સોશિયલ મીડિયાના સમયમાં વ્હોટ્સએપ એ લોકપ્રિય કોમ્યુનિકેશન માધ્યમ બની ગયું છે અને વ્હોટ્સએપમાં જે નવા નવા ફિચર્સના લીધે તેના યુઝર વધતા જાય છે.પરંતુ લોકોને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેટલી આધુનિક પધ્ધતિ તેટલું જોખમ વધુ.
અત્યારે વ્હોટ્સએપ અકાઉન્ટ હેક થવાના કેસો સામે આવી રહ્યા છે જેમાં હેકરો વ્હોટ્સએપ યુઝર દ્વારા ઓટીપી નમ્બર મેળવે છે અને તેનું અકાઉન્ટ હેક કરે છે.ઓટીપી સ્કેમર વ્હોટ્સએપ યુઝરને મેસેજ કરે છે કે તમારો મિત્ર મુસીબતમાં છે અને ઘણી વખત મિત્ર બનીને જ મેસેજ કરે છે અને વાત કરવાનું શરૂ કરે છે પછી મેસેજ ફોરવર્ડ કરીને કહે છે કે તમને ભૂલથી એક ઓટીપી આવી ગયો છે એ ઓટીપી પાછો રિસેન્ડ કરો અને તે ઓટીપી દ્વારા તે યુઝરનું અકાઉન્ટ હેક કરે છે.ઓટીપી નમ્બર દ્વારા તે હેકર આપણી ચેટ પણ વાંચી શકે છે અને પૈસા માટે બ્લેકમેલિંગ પણ કરી શકે છે અને આપણા દ્વારા બીજાને મેસેજ પણ કરી શકે છે.
ટુ ફેક્ટર ઓથેન્ટીકેશનથી ફીચરથી સેફ થશે અકાઉન્ટ
જો વ્હોટ્સએપ યુઝરને પોતાનું અકાઉન્ટ હેક થતા બચાવવું હોય તો વ્હોટ્સએપમાં આવેલી ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન ચાલુ કરી દેવો જોઈએ.આ ફીચર્સ વ્હોટ્સએપમાં ચાલુ રાખવાથી આપણો ઓટીપી નમ્બર બીજા વ્યક્તિ પાસે જશે નહિ અને વ્હોટ્સએપ અકાઉન્ટ સેફ રહેશે