ટોપને અનુરૂપ બોટમ ન હોય તો ડ્રેસનો આખો લુક બગડી જાય છે. બોટમ્સ એટલે લોઅર બોડીમાં પહેરવામાં આવતો ગાર્મેન્ટ. બોટમ્સના ઘણા પ્રકાર છે; જેમ કે સલવાર, પતીયાલા, ચૂડીદાર, હેરમ્સ, લેગિંગ્સ, ધોતી, પેન્ટ્સ વગેરે. બોટમ્સની પસંદગી પ્રમાણે કરવી. તમે બોટમ્સ મિક્સ ઍન્ડ મેચ કરી પહેરવાના હો તો સાવચેતીપૂર્વક સિલેક્શન કરવું.
૧) સલવાર
સલવાર-કમીઝ માટે કોઈ ફેશન ટ્રેન્ડ ફોલો કરવાની જરૂર નથી. સલવાર એક કમ્ફર્ટ વેઅર છે. સલવાર સાથે તમે કોઈ પણ લોંગ ટોપ કે કુરતી પહેરી શકો. જો તમે સલવાર સીવડાવતાં હો તો સલવારની લેન્થ માટે ખાસ ધ્યાન રાખવું. સલવાર જો પર્ફેક્ટ લેન્થની પહેરી હોય તો જ સારી લાગે. સલવારની લેન્થ એન્ક્લથી એક કે બે ઇંચ જ નીચે હોવી જોઈએ. તમે કેવાં ચંપલ પહેરો છો એના પર ડિપેન્ડ કરે છે, જેમ કે જો ફ્લેટ્સ પહેરતા હો તો ઍન્કલથી બે ઇંચ નીચે રાખવી અને જો હીલ્સ પહેરતા હો તો હીલ્સ પહેરીને સલવારનું માપ લેવું જેથી પર્ફેક્ટ લેન્થ મળી શકે. જો તમે મિક્સ ઍન્ડ મેચ કરી સલવાર પહેરવાના હો તો સલવારની પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું. જો તમારી હાઇટ ઓછી હોય તો ઊભી ડિઝાઇનવાળી પ્રિન્ટ પસંદ કરવી. જો તમારું ભરેલું શરીર હોય તો ઝીણી બુટ્ટીવાળી ડિઝાઇન પસંદ કરવી. જો તમે પ્રિન્ટેડ સલવાર પહેરવાના હો તો પ્લેન કુરતો પહેરવો અને જો પ્લેન સલવાર હોય તો પ્રિન્ટેડ કુરતો પહેરવો. સલવાર સો કુરતી તો પહેરી જ શકાય, પરંતુ હિપ-લેન્થ ટોપ પણ પહેરી શકાય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો પણ સલવાર સાથે પહેરી શકાય.
૨) પટિયાલા
પટિયાલામાં સલવાર કરતાં પ્લીટ્સ વધારે હોય છે, જેથી પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ લાગે છે. પટિયાલા સાથે શોર્ટ કુરતો સારો લાગે છે. હવે તો માર્કેટમાં પટિયાલા દુપટ્ટાનો સેટ મળે છે, જેમાં પટિયાલા અને દુપટ્ટો એકસરખાં પ્રિન્ટ અને કલરમાં હોય છે અને કુરતા માટે મિક્સ ઍન્ડ મેચ કરવું પડે છે. પટિયાલા સાથે ઓન્લી ટોપ પણ સારું લાગે. પટિયાલા પાતળી યુવતીઓ પર વધારે સારું લાગે છે. જો સ્થૂળ શરીરવાળી યુવતીઓ પટિયાલા પહેરે તો વધારે જાડી લાગે છે. પટિયાલા ફ્લોઇંગ ફેબ્રિકમાંથી જ બનાવાય છે. એનાથી એનો ફોલ સારો આવે છે. પટિયાલા સાથે મોજડી પહેરી શકાય. કાનમાં લોન્ગ બાલી ટિપિકલ પંજાબી લુક આપશે.
