સ્ત્રીઓ હંમેશાં પોતાના દેખાવ પ્રત્યે સભાન હોય છે, એટલે જ ઘણાપ્રશ્ર્નો એને મુંઝવતા હોય છે. જેમ કે ક્યારે ખાવું? કેટલું ખાવું? શું ખાવું? કસરત કરવી કે નહિ? વગેરે… સામાન્યરીતે સ્ત્રીઓને વજન કેમ ઉતારવું એ બાબતની ખબર નથી હોતી.
ઘણી સ્ત્રીઓ તાણના કારણે આઈસક્રીમ, ચોકલેટ અને જંકફૂડ વધારે ખાય છે જે વજન વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવી સ્ત્રીઓએ ડાયેટ પ્લાન બનાવવાની જરૂર પડે છે.
આજની આધુનિક સ્ત્રીઓ પાસે સમયનો અભાવ હોવાને કારણે તેમનીતંદુરસ્તી જોખમમાં મુકાય છે. તેઓ પોતાના દેખાવ બાબત ઘણીવાર દુર્લક્ષ સેવે છે જેઆગળ જતાં ભારે પડે છે. સમયસર ભોજન ન લેવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે. હાલમાં જ અમેરિકાની એક સાઈકોલોજીકલ રિસર્ચ સંસ્થાના જણાવ્યા મુજબ ૪૪% અમેરિકનો માને છે કે તેમનું જીવન તાણભર્યું છે, તેમાંથી ૯% અમેરિકનો જ એમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકેછે.
તણાવના કારણે, કોર્ટિસોલહોર્મોન કે જે શરીરમાં બ્લડપ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે તેની માત્રા ઘટેછે જેના કારણે પેટની ફરતે ચરબીમાં વધારો થાય છે. પેેટ અને કમરની આસપાસ ચરબીના રજામી જતાં ચુસ્ત ડાયટિંગ કરવાની ફરજ પડે છે. આ ચરબીના ર ઉતારવા માટે પ્રથમ તોપોતાના મનને સમજાવવું પડે છે. અહીં ૨૮ વર્ષીય સવિતાના અનુભવ વિશે જાણીએ.
સવિતાએ પોતાના શરીર પર જામેલી ચરબી ઓછી કરવા અને વજન ઘટાડવા કરેલા પ્રયાસો દરેક સ્ત્રીઓને લાભદાયક છે. એમનુું કહેવું છે કે એ જ્યારે તાણમાં હોય ત્યારે લોંગ ડ્રાઈવ પર નીકળીજાય છે. ભૂૂખ લાગે ત્યારે તાત્કાલિક ખાવાનું ટાળે છે. નિયમિત કસરત કરે છે. જીમમાં અલગ અલગ મશીનો કઈ રીતે ઉપયોગી છે તેની જાણકારી લઈને જ કસરત કરે છે. એ ઉપરાંત સમયસર જમવું પણ જરૂરી છે.
જમવામાં સાદું ભોજન પસંદ કરે છે. એ ઉપરાંત દરેક કામ સમયસરકરવાની કોશિશ કરે છે. પછી એ મિત્રો સાથે શોપિંગ હોય કે ફેમિલી સો બહાર જવાનુંહોય.ગૃહિણીઓએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તેઓ પણ તાણમાં રહેતીહોય છે. બાળકોને શાળાએ મોકલવા, તેઓને અભ્યાસમાં મદદરૂપ થાવું, પતિ માટે ટિફિન તૈયાર કરવું, પારિવારિકપ્રસંગોમાં હાજરી આપવી વગેરે કામોને ન પહોંચી વળવાને કારણે ગૃહિણીઓ તાણમાં રહે છેઅને આ કારણે તેઓ ઘણીવાર અંકરાતિયાની જેમ બિસ્કિટ અને વેફર્સ જેવા તળેલાં નાસ્તાઓઆરોગે છે જે તેમનાં સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આ બાબત સ્ત્રીઓએ સભાન રહેવું જોઈએ.
ભૂખલાગે ત્યારે તળેલાં અને શરીરને નુકસાનકારક પર્દાથો ન આરોગતા ફળ અને સલાડ લેવા જોઈએ.નાસ્તામાં ઘઉંની બનાવટની બ્રેડ, દહીં, ફળોનો રસ વગેરે લેેવું જોઈએ. એ ઉપરાંત તણાવમુકત જીવનશૈલીમાટે સૌથી જરૂરી છે મેડિટેશન. રોજ ૧૫-૨૦ મિનિટ મેડિટેશની તમે સ્વસ્થ રહી શકો. મનશાંત હોય તો તેની અસર શરીર પર પણ દેખાય છે. મેડિટેશન માટે જમીન પર આસન પારી શાંત ચિત્તેબેસવું. આંખો બંધ કરી ઊંડા શ્ર્વાસ લેવા. આ રીતે ૧૦-૧૨ વાર કરવું. મનને અહીં તહીં ભટકવા ના દેતાં શાંત ચિત્તે બેસી રહેવું. આમ કરવાી એકાગ્રતા વધે છે. આ રીતે રોજશ્ર્વાસને અંદર-બહાર કરવાી એકાગ્રતા વધે છે અને તાણમાંથી મુક્તિ મળે છે. ડાયટની સોમેડિટેશન ખૂબ જ જરૂરી છે. મન ઉપર કાબૂ મેળવી લો તો દરેક ચિંતા સહેલાઈથી દૂર કરીશકો.
ન્યુટ્રિશિયન જણાવે છે કે રોજ રોજ બાફેલા શાકભાજીથી જોકંટાળી ગયા હોવ તો સેવ-મમરા, શીંગ-ચણા, શેકેલી મકાઈ વગેરેનો આનંદ માણવો જોઈએ. ઉગાડેલા કઠોળમાંટમેટાં, કાકડી, ગાજર વગેરેનેબારીક સમારી- ઉમેરી ખાવાથી નવીન લાગશે. એ ઉપરાંત મસૂરની દાળમાં શાકભાજી નાંખી સુપબનાવી લઈ શકાય. ટમેટાં, દૂધી અને ગાજરનોસુપ લેવાથી ખૂબ ફાયદો થાય છે. પાલક, મેથી જેવી લીલી ભાજીઓ વધુ ખાવી. એ ઉપરાંત ડાયટમાં પનીર પણ લઈશકાય. સફરજન જેવા ફળો વધુ લેવાથી વજન પણ નથી વધતું અને શરીર પણ સ્વસ્થ રહે છે.યુનિવર્સિટી ઓફ લોવાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સફરજનમાં રહેલા યુરોસેલિક એસિડનાકારણે શરીરમાં મેટાબોલિઝનું પ્રમાણ વધે છે જે શરીરમાં રહેલ ચરબીના રને બાળવામાંમદદરૂપ થાય છે. સફરજન ખાવાથી ભૂખ અને વજન નિયંત્રિત રહે છે.