સ્ત્રીઓને ઘાટા અને ચમકદાર વાળ ગમતા જ હોઈ છે. અત્યારની આ વ્યસ્ત લાઈફમાં મોટા ભાગની વર્કિંગ વૂમન અને ડ્રાઈ હેર રાખવાના ટ્રેન્ડ માં વાળની સંભાળ લેવામાં ક્યાંકને ક્યાંક કચાસ રહી જતી હોઈ છે. ઘણી સ્ત્રીઓ પોતાના વાળને સુંદર બનાવવા માટે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવા લાગે છે. કે જે ટ્રીટમેન્ટ ખર્ચાળ હોવાની સાથે જ નુકશાનકારક પણ છે. પરંતુ એજ તમે કેટલાક ઘરેલું ઉપચાર દ્વારા તમારા વાળની તંદુરસ્તી સુધારી શકો છો અને એના માટે તમારે કોઈ પૈસા પણ ખર્ચવા નહીં પડે. ચાલો જાણીએ કેવી રીતે…
હેડ મસાજના ફાયદાઃ
ઘણી વખત આપણે આપણા દાદીમા દ્વારા આપણા વાળ માટે આપેલી સલાહને ફોલો કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમે તમારા વાળને તેલથી માલિશ કરવાનું શરૂ કરો છો, તો તે વાળના ગ્રોથ અને ગ્લો માં ઘણી મદદ કરી શકે છે.
માથાની માલિશ કરવાના ફાયદા
રક્ત પરિભ્રમણ વધારો: જો તમારી ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણ નબળું છે, તો તમારા વાળને માલિશ કરવાથી તમારા રક્ત પ્રવાહમાં સુધારો થશે, જેનાથી વાળના ફોલિકલ્સ મજબૂત થશે.
તણાવનું સ્તર ઘટે છે: સારી રીતે હેર મસાજ કર્યા પછી, આપણી અડધી ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે અને આપણું માથું વધુ શાંતિ અનુભવવા લાગે છે. તે તણાવનું સ્તર ઘટાડે છે.
હેર ફોલિકલ એક્ટિવેશન: હળવો મસાજ આપણા વાળના ફોલિકલ્સને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. જેના કારણે વાળનો ગ્રોથ શરૂ થાય છે.
વાળના ગ્રોથ માટે હેર મસાજ કેવી રીતે કરવું
સૌથી પહેલા તમારે એક સારું તેલ પસંદ કરવાની જરૂર છે કે જે શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને તમારા માથાની ચામડીને પોષણ આપી શકે. તમે નાળિયેર તેલ, ઓલિવ તેલ અથવા જોજોબા તેલનો ઉપયોગ કરી શકો છો. તેલને થોડું ગરમ કરો અને પછી તમારા વાળને અલગ-અલગ ભાગોમાં વહેંચો. આ પછી તમારે એક સમયે એક સેક્શન લેવાનું અને તમારા વાળમાં તેલ લગાવવાનું શરૂ કરવાનું છે. તમે તમારી ગરદનમાંથી તેલ લગાવવાનું શરૂ કરી શકો છો અને માથા તરફ આગળ વધી શકો છો. તમારે ફક્ત તમારી આંગળીઓના ટેરવાથી માથા પર મસાજ કરવાનું રહેશે. મસાજ હળવા હાથે કરવાનું રહેશે.