જીવનમાં શારિરિક સંબંધો અને તેનો સંતોષ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. અને એ પણ લગ્ન જીવનને સુખરુપ બનાવવામાં સેક્સએ મહત્વની કડી પૂરવાર થઇ છે. તેવા સમયે, પુરુષનાં શિશ્ન અંગે એવી કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તેલી છે. જેના કારણે તેનાં શારિરિક સંબંધો પર પણ નકારાત્મક અસર પડે છે.
પુરુષનાં શિશ્નને લગતી મોટામાં મોટી ગેરમાન્યતા એટલે તેનું કદ, લગભગ દરેક પુરુષ એવું માને છે કે પેનિસનું મોટુ કદ હોય તો જ શારિરિક સંબંધોમાં સફળતા અને સંતોષ મળી શકે છે. પરંતુ અહિં આપણે આ પ્રકારની માન્યતાને લગતી થોડી વિશેષ માહિતી મેળવીશું. જેનાથી આ ભ્રમણાને દૂર કરી શકાય અને એવી માન્યતા ધરાવતા પુરુષોએ વિચારીને દૂર કરી તેનાં શારિરીક સંબંધોને મણી શકે.
દરેક સામાન્ય કક્ષાનાં પુરુષના શિશ્ર્નની લંબાઇ ૪-૯ ઇંચની હોય છે. એ પણ ત્યારે જ્યારે તે સમાગમ સમયે સંપૂર્ણ રીતે વિકાસ પામે છે. તેવા સમયે પરંતુ આ સત્યને સ્વિકારવામાં પુરુષની અમુક પ્રકારની દ્રઢ માન્યતાઓ તેને રોકે છે. જેમાં…..
– તેના પેનિસની તુલનાં અન્ય પુરુષોના પેનિસ સાથે કરે છે.
– પોતાની મર્દાનગી તેના પેનિસનાં કદ પર નિર્ભર છે તેવો ખ્યાલ….
– પેનિસનું મોટું કદ હોય તો જ સંભોગમાં સંતોષ પ્રાપ્ત થાય છે. જેવી અનેક માન્યતાઓનો સમાવેશ થાય છે.
– શિશ્નનું કદ અને ડિપ્રેશન….
શિશ્નનાં કદને કારણે અનેક પુરુષો ડિપ્રેશનનો શિકાર બને છે.અને એટલે જ એવી માન્યતા ધરાવતા પુરુષેએ સૌ પ્રથમ એક્સપર્ટને મળી યોગ્ય સલાહ લેવી જોઇએ. જેમાં પેનિસનાં કદ અને શારિરિક સંબંધને લગતી તમામ બાબતો અંગે યોગ્ય માહિતી આપી તેની ગેર માન્યતાને દૂર કરવામાં આવે છે. એ બાબતે ડિપ્રેશનનો શિકાર બનેલા પુરુષનો પ્રથમ સવાલ જ તેનાં પેનિસની નાની સાઇઝ બાબતેનો હોય છે. તેવા સમયે ડોક્ટર તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી સેક્સ માટે પેનિસની સાઇઝ એટલી મહત્વની જેવું તે સમજે છે, તે બાબતેનો યોગ્ય ખ્યાલ આપે છે.
– શિશ્નની સર્જરી કેટલી યોગ્ય …?
શિશ્નનાં કદને વધારવા અનેક પુરુષો શસ્ત્રક્રિયા કરાવે છે. પરંતુ શું એ યોગ્ય ઉપાય છે. ખરો…? અનેક એક્સપર્ટનું તારણ છે કે મોટા ભાગની સર્જરીની સાઇડ ઇફેક્ટ વધુ જોવા મળી છે. જેમાં પેનિસની નસોને નુકશાન પહોંચે છે. અતિ ઉત્તેજનાં થવી, તેમજ સર્જરીનો સંબંધિત અન્ય પ્રશ્નોનો સામનો કરવાનો પણ વારો આપે છે. અને એટલે જ જે પુરુષો શિશ્નનાં કદ માટે કરાવેલી શસ્ત્રક્રિયા કરાવી છે. તેનાથી અસંતોષ મેળવ્યો છે.
– પુરુષોએ ધ્યાનમાં લેવા જેવી બાબતો…
– પુરુષોએ જાતે જ એવું તારણ ન શોધવું જોઇએ કે તેનું શિશ્ન નાનું છે.
– પેનિસની સાઇઝ વધારવા માટે જાતે જ કોઇ એવી પ્રોડક્ટની ખરીદી ન કરવી જોઇએ.
– વર્તમાન સમયમાં ઇન્ટરનેટ પર ઓનલાઇન ઉપલબ્ધ એવી ઘણી લોભામણી પ્રોડક્ટથી ચેતતા રહેવું જોઇએ.
– એવી આર્યુવેદિક કે દેશી દવાઓ પણ છે જે દાવો કરે છે તમારા પેનિસનાં કદને વધારી દેવાનો પરંતુ એવી દવાને ડોક્ટરની સલાહ વગર લેવી યોગ્ય નથી.