- મા-બાપ બાળકના ભવિષ્ય અને ઘડતરને લઈને સજાગ રહેતાં હોય છે, પણ ઘણાં મા-બાપ છોકરાઓના વિકાસ માટે સજાગ હોવા છતાં પણ જાણે-અજાણે ભૂલ કરી દેતાં હોય છે. બાળક જ્યારે ઘણી વાર વિચિત્ર સવાલો પૂછે ત્યારે મા-બાપ તેને ધમકાવીને, કાં તો તેને આડાઅવળા જવાબો આપીને પટાવી દેતાં હોય છે.
- બાળકની આ જિજ્ઞાસા કે કુતૂહલતાને આપણે જોઈએ તેટલી ગંભીરતાથી લેતા નથી. આજે અમને તમને જણાવીશું કે જ્યારે બાળક જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન કરે તો તેમની સાથે કેવી રીતે ડીલ કરવું…
- બાળક જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તેના માટે તેને કદી ધમકાવશો નહીં, તેની વાત કાપશો નહીં કે ગુસ્સો કે હસશો નહીં.
- તેના સવાલને શાંતિથી સાંભળીને તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો.આથી જ્યારે બાળકને બીજી વાર પ્રશ્ન પૂછવાનું મન થાય તો તે નિઃસંકોચ થઈને પૂછી શકશે.
- ઘણી વાર બાળકો એવા સવાલો પૂછતાં હોય છે જેનો જવાબ આપણે જાણતાં નથી કે તેનો જવાબ આપવો મુશ્કેલ હોય છે. આવા સમયે ઘરના અન્ય સભ્યોની, વડીલોની કે ઇન્ટરનેટ જેવાં માધ્યમનો ઉપયોગ કરી પણ બાળકોના પ્રશ્નનો જવાબ આપીને તેની જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન કરો.
- તમારાં બાળકો માટે તમારે હકારાત્મક વિચારસરણી કે પ્રતિક્રિયા દાખવવી જોઈએ.
- તમે પણ બાળકને સામે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછો અને તેમની સાથે ડિબેટ કરો. જેથી તેની કોમ્યુનિકેશન સ્કિલ અને જવાબો આપવાની ક્ષમતા પણ સાથે વિકસે.
બાળક જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન કરે તો તેમની સાથે કેવી રીતે કરવી ડીલ ?
Previous Articleફણગાવેલા મગના પુડલા તમે ક્યારેય ખાધા છે ? તો બનાવો આ વાનગી…
Next Article વર્કઆઉટ અથવા જીમ કરો છો ?? જાણો આ ઉપાયો