સિટી બસના કર્મચારીઓ, ડ્રાઈવર, ક્ધડકટરનાં વર્તનમાં તેમજ મુસાફરોનાં વર્તનમાં પરિવર્તનની જરૂર છે!

બસમાં મૂસાફરી કરતી વિદ્યાર્થીનીઓ ઉપર ડ્રાઈવર ખરાબ કોમેન્ટ કરતા હોવાની રાવ

વધતી જતી મોંઘવારીમાં મુસાફરી કરવું ખૂબજ ખર્ચાળ છે ત્યારે રાજકોટમાં રાજકોટ માસ ટ્રાન્સપોર્ટ સર્વીસ લોકો માટે મુસાફરીને સસ્તી અને સુરક્ષીત બનાવે છે. જેમાં ૯૦ આસપાસ બસ ૧૩૦ આસપાસ ડ્રાઈવર તથા ૧૮૦ કંડકટર છે જે છેલ્લા પાંચ વર્ષથી સીટી બસની સેવા નાગરીકોને આપી રહ્યા છે. પરંતુ આર.એમ.ટી.એસ.નાં ડ્રાઈવરો તથા કંડટરસે પોતાના વર્તનમાં કોઈ પરિવર્તનની જરૂર છે. અનેક ફરિયાદો થઈ હોવા છતાં યોગ્ય પગલા લેવાતા નથી બીજી તરફ ભીડમાં બસના દરવાજે લટકીને મુસાફરી કરતા તેમજ ગેરશિસ્ત દાખવતા મુસાફરોના વર્તનમાં પરિવર્તનની જરૂર ઉભી થઈ છે.

vlcsnap 2018 04 25 12h30m00s68સૌરાષ્ટ્ર યુનિ.માં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી જાડેજા કૃપાલસિંહે અબતક સાથે રાજકોટ માસ ટ્રાન્સપોર્ટ સર્વીસ વિશે વાત કરતા જણાવ્યું હતુ કે યુનિ. જવા અને આવવા માટે નિયમિત પણે આરએમટીએસનો લાભ લઈ રહ્યા છીએ પરંતુ આ મુસાફરી સેવા વકાણ કરવા લાયક નથી. કારણ કે મોટાભાગે અનિયમિતતા જોવા મળે છે. તેમજ ડ્રાઈવરનું વર્તન સારૂ નથી છોકરીઓ પ્રત્યે વિદ્યાર્થીઓ પ્રત્યે તથા સીનીયર સીટીઝન પ્રત્યે ઉપરાંત બસ ચલાવવામાં કાળજી નથી લેતા અને બધા એક બીજા સાથે અથડાઈ અને પડી જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

vlcsnap 2018 04 25 12h30m33s0તેમજ ઈજા પણ પહોચે છે. આવી સ્પીડમાં ચલાવવાનું કારણ એ છેકે નિયમિત સમયે બસ શરૂ કરવામાં નથી આવતીબીજા રૂટમાં મોડુ ન થાય માટે સ્પીડમાં ચલાવે છે. થોડાક મોડા પડયા હોય ત્યારે બસમાં ચડવા દેતા નથી તેમજ બસ ઉભી પણ રાખતા નથી, વૃધ્ધોને પણ ઘણીવાર આવી તકલીફ ભોગવવી પડે છે. કંડકટર પણ ઘણીવાર ટીકીટ ન આપવાનો આગ્રહ રાખે છે. અને પૈસા પણ લઈ લે છે. બહારથી આવેલા મુસાફરો સાથે આવુ વધુ થાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પણ મોટાભાગે ટીકીટ આપ્યા વિના જ પૈસા લઈ લે છે. અજાણ્યા મુસાફરોને જે તે સ્થળ કે બસ સ્ટોપની ખબર નથી હોતી બસની અંદર અનાઉન્સમેન્ટ પણ મોટાભાગે બંધ હોય છે. તેથી જયાં ઉતરવાનું હોય તે સ્થળ ચૂકી જવાઈ છે.

vlcsnap 2018 04 25 12h31m55s205બસ સ્ટોપ પર રોડ વચ્ચે બસ ધીમે પાડીને ઉતારી દેવાઈ છે. અને ચાલુ બસે જ ચડવું પડે છે. બસ ઉભી રાખવામાં માનતા નથી ડ્રાઈવર કોઈ પ્રોફેશનલ છે જ નહી બધા અશોભ્ય વર્તન કરે છે. મુસાફરો બસની અંદર ઉભા હોય કે કોઈ છોકરીઓને બેસવાની જગ્યાન મળી હોય ત્યારે વારંવાર જાણી જોઈને બ્રેક મારવામાં આવે છે. જેથી તેઓ એક બીજા ઉપર પડે છે. ઉપરાંત ખરાબ કોમેન્ટ પણ ડ્રાઈવર દ્વારા કરવામાં આવે છે. આ બાબતે સામે બોલતા ઝગડો પણ કરે છે. બધા લોકો ખરાબ નથી પરંતુ જે છે તેની જગ્યાએ પ્રોફેશનલ ડ્રાઈવર તેમજ સારા માણસો લાવવાની જરૂર છે.

