ટેનીસમાં ફેડરલ, ફૂટબોલમાં રોનાલ્ડો, બાસ્કેટબોલમાં જેમ્સ કેટલુ કમાઈ છે
એથ્લેટીક ક્ષેત્રમાં મહેનતની સાથે લક્ષ્મીજીની કૃપા પણ ખુબ સારી રીતે મળે છે. હાલ રમત જગતના અનેક પ્લેયર એવા છે જેમની કમાણી આસમાને પહોંચી છે. ભારતમાં ક્રિકેટનું મહત્વ ખૂબ છે. દસકાઓથી ક્રિકેટરોની કમાણીનો અંદાજ લગાવવામાં આવે છે. ભારતનું ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનવાન બોર્ડ છે. દેશની શેરીએ-ગલીએથી અનેક યુવાનો એવા મળશે જેને ક્રિકેટ બનવું છે. આ સ્વપ્ન પાછળ પ્રસિધ્ધી અને સંપતિ બન્ને મેળવવાની ઝંખના જવાબદાર છે. અલબત એક તબક્કો એવો હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમમાં વિશ્વના શ્રેષ્ઠ પ્લેયર હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ સૌથી ગરીબ હતું. જેના પરિણામે ધીમે ધીમે વેન્ટ ઈન્ડિઝનું યુવાધન બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી રમત તરફ આકર્ષાયું અને આ તમામ રમતોમાં હાલ નાણાની રેલમછેલ બોલી રહી છે. આજે વિશ્વના સૌથી ધનવાન રમતવિરોની વિગતો અહીં આપી છે.
રોઝર ફેડરર:
૨૦૨૦માં વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર પ્લેયરમાં રોઝર ફેડરરનો સમાવેશ થાય છે. મુળ સ્વિત્ઝરલેન્ડનો ટેનીસ સ્ટાર અત્યાર સુધીમાં ૨૦ થી વધુ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતી ચૂકયો છે અને છેલ્લા ૧૨ મહિનામાં તેણે ૧૦૬ મીલીયન ડોલરની તોતીંગ કમાટી કરી છે.
ક્રિસ્ટ્રીનો રોનાલ્ડો:
રોઝર ફેડરર બાદ ક્રિસ્ટ્રીનો રોનાલ્ડોનો યાદીમાં સમાવેશ થાય છે. આ ખ્યાતનામ ફૂટબોલરની ૧૨ મહિનાની કમાણી ૧૦૫ મીલીયન ડોલર જેટલી હતી. રોનાલ્ડોની જેમ મેસી (૧૦૪ મીલીયન ડોલર), નૈમાર (૯૫ મીલીયન ડોલર)નો સમાવેશ થાય છે.
લેબરન જેમ્સ:
અમેરિકન બાસ્કેટબોલમાં પણ નાણાનો ધોધ વહેતો જોવા મળે છે. જે રીતે ફૂટ બોલરની કમાણી ટોચ ઉપર છે તેવી રીતે બાસ્કેટબોલ પ્લેયર પણ અધધધ…. કમાતા હોવાનું જણાય છે. ટોપ-૫માં ધનવાન ખેલાડીઓમાં બાસ્કેટબોલ પ્લેયર લેબરન જેમ્સ ૮૮ મીલીયન ડોલરની કમાણી સાથે સામેલ છે.
નિયોમી ઓશાકા:
મહિલા ટેનિસ પ્લેયર નિયોમી ઓશાકાએ છેલ્લા ૧૨ મહિનામાં ૩૭ મીલીયન ડોલરની કમાણી કરી હતી. મુળ જાપાનની નિયોમી ઓશાકાની કમાણી સેરેના નિલીયમ્સ કરતા પણ વધી ચૂકી છે. તેણે અત્યાર સુધીમાં ૩૬ મીલીયન ડોલરની કમાણી કરી હતી.