મોટા ભાગના ભારતીયની સવારની શરૂઆત ચા થી થાય છે સામાન્ય રીતે લોકોની પણ એવી માન્યતા છે કે ચા થાકને દૂર કરે છે. પરંતુ શું તમને જાણો છો કે ચા પીવાની સાચી રીત શું છે? જો તમે ચાને ખોટી રીતે પીવો છો તો એનાથી તમને અનેક રીતે નુકશાન થય શકે છે. તો આવો જાણીએ એવી ભૂલ વિષે જેના કારણે ચા પીવાથી તેનું વિપરીત પરિણામ આવે છે.
કેટલા કલોકોને બેડ ટી પીવાની આદત હોઈ છે.જયારે એ આદત તેના સ્વાસ્થ્ય મારે ખૂબજ નુકશાનકારક સાબિત થાય છે. ખાલી પેટ ચા પીવાથી એસીડીટીની સાથે ભૂખનલાગવાની સમસ્યા પણ ઉદ્ભવે છે.રાતે જમ્યા બાદ ચા પીવાથી દૂર રહો.જો રાત્રે ચા પીવાની આદત છે તો જમેલું ભોજન સરખી રીતે પચતું નથી.એ સાથે જ તમને ઇનડાયઝેશન તેમજ ઊંઘ ન આવાની સમસ્યા પણ ઉદભવે છે.
જો તમને ચા પીવી સારી લાગે છે તો એને નિયંત્રિત રૂપમાં પીવી જોઈએ. જરૂરત કરતા વધુ પ્રમાણમાં પીવાથી સ્વાસ્થ્યને નુકશાનકર્તા સાબિત થાય છે.વધુ પ્રમાણમાં ચા પીવાથી શરીર સરખીરીતે લોહતત્વઅ ને કેલ્શિયમને શોષી નથી શકતું જેના કારણે હાડકા નબળા પાડવા લાગે છે. અને એટલે જ દિવસમાં એક કે બેવાર ચા પીવાની આદત કેળવવી જોઈએ જે સ્વાસ્થ્યને પણ નિરોગી રાખે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com