vlcsnap 2018 04 25 12h32m52s13 1રાજકોટ માસ ટ્રાન્સપોર્ટ સર્વીસનો નિયમિત લાભ લેતા કમ્પ્યુટર કલાસીસનાં વિદ્યાર્થી વિશાલે જણાવ્યું હતુ કે તેઓ દોઢ વર્ષથી મુસાફરી કરી રહ્યા છે. અને વિદ્યાર્થીઓ માટે ખૂબજ ફાયદા‚રૂ પ સેવા છે. મોબાઈલ ફોન એપ્લીકેશન અને કોલ કરીને પણ ખૂબજ મદદરૂપ માહિતી તરત જ આરએમટીસી દ્વારા આપવામાં આવે છે. મોટાભાગની બસ તેના નિયમિત સમય મુજબ મુસાફરી કરાવે છે. તેના દ્વારા દિવસ દરમિયાન ૪ વાર સમયસર મુસાફરી કરૂ છું. કયારેક સ્પીડ વધારે હોય તેવું લાગે છે.

vlcsnap 2018 04 25 12h33m37s201ગવર્નમેન્ટ ઈન્જેનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિવ્યાએ અબતક સાથેની મુલાકાતમા જણાવ્યું કે તેઓ રોજ નિયમિત પણે સીટીબસની સેવાનોલાભ લે છે. તેઓ જણાવે છે કે બસ તેના નિયમિત સમયે સ્થળ પર હોતી નથી ડ્રાઈવર અને કંડકટરમાં ઘણા સારા છે. પરંતુ અમુકનું વર્તન સારૂ નથી હોતુ મન પડે તેમ જવાબ આપતા હોય છે. જેમકે એક છોકરીએ બસ ધીમે ચલાવવા કહ્યું તો ડ્રાઈવરે એવો જવાબ આપ્યો કે બસ તો આમ જ ચાલશે જે કરવું હોય તે કરી લ્યો અને વધુ સ્પીડ્માં બસ ચલાવતા તે છોકરીને હાથમા ઈજા થઈ હતી. આ બાબતે ફરિયાદ કરતા કોઈ જવાબ મળ્યો નથી. તેમજ બસમાં રહેલા લોકોએ પણ કોઈ જ મદદ કરી ન હતી. આવા વર્તનને પરિવર્તનની જ‚ર છે. ઘણાનું વર્તન સારૂ પણ છે. સ્ટોપ પર મુસાફરો ઉભા હોય તો પણ બસ ઉભી રાખતા નથી. ઘણા રૂટમાં બસ વધારવાની પણ જરૂર છે. કારણ કે સવાર સાંજ ખૂબ જ ભીડ હોય છે. વધુ બસની જરૂર છે.

vlcsnap 2018 04 25 12h34m00s156આર.એમ.ટી.એસ.નાં ડ્રાઈવર પરેશ ૨ વર્ષથી બસ ચલાવે છે. તેમણે અબતકને જણાવ્યું હતુ કે ૧૬ કલાક કામ કરવાનું હોય છે બસની સ્પીડ ૬૦ની મર્યાદામાં છે. તેનાથી વધારે સ્પીડમાં બસ ન ચલાવી શકાય. મુસાફરોમાં ભીડ હોય દરવાજે લટકીને ઉભા હોય છે. એટલે તેમની સાથે ઝગડો કરવો પડે છે. ઉપરાંત રાજકોટમાં ટ્રાફીકની ખૂબજ સમસ્યા વધતી જાય છે. ટુ વ્હીલર, તથા રીક્ષા વાળાનું ટ્રાફીક વધુ નડતર રૂપ છે.

આર.એમ.ટી.એસ.ના ડ્રાઈવર સુપરવાઈઝર ચાંદેગરા જગદીશે અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું હતુ કે ડ્રાઈવરનીભરતીમાં લાઈસન્સ જોવામાં આવે છે. તેમજ ત્રણ દિવસની તાલીમ આપવામાં આવે છે.તેમા અનુભવી ડ્રાઈવર સાથે બસ ચલાવવા મોકલવામાં વે છે. ત્યારબાદ તેની બસમાં મુસાફરી કરીને પછી જ ભરતી કરવામાં આવે છે. બસની સ્પીડ ૬૦માં બાંધેલી છે. વિદ્યાર્થીઓ પણ બસમાં તોફાન, મસ્તી કરતા હોય તેના હિતમાટે તેમને કોઈ ઈજા ન થાય તે માટે તેમની સામે કહેવું પડે છે. જો કોઈ ઘટના બને તો ડ્રાઈવર કંડકટર જવાબદાર બને છે.

