વારંવાર હાથ ધોવાની ટેવથી આપણી રોગપ્રતિકારક શકિત ઘટે છે તેમજ જરૂરી એવા બેકટેરીયાના નાશથી સ્ક્રીન ડીસીઝ પણ થઈ શકે છે
જમ્યા બાદ, ટોઈલેટ ગયા બાદ, બહારથી પરત ઘરે આવ્યા બાદ અથવા કોઈ ગંદી ચીજ વસ્તુઓ સ્પર્શયા બાદ આપણને હાથ ધોવાનીટેવ હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેઓ થોડીથોડી વખતે હાથ ધોતા રહે છે. તો શું તમારે પણ આ ટેવ છે? તો હાથ ધોવાની પધ્ધતિથી લઈ તેનાથી થતા નુકશાન અંગે તમારે જાણવું જરૂરી છે.
અમેરિકાના ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન સેન્ટર દ્વારા તાજેતરમાં એક અભ્યાસ કરાયો હતો. જેના પરથી જાણવા મળ્યું છે કે જમ્યા બાદ, ટોઈલેટ ગયા બાદ અથવા બહારથી ઘરે આવ્યા બાદ સહિત જરૂર છે તે મુજબ હાથ ધોવા અત્યંત જ્રુરૂરી છે. જમ્યા પહેલા પણ હાથ ધોવા જરૂરી છે. કે જેથી કરીને આપણે માંદગીથી દૂર રહીએ છીએ પરંતુ વારંવાર હાથ ધોવાની ટેવ આપણા સ્વાસ્થ્યને નુકશાન કરે છે.
વારંવાર હાથ ધોવાથી શું સાઈડ ઇફેક્ટ થાય છે?
- લો બ્લડ પ્રેશર
- ફાસ્ટ હાર્ટબીટ
- શિળસ
- ત્વચાની લાલાશ
- ત્વચાની ખંજવાળ જેવી સમસ્યા થતી જોવા મળે છે.
વારંવાર હાથ ધોવાથી આપણી હાથની ત્વચા પર જે જરૂરી બેકટેરીયા હોય છે. તેનો તો નાશ થાય જ છે. પરંતુ સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શકિત પણ ઘટી જાય છે. અને વધુ પડતા હાથ ધોવાની ટેવ ધણી બિમારીઓ નોતરે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘણા લોકોને હાથ કઈ રીતે ધોવા કયારે ધોવા તેની ખરી માહિતી નથી. તેમણે જણાવ્યું કે, ટોઈલેટ ગયા બાદ હાથ ગરમ પાણીથી જ જોઈએ ગરમ પાણી અને સાબુ અથવા લીકવીડ જ હાથ પરના જર્મ્સ દૂર કરી શકે છે.
ડોકટરોએ કહ્યું કે, આપણી ત્વચા પર ઘણા સ્વાસ્થ્યલક્ષી પણ બેકટેરીયા હોય છે. જો કે હાથ ધોવાથી આ બેકટેરીયાનો નાશ થતો નથી પરંતુ વારંવાર હાથ ધોઈએ તો ચોકકસ પણે તે નાશ પામે છે. અને જયારે પણ હાથ ફટાફટ સુકાઈ જાય અને ડ્રાય સ્ક્રીન જેવું અનુભવાય ત્યારે સમજવું કે તમારી હાથની ત્વચા પરથી આરોગ્યવર્ધક બેકટેરીયા નાશ પામી રહ્યા છે. આ ઉપરાંત વારંવાર હાથ ધોવાની ટેવ આપણી ત્વચાને પણ નુકશાન કરે છે.
હાલના સમયે લોકો હાથ સ્વચ્છ રાખવા માટે સેનીટાઈઝીંગ નેપકીનનો ઉપયોગ કરતા થયા છે. આ સેનીટાઈઝીંગનો પણ પ્રમાણસર જ ઉપયોગ કરવો હિતાવહ છે. તેનો પણ વધુ પડતો ઉપયોગ ત્વચાને નુકશાન કરે છે. નિષ્ણાંતોએ વધુમાં કહ્યું કે, ટોઈલેટ ગયા બાદ હાથ સાબુ અને ગરમ પાણીથી ધોવા ૧૦૦ ટકા જરૂરી છે. જયારે અન્ય કોઈ ચીજ વસ્તુઓ કે ગંદકીને સ્પર્શયા બાદ સેનીપઈઝીંગથી હાથ સાફ કરીએ તો ચાલે.