. ઘરથી લઇને ઓફિસ સુધી દરેક જગ્યાએ આપણે પ્લાસ્ટિકની બોટલનો જ ઉપયોગ કરીએ છીએ. હાલમાં લગભગ દરેક ઘરે ફ્રિજમાં પાણીની બોટલ પ્લાસ્ટિકની જ હોય છે. ત્યાં બીજી બાજુ આપણે ટ્રાવેલિંગ દરમ્યાન પણ જે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીએ છીએ તે બોટલ પણ પ્લાસ્ટિકની જ હોય છે. પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આપ જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો તે તમારા માટે સ્લો પોઇઝનનું કામ કરે છે.
હકીકતમાં દરેક પ્લાસ્ટિક બોટલ નીચે એક કોડ આવેલ હોય છે. આ કોડ દ્વારા બોટલની ક્વોલિટી અને તેને યૂઝ કરવાની જાણકારી મળે છે. પ્લાસ્ટિક બોટલને બનાવવામાં ટૉક્સિક (ઝેરી) કેમિકલ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલ્સ દરેક બોટલમાં એક સરખું ઉપયોગમાં નથી લેવાતું. એટલે કે દરેક પ્લાસ્ટિક બોટલથી ખતરો જરૂરી નથી. જેને માટે બોટલની પાછળ એક કોડ આવેલ હોય છે. આ કોડને જોઇને આપ બોટલને યૂઝ કરવા મામલે પણ વિશેષ માહિતી મેળવી શકો છો. પ્લાસ્ટિકની લગભગ દરેક બોટલની નીચે કોડની સાથે PETE અથવા PET લખેલું હોય છે. આનો મતલબ એ થાય છે કે બોટલમાં પોલિથિલીન ટેપેક્થાલેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આ બોટલનો ઉપયોગ ફરીથી કરવામાં આવ્યો ત્યારે તે કેમિકલ શરીરમાં જઇને કેન્સર જેવી ઘાતક બીમારી પેદા કરી શકે છે.
પ્લાસ્ટીકની બોટલમાં રહેલા બાઈસફેનોલ-એ ના કારણે હૃદય ઉપર ગંભીર અસર થાય છે. આ ઉપરાંત હૃદય ની બીમારી થવાનું જોખમ ત્રણ ગણુ વધી જાય છે.પ્લાસ્ટિકની બોટલ માં પાણી પીવાથી પેટના ઘણા રોગો થાય છે. તેનાંથી પાચન ક્રિયા ધીમી પડે છે.આ ઉપરાંત કબજિયાતની અને ગેસની સમસ્યાઓ ઊભી થાય છે.પ્લાસ્ટિક ની બોટલો સગર્ભા બહેનો માટે ખુબ જ નુકસાન કારક છે. પ્લાસ્ટિક ની બોટલ માં ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલ બીપીએ ના લીધે ગર્ભ માં રહેલા બાળકનાં વિકાસ માં અવરોધ આવે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવો જોઈએ નહીં.