આવું ન થાય માટે ઉગ્ર વર્તનથી મુસાફરો સાથે વાત કરી સમજાવવામાં આવે છે. રાજકોટમાં વધતા જતા ટ્રાફીકનાં પ્રશ્ર્નોને લીધે જ બસના સમયમાં નિયમિતતા જળવાતી નથી તથા ટ્રાફીકમાં કોઈ ઘટના કે અકસ્માત ન થાય માટે જ ડ્રાઈવર દ્વારા બ્રેક અને સ્પીડ બને અનુકુળતાએ ઉપયોગ થાય છે. કાણણ કે તેની માથે પચાસ જીંદગીની જવાબદારી હોય છે. વધુ મુસાફરો બસમાં મુસાફરી કરવાથી ઈજા કે અકસ્માતનાં બનાવો વધતા જાય છે. નેવું બસ છે. અને ૧૩૦ આસપાસ ડ્રાઈવરો છે. આ પાંચમુ વર્ષ છે. હજી બસની સેવા નિયમિતક પણે ચાલે જ છે. ફરિયાદો પણ ખૂબજ ઓછી આવે છે. તેમજ કોઈ લૂટ,માર કે આંદોલન વખતે ઘણીવાર બસને તથા ડ્રાઈવરને નુકશાન કે ઈજા થાય છે તો પણ ફરિયાદ કરતા નથી. અબતકના માધ્યમથી એ જ સંદેશો આપીશ કે સમજદારી પૂર્વક, શાંતિપૂર્વક મુસાફરી કરતા રહો સેવાનો લાભ લેતા રહો તેવી વિનંતી.

કંકકટર સુપરવાઇઝન  જાડેજા ઇન્દ્રજીતસિંહએ જણાવ્યું હતું કે ૧૮૦ કંડકટર સીટી બસમાં છે જેને ૮ કલાકની શિફટમાં કામ કરાવવામાં આવે છે ૬ થી ર અને ર થી ૧૦ વાગ્યા સુધી ૧૦ પાસ કે તેથી વધુ અને બેઝ લાઇસન્સ હોય તે કંડકટર તરીકે લાયક છે. કંડકટરના વર્તનમાં બન્ને પક્ષી વાંધ જોવા મળતો હોય છે.

ડેપ્યુટી જનરલ મેનેજર પરેશભાઇ પટેલે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે બીજા શહેરના પ્રમાણમાં રાજકોટમાં સીટી બસની સેવા ખુબ સારી છે ઓછી બસમાં વધુમાં વધુ સ્થળોએ પહોંચી વડે છે જેમ જેમ રાજકોટનો વિકાસ થઇ રહ્યો છે તેમ બસમાં પણ વધારો કરવાની જરુર છે જેના પ્રયત્નો થઇ રહ્યા છે.

હાલની દરેક બસ સાથે જી.પી.એસ. છે જેથી બધા સ્થળ પર બસનું લોકેશન જાણી શકાય છે કોઇ સ્થળ પર બસ ઉભી ન રહે તો દંડ કરવામાં આવે છે જનતા તરફથી ગેરવર્તન અને ઝઘડાની ફરીયાદો મળે જ છે જેની તપાસ કરી નોટીસ આપવામાં આવે છે તથા નોકરીમાંથી છુટા પણ કરી દેવામાં આવે છે. સામે પક્ષે ઘણીવાર મુસાફરોના વાંક પણ હોય છે. સીટી બસની જાળવાની માટે ગ્રોસ ક્રોસ મોડેલ છે જેમાં જે તે એજન્સી સાથે કોન્ટ્રાક હોય તેને પર કિ.મી.ના દરે ચુકવાની થાય છે જેમાં બસની જાળવણી ડ્રાઇવર તથા કંડકટરની જવાબદારી એજન્સીની છે.

સીટી બસમાં ખર્ચના પ્રમાણમાં આવક નહિવત છે ટિકીટ દર પણ ખુબ જ વ્યાજબી છે. જેની સામે ખર્ચ ખુબ થાય છે ઉપરાંત સીટીબસમાં સાત વર્ષનો કોન્ટ્રાક એજન્સી સાથે કરેલો હોય છે. કોઇ ઘટના કે અકસ્માત થવાની આગામી ઓંદોલન જેવી સ્થિતિમાં બસરુટ છે. ને બદલવામાં પણ આવે છે જે કામ સુપરવાઇઝરનું છે આવું કરવાથી મુસાફરો તથા બસને ઓછામાં ઓછું નુકશાન થાય તેની કાળજી લેવાતી લેવાતી હોય છે. બસનો ટાઇમ ફિકસ હોય છે જે તે મુજબ જ બસ ચલાવામાં આવે છે. જો તેમ ન થાય તો કારણો રજુ ન થતા દંડ કરવામા આવે છે. ડ્રાઇવર તથા કંડકટર ને વર્તન બાબતે તાલીમ પણ આપવામાં આવે છે. મુસાફરી કરતી વખતે મુસાફરોની જવાબદારી બને છે કે કોઇ તકલીફ થાય કે ટીકીટ ન મળે તો બસમાં આપેલા નંબર પર ફરીયાદ કરી ઉ૫રાંત રુબરુ પણ ફરીયાદ સ્વીકાર્ય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.