શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન ડી જરૂરી છે. તે અનેક પોષક તત્વોમાંનું એક છે. તે શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે જેનાથી હાડકાંનું સર્જન થાય છે અને હાડકાં મજબૂત અને સ્વસ્થ રહે છે. વિટામિન ડીના વધુ પડતા નીચા સ્તરથી હાડકાં નરમ અને સહેલાઇથી તૂટે તેવા બની જાય છે. હાડકાંમાં દુઃખાવો રહે છે અને સ્નાયુઓમાં દુઃખાવો તથા નબળાઈ રહે છે.

વિટામિન ડી સ્નાયુઓની કામગીરીમાં તથા રોગપ્રતિકારક શક્તિમાં પણ ભૂમિકા ભજવી શકે છે. રોગપ્રતિકારક શક્તિ એ આપના શરીરની રક્ષણાત્મક વ્યવસ્થા છે. તે ચેપ તથા અન્ય બિમારીઓ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. દરરોજ વિટામિન ડી લેવાથી મોટી ઉંમરના લોકોમાં પડી જવાનું જોખમ ઘટતું હોવાનું જોવા મળ્યું છે.

વિટામિન ડી મેળવવાના સોર્સ

  • સૂર્યપ્રકાશઃ જ્યારે તમારી ત્વચા સૂર્યપ્રકાશના સંપર્કમાં રહે ત્યારે વિટામિન ડી પેદા થાય છે. તમારી ત્વચા કેટલાં પ્રમાણમાં વિટામિન ડી પેદા કરે છે તેનો આધાર વિભિન્ન પરિબળો જેમ કે ઋતુ (શિયાળાના મહિનાઓમાં સામાન્ય રીતે ઓછો સૂર્યપ્રકાશ હોય છે),
  • દિવસનો સમય (સવારના ૧૦ થી બપોરના ૩ દરમિયાન સૂર્યના કિરણો સૌથી વધુ તીવ્ર હોય છે),
  • વાદળાંના આવરણનું પ્રમાણ અને હવાનું પ્રદૂષણ, તથા તમે ક્યાં રહો છો (વિષુવવૃતની નજીકનાં શહેરોમાં યુવીનું ઊંચુંપ્રમાણ હોય છે),
  • સૂર્યપ્રકાશમાંના યુવી (અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને કારણે તમારી ત્વચા વિટામિન ડી પેદા કરે છે.

આહારના સ્રોતો: દરરોજ પૂરતા પ્રમાણમાં વિટામિન ડી લેવાનો સૌથી સારો રસ્તો તમામ આહારજૂથોમાંથી વિવિધ પ્રકારનો પૌષ્ટિક આહાર લેવાનો છે.  જેમ કે દૂધ, દૂધની બનાવટો.

શરીરમાં વિટામિન ડીનું સ્તર તપાસવું

તમને ચોક્કસ મેડિકલ સ્થિતિ હોય, વિટામિન ડીની ઊણપનું જોખમ હોય કે ઉપર જણાવ્યા મુજબની અન્ય કોઈ ચોક્કસ દવાઓ લેતા હો તો તમારા ડોકટર તમારા સ્તરની તપાસ કરવાનું કહી શકે છે. કેટલીક વાર લાંબા સમયથી શરીરમાં દુઃખાવો કે વારંવાર પડી જવાનું થતું હોય કે નોંધપાત્ર ઇજા વિના હાડકાંમાં ફ્રેકચર થતું હોય તો વિટામિન ડીના સ્તરની તપાસ કરાવવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.