૩) ચૂડીદાર
ચૂડીદાર એટલે જેમાં ૬ થી ૮ ઇંચનો યોક આપવામાં આવ્યો હોય અને પછી પગના શેપ પ્રમાણે સીવવામાં આવે છે અને જે ફેબ્રિક હોય એને પગની લેન્થ હોય એના કરતાં ૧૦ ઇંચ વધુ રાખવામાં આવે છે. એટલે જ્યારે એ પહેરવામાં આવે ત્યારે જે વધારાનું ફેબ્રિક હોય એની ચૂન આવે. ખાસ ધ્યાન રાખવું કે રેડી ચૂડીદાર ન લેવાં. રેડીમાં ઓવઑલ મેઝરમેન્ટ પ્રમાણે બનાવવામાં આવે છે. એમાં કોઈ જાતનું ફિટિંગ હોતું નથી. જો તમે પર્ફેક્ટ ફિટિંગવાળું ચૂડીદાર પહેરવાના આગ્રહી હો તો તમારે ચૂડીદાર સીવડાવવાં. ચૂડીદાર સાથે શોર્ટ અને લોન્ગ એમ બન્ને લેન્થના કુરતા સારા લાગે છે તેમ જ ચૂડીદાર સાથે ફ્લેટ્સ અને હીલ્સ એમ બન્ને સારાં લાગે છે. તમે ક્યાં જવાના છો એના પર ડિપેન્ડ કરે છે. ચૂડીદાર સાથે લોન્ગ કુરતો અને હાઈ હીલ્સ ફોર્મલ લુક આપશે અને ચૂડીદાર સાથે શોર્ટ કુરતો અને ફ્લેટ્સ લુક આપશે.
૪) હેરમ્સ
હેરમ્સ મોટે ભાગે ફ્લોઇંગ ફેબ્રિકમાં હોય છે. હેરમ હિપ સુધી ટાઇટ એટલે કે એમાં હિપ સુધી પ્લીટ્સ લઈ સ્ટિચ કરવામાં આવે છે અને ઍન્કલ પાસે ઇલેસ્ટિક હોય છે. આમ જોઈએ તો હેરમનો ઘેરો બલૂન જેવો લાગે છે. હેરમ સાથે એવા શોર્ટ ટોપ પહેરી શકાય, જેનું સ્થૂળ શરીર હોય તેમણે હેરમ ન પહેરવાં. સુડોળ શરીરવાળાઓને હેરમ સારાં લાગી શકે. હેરમ કમ્ફર્ટ વેઅર છે, જે તમે કેઝ્યુઅલી પહેરી શકો. હેરમ સાથે હાઈ પોની સારી લાગે અથવા તો ખુલ્લા વાળ. મોટે ભાગે હેરમ પ્લેન હોઝિયરીમાંથી બનાવવામાં આવે છે, જેની સાથે પ્રિન્ટેડ ટોપ અથવા મિક્સ ઍન્ડ મેચ કરી શકાય.
૫) લેગિંગ્સ
લેગિંગ્સ વગર યુવતીઓ અને મહિલાઓનો વોર્ડરોબ અધૂરો છે એમ કહી શકાય. લેગિંગ્સ બધા જ પહેરી શકે. કોઈ પણ કુરતી કે ટોપ સાથે જો કંઈ મિક્સ મેચ કરી પહેરવા જેવું ન હોય તો એની પર લેગિંગ્સ પહેરી શકાય. લેગિંગ્સ પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને વરાઇટીમાં મળે છે. પ્લેન કુરતા સાથે પ્રિન્ટેડ લેગિંગ્સ પહેરી શકાય અને પ્રિન્ટેડ કુરતા સાથે પ્લેન લેગિંગ્સ પહેરી શકાય. લેગિંગ્સમાં પણ હવે ઘણી વરાઇટી આવે છે. જો તમારું સ્થૂળ શરીર છે અને તમારે કોઈ પાર્ટીમાં જવાનું છે તો કોઈ કુરતી સાથે તમે ગ્લિટરવાળું લેગિંગ્સ પહેરી શકો. લેગિંગ્સમાં ઍન્કલ-લેન્ગ્, જેગિંગ્સ એમ ઘણી વરાઇટી આવે છે. ઍન્કલ-લેન્થ લેગિંગ્સ સાથે હિપ કવર થાય ત્યાં સુધીનું લોન્ગ ટોપ અવા શર્ટ ટાઇપ ટોપ પહેરી શકો. એની સાથે બેલે શૂઝ અવા સ્લિપર પહેરી શકાય.
૬) ધોતી
પહેલાં કમીઝ સાથે કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ધોતી સીવડાવતાં. હવે ધોતી રેડીમેડ મળે છે. યોકવાળી અને યોક વગરની. ધોતીમાં સાઇડમાં હાફ રાઉન્ડ શેપમાં ફોલ આવે છે, જેને લીધે ધોતી હિપ પરથી ફૂલેલી લાગે છે તેમ જ ધોતી જ્યાં પૂરી થાય છે ત્યાં ઓવરલેપિંગ શેપ આવે છે. ધોતી પહેરવાવાળો વર્ગ જ આખો અલગ છે.