સ્વાસ્થ્ય નિષ્ણાંત સતત પાણી પીવાના અને હાઇડ્રેટેડ રહેવાના મહત્વને દર્શાવે છે, ખાસ કરીને જ્યારે તમે વર્કઆઉટની મધ્યમાં છો. અને વધુ કસરત કરો ત્યારે તે વર્કઆઉટ દરમ્યાન અને વર્કઆઉટ પછી પાણી કેટલી માત્રા માં પીવું તે મહત્વનું છે. વર્કઆઉટ કરતી વખતે આપણે પાણી અને શરીરનો ક્ષાર ગુમાવી બેસી છી. આ કારણે આપણા આરોગ્ય પર નિર્જલીકરણનું કારણ અસર કરે છે. તેથી જો તમે દૈનિક કસરત કરો છો, તો તમારે જાણવું આવશ્યક છે કે તમારા વર્કઆઉટ સત્ર દરમિયાન તમારે ખરેખર કેટલી પાણી પીવું જોઈએ. દરેક વ્યક્તિના વજન, ઉંચાઈ અને દ્રષ્ટિકોણથી દરેક વ્યક્તિને પ્રવાહિની આવશ્યકતા પણ અલગ હોઈ છે.
- વર્કઆઉટ દરમ્યાન તમારે કેટલું પાણી પીવું જોઈએ?
ફોર્ટિસ હોસ્પિટલના નિષ્ણાત ન્યુટ્રિશનિસ્ટ ડૉ. સિમરન સાઈનીના જણાવ્યા પ્રમાણે, “કોઈ વ્યક્તિને પાણી પીવાની ક્ષમતા ઓછી હોય, તો તેને પાણી સાવ ઓછી માત્રામાં પીવું જોઈએ, પરંતુ તેને બીજા સાથે સરખાવું ન જોઈએ. વર્કઆઉટ દરમિયાન, તમારો શ્વાસ છીછરો બની જાય છે, તેથી ત્યાંરે તમારો શ્વાસ રૂંધાય છે. શ્રેષ્ઠ રીતે, કસરત દરમિયાન ગુમાવેલી ઊર્જાને પ્રાપ્ત કરવા માટે પાણીમાં ગ્લુકોઝ ઉમેરો અને દર 10-15 મિનિટમાં થોડું થોડું પાણી પીવાનું ભૂલશો નહીં.
ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ ન્યુટ્રીશન અનુસાર, જો તમે વર્કઆઉટ કરી રહ્યા હો, તો દર 15 મિનિટે ઓછામાં ઓછું 8 વાર પાણી પીવું જોઈએ, એટલે લગભગ 0.2 લિટર અથવા 236 મિલિલીટર પાણી થાઈ છે. જો તમને ભારે પરસેવો વળી રહ્યો હોય તો તમારે થોડુ વધારે પાણી પીવું જોઈએ.
પાણીની માત્રા તમે કેટલી કસરત કરો છો તેની પર આધાર રાખે છે, તેથી જો તમે વર્કઆઉટ સત્ર પહેલાં સારી રીતે હાઇડ્રેટેડ હોય, તો હાઇડ્રેટેડ રહેવા માટે તમારે પાણીની ઓછી જરૂર પડે છે.
- વર્કઆઉટ દરમ્યાન ઓવરલોડ પાણી ન પીવું જોઈએ
જો તમે ખાતરી હોઈ કે વર્કઆઉટ દરમ્યાન હવે તમારે પાણી પીવાની જરૂર નથી તો તમારે પાણી પીવાનું ટાળવું જોઈએ અને ઓવરલોડ ન થવું જોઈએ. ઓસ્ટ્રેલિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ ન્યુટ્રીશનના જણાવ્યા મુજબ જરૂર કરતા વધુ પાણી પીવાથી જઠરાંત્રિય અસ્વસ્થતા ઉભી થઇ શકે છે.
તમારું શરીર શું સૂચવે છે તે સમજવું હિતાવહ છે, તેથી જ્યારે તમને લાગે કે તમને પાણીની તરસ લાગી છે, ત્યારે પાણી પીવું જરૂરી છે પણ ઓવરલોડ પાણી શરીર માટે નુકશાનકારક પણ સાબિત થાઈ છે. પરંતુ અમુક સમયગાળા દરમ્યાન પાણી પીવું પણ જરૂરી છે