રોજિંદા આહારમાં મીઠું અને ખાંડનું પ્રમાણ કેટલું રહેવું જોઈએ તે તંદુરસ્ત જીવન માટે જાણવું અનિવાર્ય મીઠા અને મીઠાશની અતિરેકતા લાભ કરતા નુકસાનકારક વધુ
ખાંડનું આહારમાં મહત્વ
ખોરાકના મુખ્ય ઘટક કાયબોહાઈડ્રેટ ના સામાન્ય સ્વરૂપ જેવા ખાંડથી શરીરમાં ઉર્જા મળે છે ફળ શાકભાજી અને ડેરી પ્રોડક્ટ માંથી કુદરતી રીતે શર્કરા મળે છે સાથે સાથે જરૂરી ખનીજ તત્વો ફાઇબર અને કુદરતી ખાંડ નું અલગ અલગ ખોરાકમાંથી પોષણ મળે છે દરેક કેલેરી ખોરાકમાં ખાંડ હોય છે વધુ પડતું ખાંડનું સેવન આરોગ્યની સમસ્યા ઉભી કરે છે જેમાં મેદસ્વીપણું ડાયાબિટીસ અને ખાંડના વધારે પડતા સેવનથી ટાઈપ બે ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે આમ ખોરાકમાં ખાંડના વધારે પડતા સેવનથી હૃદયથી લઈ બ્લડપ્રેશર સુધીની સમસ્યા ઉભી થાય છે.
દૈનિક આહારમાં મીઠાનું મહત્વ
રોજિંદા આહારમાં તમામ પદાર્થનું સંતુલન રહેવું જોઈએ તેમાં મીઠાનું અનેરૂ મહત્વ છે મીઠું શરીરના સ્નાયુ સંચાલન માટે ઉર્જા પ્રોજેક્ટ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ એમ્સના ડાયરેક્ટર ડોક્ટર વિમલ સજેરે જણાવ્યું હતું કે મીઠાનું વધુ પડતું સેવન અનેક સમસ્યાઓ સર્જી શકે છે ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થઈ શકે મીઠામાં રહેલું સોડિયમ રક્તનું પ્રવાહ વધારે દે અને બ્લડપ્રેશર વધે વધારે પડતું મીઠાનું સેવન બ્લડપ્રેશર વધારી દેતા હૃદય રોગનું જોખમ અનેક ગણું વધે
ખોરાકમાં ખાંડનું કેટલું પ્રમાણ રાખવું
અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ હાર્ટ એસોસિયેશન દ્વારા મહિલા અને પુરુષો માટે રોજિંદા આહારમાં ખાંડનું કેટલું પ્રમાણ રાખવું તેની એક ગાઈડ લાઈન બહાર પાડી છે જેમાં જણાવ્યું છે કે પુરુષે રોજની વધુમાં વધુ નવ ચમચી ખાંડ અને મહિલાઓએ છ ચમચી ખાંડ થી વધુ લેવું ન જોઈએ જો આ પ્રમાણથી વધુ ખાંડનું સેવન થાય તો અનેક સમસ્યા ઊભી થાય.
ખાંડ અને મીઠાનું સંતુલન રાખવું અનિવાર્ય
તંદુરસ્ત લાંબા જીવન માટે સંતુલિત આહાર અનિવાર્ય છે ખોરાકની પસંદગી માં પણ ખાસ કરીને ખાંડ અને મીઠાનું સંતુલન જરૂરી છે તેની આહારમાં લેવામાં આવતી વસ્તુમાં ખાંડ અને સોડિયમ ક્લોરાઇડ ની માત્રા કેટલી છે તે જાણીને વધુમાં વધુ સાવચેતીથી ઓછામાં ઓછું સોડિયમ અને ખાંડ પેટમાં જાય તેવી ચીવટ રાખવી જોઈએ. દરરોજ ઘરમાં બનતા ભોજન માં કેટલા પ્રમાણમાં ખાંડ અને મીઠાનો વપરાશ થાય છે તેની સાવચેતી રાખવી જોઈએ માત્ર માત્ર સ્વાદ અને સુગંધ માટે આડેધડ ખાંડ અને મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ દૈનિક આહારમાં લેવાતા તમામ ખોરાક માં કુદરતી રીતે ખાંડનું પ્રમાણ અને મીઠાનું પ્રમાણ ઓછું હોય તેવા ખોરાકની પસંદ કરી લીલા શાકભાજી કઠોળ અને લોકેલેરી વાળા ખોરાક લેવા જોઈએ આરોગ્ય જાળવવા માટે ખોરાકનું સંતુલન જરૂરી છે આરોગ્ય માટે સૌથી વધુ જોખમી ફાસ્ટ ફૂડમાં મીઠા અને ખાંડનું પ્રમાણ જળવાતું નથી તે માટે ફાસ્ટ ફૂડ વધુ જોખમી બને છે ખાંડના વિકલ્પ માટે સ્ટેવિયાને મન ફળ ને ખાંડના વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકાય.
મીઠાનું સંતુલિત પ્રમાણ જરૂરી
ભારતીય આરોગ્ય ગાઈડલાઈન મુજબ દેનિક આહારમાં પાંચ ગ્રામથી વધુ મીઠું ન લેવું જોઈએ જે લોકોને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા છે તેને વધારે પડતું મીઠું હાઇપર ટેન્શન નું જોખમ વધારી દેશે આવા લોકોને માત્ર 3.75 ગ્રામ મીઠું જ લેવું જોઈએ.
જીવનમાં મીઠાશ નું મહત્વ છે તેમ તંદુરસ્તી માટે મીઠું પણ જરૂરી છે ખાંડને મીઠાનું પ્રમાણ દૈનિક આહારમાં સંતુલિત રહેવું જોઈએ જો આ બંને ચીજ લેવામાં જો માપ ફેર થઈ જાય તો આરોગ્યની જાળવણી કરવી અઘરી બની જાય છે પ્રાચીન કાળથી વેદ વિદ્યાર્થી લઈને આધુનિક વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન મેડિકલ સાયન્સમાં મીઠું અને ખાંડ ના સંતુલિત આહાર ની હિમાયત કરવામાં આવી છે.