મારવાડી યુનીવર્સીટી મોરબી રોડ રાજકોટ ખાતે FIR અંગેના સેમીનાર મહેરાજ ભાર્ગવ,પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ હતો.જેમાં ડી.સી.પી. ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા એ.સી.પી.ઉત્તર વિભાગ એસ.આર.ટંડેલ, તથા કુવાડવા રોડ પો.સ્ટે.ના પો.ઈન્સ.બી.એમ.ઝણકાટ તથા પો.સ.ઈ. એમ જે રાઠોક હાજર રહ્યા.
આ સેમીનારમાં મારવાડી યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ સેમીનારમાં રાજુ ભાર્ગવ તથા ડો.પાર્થરાજસિહ ગોહિલ ડી.સી.પી ક્રાઇમ દ્વારા E-FIR અને Women Safety, Cyber crime તથા સ્માર્ટ પોલીસીંગ તથા ટેકનોલોજી યુઝ ઇન પોલીસીંગ અંગે માર્ગદર્શન આપ્યું.
આ સેમીનારમાં વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન દ્વારા e-FIR નો હેતુ,ફરિયાદનો પ્રકાર,વાહન ચોરી તથા મોબાઈલ ચોરીની ફરિયાદ માટેની પ્રક્રિયા તથા FIR એપ્લીકેશનની પ્રોસીઝર,સીટીઝન પોર્ટલ એપ્લીકેશન વિશે માહિતી, કઈ રીતે FIR દાખલ કરવી વગેરે ચર્ચા કરવામાં આવી હતી
.તેમજ e-FIR અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો.તેમજ વિદ્યાર્થીઓએ QR Code મારફતે સીટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ પણ કરી હતી, તેમજ સીટીઝન ફર્સ્ટ એપના અન્ય ફાયદાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સેમીનારમાં મારવાડી યુનીવર્સીટીના વાઈસ-ચાલર પ્ર.સંદિપ સંચેતી તથા રજીસ્ટર નરેશ જાડેજા તથા BA કેલ્ટીના ડીન પ્રો.ડો.સુનીલ જાખરીયા તથા મારવાડી યુની.ના અન્ય ફેકલ્ટીના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા.
તેમજ મારવાડી યુનીવર્સીટીનાં વિદ્યાર્થીઓએ સેમીનારનો લાભ લીધેલ હતો.આ ઉપરાંત મારવાડી યુનીવર્સીટી દ્વારા અનુસ્થાપન-2022ના induction program for MBA students ના કાર્યક્રમમાં પણ પોલીસ કમિશ્નરે MBAના વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન પણ આપ્યું હતું.