સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવોના કારણે વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા શુદ્ધ તેલમાં પામોલીનની ભેળસેળ કરે છે. પેકિંગ પર નાના અક્ષરે લખવામાં આવે છે કે, તેલમાં કેટલા પ્રમાણમાં પામની ભેળસેળ કરવામાં આવી છે. જેનો ગ્રાહકને ખ્યાલ આવતો નથી. છેલ્લા ઘણા સમયથી એવી માંગણી ઉઠી રહી હતી કે, ખાદ્યતેલના પેકિંગ પર મોટા અને ઘાટા અક્ષરે એવો ઉલ્લેખ કરવો કે તેમાં કેટલા ટકા પામનું મિશ્રણ કરવામાં આવે છે જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
હવે પેકિંગ પર એ વાતનો ઉલ્લેખ કરવો પડશે કે આ તેલમાં આટલા ટકા પામ તેલની ભેળસેળ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સોયાબીન તેલમાં પામતેલનું 40 ટકા જેટલું મિશ્રણ હતું. જો કે, આવી માહિતી નાના અક્ષરે લખવામાં આવતી હોવાના કારણે સામાન્ય માણસોને એ વાતનો ખ્યાલ રહેતો ન હતો અને તેઓ એવું માની લેતા હતા કે, તેમણે ખરીદેલુ તેલ એકદમ શુદ્ધ છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આંતરરાષ્ટ્રીય સોયા કોંકવેલમાં સંબોધન આપતી વેળાએ જણાવ્યું હતું કે, ભારતને ખાદ્યતેલની આયાત શુન્ય ઘટાડવા માટે સોયાપાકનું ઉત્પાદન વધારવા માટેનું કામ કરવા તાકીદ કરવામાં આવી છે. ખાદ્યતેલની લગભગ 65 ટકા જરૂરીયાત આયાતમાંથી પૂરી થાય છે. આપણે સોયાપાકનું ઉત્પાદન 20 ક્વીન્ટલ પ્રતિ હેકટર સુધી વધારવાની જરૂર છે. એ લોકોને પાક વિવિધતા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓએ ઉમેર્યું હતું કે, જીએમ સોયાબીજ સાથે અમારી મુખ્ય સમસ્યાઓ છે.
તાજેતરમાં સરકારે પેકેટ સોયા ઓઈલ પર જીએમ લેબલનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે. જે જીએમ બીજમાંથી બનાવવામાં આવે છે. તેઓ પોતાની પસંદગીનું ખાદ્યતેલ ખરીદી રહ્યાં હોવાનું લોકોને જાણ થાય તેવો હેતુ છે.