શરદ પવારનાં વિશ્ર્વાસુ પ્રફુલ પટેલને ઈકબાલ મેમણ મીરચીને આર્થિક સહાય કરવા બદલ ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે ત્યારે અકૌલા ખાતે સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૯૩માં જે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ થયા તેના આરોપીઓ કેવી રીતે નાસી છુટયા અને તેમાં કયાં લોકોનો હાથ હતો તે ટુંક સમયમાં સામે આવી જશે. દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ સહિત અનેકવિધ બોમ્બ બ્લાસ્ટનાં આરોપીઓ બ્લાસ્ટ બાદ પાકિસ્તાન ફરાર થઈ ગયા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો હતો કે, શરદ પવાર દ્વારા જે મહારાષ્ટ્ર સરકારનું સંચાલન કરવામાં આવતું હતું તેનું પણ નેટવર્ક અંડર વર્લ્ડ સાથે હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે લગાવેલા આરોપોને શરદ પવાર અને તેમનાં સાથીઓએ નકારી કાઢયા હતા.
અકૌલા ખાતે જાહેરસભા સંબોધતા વડાપ્રધાન મોદીએ કોઈનાં નામનો ઉલ્લેખ કર્યા વગર લોકોને જણાવ્યું હતું કે, શું તમે જાણો છોને મુંબઈની ટ્રેનો, બસ અને બિલ્ડીંગોમાં ધડાકા થયા હતા ? તેનાં ભાગેડુ આરોપીઓ પાકિસ્તાનમાં જઈ સ્થાય થયા હતા પરંતુ ભારત દેશ આ પ્રકાર કોઈ જ ગતિવિધિને નહીં ચલાવી લે તે હેતુસર આ તમામ આરોપીઓ ઉપર લાલ આંખ કરવામાં આવી છે. આ તકે તેઓએ જાહેરસભામાં જણાવ્યું હતું કે, આરોપીઓ આ મુદ્દાને ઉડાડી દેવામાં માને છે પરંતુ મહારાષ્ટ્રનાં લોકોને તેનો જવાબ મળવો જ જોઈએ. આ તકે તેઓએ કોંગ્રેસ-એનસીપી પાર્ટીને શાબ્દિક પ્રહારો કરતા લોકોને જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાવાદી પાર્ટી છે અને રાજયને દાયકાઓ પાછળ લઈ ગયા છે જેનું એકમાત્ર કારણ તેમની નબળી સમજણ અને ખોટા કામોને સિઘ્ધ કરવા માટે કરેલું હોય તેવું લાગી રહ્યું છે. આ તકે વડાપ્રધાન મોદીએ તેની બીજી જાહેરસભા ખરઘર ખાતે સંબોધી હતી જયાં તેઓએ બિલ્ડર માફિયા અને કોંગ્રેસ અને એનસીપી સાથે તેમની કડીને પણ આડકતરી રીતે ઉજાગર કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર બિલ્ડર માફિયા અને જે રાજકારણીઓ સાથે તેની કડી જોડાયેલી છે તેના પર કોઈ જ દયા નહીં રાખે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રીયલ એસ્ટેટ ક્ષેત્રને વધુને વધુ વેગવંતુ બનાવવા માટે રેરા જેવા કાયદાને અમલી બનાવ્યા છે.