રસોઈ બનાવવા માટે તેલ પસંદ કરવું એ રસોઈનો પહેલો ભાગ છે. પણ તમે તેલની યોગ્ય પસંદગી કેવી રીતે કરશો? તમારે તેલની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જાણો તે વિશે.
આપણા રસોડામાં સૌથી મૂળભૂત અને આવશ્યક રસોઈ વસ્તુઓમાંથી એક છે રસોઈ તેલ. આપણે તેનો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરીએ છીએ. તે આપણને રસોઈમાં મદદ કરે છે અને દરેક ખોરાકમાં સ્વાદ ઉમેરે છે. તે ખોરાકના સ્વાદને શોષવામાં અને તેના એકંદર સ્વાદને વધારવામાં પણ મદદ કરે છે. જો તમે કોઈપણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર જાઓ છો. તો તમને ઘણા બધા વિકલ્પો જોવા મળશે. જે બધા પોતપોતાની રીતે સ્વસ્થ હોવાનો દાવો કરતાં હોય છે. કેટલાક લોકો ઘણીવાર રસોઈ તેલ પસંદ કરવામાં ભૂલો કરતાં હોય છે. જેના લીધે તે સ્વાસ્થ્યને લગતી કેટલીક બીમારીઓનો શિકાર બને છે.
કોલ્ડ પ્રેસ્ડ તેલ અને રિફાઈન્ડ તેલ આ બનેમાથી ક્યું તેલ સ્વાસ્થ્ય માટે સારું હોય છે?
જ્યારે કોલ્ડ પ્રેસ્ડ ઓઈલ કે રિફાઈન્ડ પસંદ કરવાની વાત આવે છે. ત્યારે તે તમારા રસોઈ પર આધારિત હોય છે. તેથી તમે આ ટીપ્સને અપનાવી શકો છો.
1. દરરોજની રસોઈ બનાવવા માટે કોલ્ડ પ્રેસ્ડ ઓઈલનો ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારણ કે તે શુદ્ધ તેલ કરતાં વધુ સારું હોય છે. તેમજ કોલ્ડ-પ્રેસ્ડ તેલનો ઉત્કલન બિંદુ માત્ર 180 ડિગ્રી સેલ્સિયસ છે. તેથી જો તમે કોલ્ડ પ્રેસ્ડ તેલનો ઉપયોગ કરીને કોઈપણ વસ્તુને ડીપ ફ્રાય કરો છો. તો તે બિનઆરોગ્યપ્રદ થઈ જશે.
2. ડીપ ફ્રાઈંગ : જો તમારે શેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરવું હોય તો રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરો.ઘણા લોકો શુદ્ધ તેલને બિનઆરોગ્યપ્રદ માને છે. જોકે રિફાઇન્ડ તેલનો ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે અને તેથી તે ઊંચા તાપમાને ડીપ ફ્રાઈંગ અને રાંધવા માટે યોગ્ય છે.
શું રસોઈ તેલનો ફરીથી ઉપયોગ કરવો સલામત છે?
તળવા માટે વપરાતું તેલ ફેંકી દેવું તમારા માટે બેસ્ટ છે. સાથોસાથ બીજીવાર પણ તેનો ઉપયોગ તળવા માટે પણ થવો જોઈએ નહીં. પણ જો તમે તેલનો બગાડ કરવા નથી માંગતા અને ફરીથી તેલનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આ ટીપ્સને અપનાવીને તમારા શરીર પર તેની નકારાત્મક અસરો ઘટાડી શકો છો.
1. તેલનો બે વાર ઉપયોગ કર્યા પછી ફેંકી દો. આવું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) કહ્યું હતું.
2. તળેલા તેલને થોડીવાર ઠરવા દો. એકવાર આ થઈ જાય પછી હવાચુસ્ત પાત્રમાં તેલ સંગ્રહિત કરતા પહેલા તેલને ફિલ્ટર કરો. એ ખાતરી કરો કે તેલમાંથી બધા કણો દૂર કરવામાં આવ્યા છે. નહીં તો તે તેલ બગડી જશે.
3. એક મહિનાની અંદર વપરાશ કરો એકવાર તમે એરટાઈટ કન્ટેનરમાં તેલનો સંગ્રહ કરી લો. પછી તેને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો. ખાતરી કરો કે તેલ હવાભેજ અને સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવે. તેલ તાજું છે તેની ખાતરી કરવા માટે એક મહિનાની અંદર તેનું સેવન કરવાનું રાખો.