યુથમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે, અવાર નવાર સમાચારમાં આવી રહ્યું છે કે અચાનક હાર્ટ એટેક આવતા યુવાનનું મૃત્યુ થયું… એવું થવાનું ચોક્કસ કારણ તો અહી ના જણાવી શકીએ પરંતુ એવું ન થાય એના માટે આગોતરી કાળજી રાખવી જરૂરી છે. અત્યારની આધુનિક લાઈફમાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડને કારણે રોગપ્રતિકારક શક્તિ અને શારીરિક નબળાઈના પ્રશ્નો વધવા લાગ્યા છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલના પ્રશ્નો પણ વધે છે. તેવા સમયે આ બીમારીથી બચવા અને તેને કંટ્રોલમાં રાખવા માટે રોજીંદા આહારમાં કેટલીક કાળજી રાખવાની જરૂરત રહે છે. આહારમાં લેવાતું કુકિંગ ઓઈલ એટલે કે તેલ જેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ જોવા મળે છે.
કેવા પ્રકારના તેલ આહારમાં ન લેવા જોઈએ ?
રિફાઈન્ડ ઓઈલ ખરીદવા માટે સસ્તા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે મોઘા પડી જાય છે.
રાઈસબ્રાન ઓઈલ, શીંગ તેલ, હોત પ્રેસ્ડ કેનોલા ઓઈલ, સોયાબીન ઓઈલ, કોર્ન ઓઈલ, આ વિવિધ પ્રકારના તેલમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોવાથી તેનો આહારમાં ઉપયોગ ટાળવો જોઈએ.
ક્યા તેલનો ઉપયોહ હિતાવહ છે…?
દેશી ઘી, નાળીયેરનું તેલ, કોલ્ડ પ્રેસ્ડ સરસીયાનું તેલ, તલનું તેલ, આ તેલ એવા છે જેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ હોવાથી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.